অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટીબી નાબૂદ

ચાલો આપણે આપણા દેશને ટીબી મુક્ત દુનિયા બનાવવા માટે પ્રતિજ્ઞા લઈએ. અમારી હોસ્પિટલમાં અમારૂં અભિયાન આરોગ્ય વિભાગમાં તમામ પલ્મોનરી અને એક્સ્ટ્રાપલ્મોનરી કેસો વિશે જાણકારી આપવાનીં રહેશે. WHO ફેક્ટ શીટ અનુસાર ૨૦૦૦-૨૦૧૬ દરમિયાન અસરકારક નિદાન અને સારવાર દ્વારા ૫૩ મિલિયન જિંદગીઓ બચાવવામાં આવી છે. મેડિકલ સમુદાયના હાલના પડકારો એમડીઆર-ટીબી કેસો વધી રહ્યા છે તે છે જેની સારવાર ઘણી કઠિન હોય છે. આનું કારણ સ્ટ્રેઈન્સની ટકી રહેવાની વધુ ક્ષમતા, સારવારમાં લાંબો સમય અને ખાનગી ક્ષેત્રમાં દવાની કિંમત હોય છે. એ તમામ લોકો કે જેઓ સારવારનો ખર્ચ કરી શકે તેમ નથી તેમને સલાહ સૂચન આપીને DOTS પ્રોગ્રામ્સમાં વહેલી તકે ખસેડવામાં આવ્યા છે. ભારત સરકારે ભારતના દરેક જિલ્લામાં જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી સારવાર મળે એ માટે પ્રોવાઈડર્સની સંખ્યા ઘણી વધારી છે. ડબલ્યુએચઓના અનુસાર ૨૦૧૬માં દુનિયાભરમાં ૪૯૦૦૦૦ લોકોમાં મલ્ટીડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી વિકસિત થયો હતો.
ટ્યુબરક્યુલોસિસ (ક્ષય રોગ) અથવા ટી.બી. (ટ્યુબરક્લ બે સિલસનુ ટુંકુ લખાણ) આ દંડ આકારના માયકોબેક્ટેરિયા (mycobaમteria) સામાન્ય રીતે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક ચેપી રોગ છે. ટ્યુબરક્યુલોસિસ સામાન્ય રીતે ફેફ્સા પર હુમલો કરતા હોય છે. પરંતુ ઘણીવાર શરીરના અન્ય ભાગને પણ નુકશાન પહોંચાડતા હોય છે. તે હવા દ્વારા ફેલાતો રોગ છે જ્યારે રોગી વ્યÂક્તને ખાંસી ખાય છે કે થુંકે છે ત્યારે આ રોગના બેક્ટેરિયા ફેલાતા હોય છે. માનવીમાં મોટા ભાગના ચેપ બીમારીના ચિહનો ના હોય તેવા એસિમ્પટમેટિક (Asymptomatic) અને સુપ્ત હોય છે. સુપ્ત ચેપના દસમાંથી એક કિસ્સો સક્રિય બિમારીમાં પરિણમે છે. અને તેની જા સમયસર સારવાર ન કરવામાં આવે તો પચાસ ટકા દર્દીઓ જીવનભર તકલીફમાં રહે છે.
આ રોગના ચિહનોમાં (Symptoms) લાંબા સમય સુધી ખાંસી, ગળફામાં લોહી પડવું, તાવ. રાત્રે પસીનો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવા ચિહનોનો સમાવેશ થાય છે. રેડિયોલોજી (સામાન્ય રીતે છાતીનો એક્સ-રે), ટ્યુબરક્યુલિન ચામડી પરિક્ષણ, ગળફાનું પરિક્ષણએ ક્ષય રોગ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે, લોહીનું પરિક્ષણ તેમજ માઈક્રોસ્કોપિક તપાસ અને શરીરના સ્ત્રાવોનું માઈક્રોબાયોલોજીક્લ કલ્ચરને આધારે આ રોગનું નિદાન થાય છે. આ રોગની સારવાર ઘણી અઘરી છે અને તેના લાંબા સમય સુધી વિવિધ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો પડે છે, દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓની પણ જરૂર પડે તો તપાસ કરવી પડે છે. (તીવ્ર) મલ્ટિ-ડ્રગ-ટ્યુબરક્યુલોસિસમાં બેક્ટેરિયા દ્વારા એન્ટિબાયોટિક સામે પ્રતિકારક શક્તિ કેળવી લેવાની સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બની રહી છે. ટી.બી. અટકાવવાનો આધાર સ્ક્રિનીંગ કાર્યક્રમ અને બેસિલસ-કાલમેટ-ગ્યુરિન (Bacillus - Calnatte - Guerin) રસી સાથેના રસીકરણ પર રહેલો છે. ટ્યુબરક્યુલોસિસથી બીમાર પડતા દર્દીઓની સંખ્યા દર વર્ષે સ્થિર થઈ રહી છે અથવા ઘટી રહી છે. પરંતુ વસ્તી વધારાને કારણે નવા કેસોની ચોક્કસ સંખ્યા હજુપણ વધી રહી છે. વિકસિત દેશોમાં ક્ષય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કારણ કે ઈમ્યુનોસપ્રેસિવ ડ્રગ (Immunosuppressive Drug) પદાર્થોના વધુ પડતા ઉપયોગ અથવા એઈડ્સને (AIDS) કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી છે.

સંકેતો અને લક્ષણો:

રોગ જ્યારે સક્રિય થાય છે. ત્યારે ૭૫ ટકા કેસ ફેફસાના ટીબીના હોય છે. તેના લક્ષણોમાં છાતીમાં દુઃખાવો ગળફામાં લોહી પડવું અને ત્રણ સપ્તાહથી વધુ સમય માટે ખાંસી અને કફનો સમાવેશ થાય છે. પધ્ધતિસરના લક્ષણોમાં તાવ, ઠંડી લાગવી, ભૂખ ના લાગવી, અથવા ઓથી થવી વજન ઘટી જવું, ફીકાશ અને ઘણીવાર નબળાઈ વગેરેના સમાવેશ થાય છે. અન્ય ૨૫ % સક્રિય કેસમાં ચેપ ફેફસાથી આગળ વધીને અન્ય અવયવોમાં ફેલાય છે. અને અન્ય પ્રકારનો ક્ષય રોગ થાય છે. જેને એક્સ્ટ્રાપલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ કહેવાય છે.

નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને નાના બાળકોમાં તે બહુ સામાન્ય રીતે થાય છે.સૌથી ગંભીર રૂપ ડિસસેમિનેટેડ ટીબી છે જે મિલિયરી ટ્યુબરક્યુલોસિસ તરીકે ઓળખાય છે.એટ્રાપલ્મોનરી ટીબીની સાથે પણ થઈ શકે છે.

કારણો:

જે લોકો સિલિકોસિસથી પીડાઈ રહ્યા છે તેમનામાં ક્ષય રોગ થવાનો ૩૦ ગણો ભય હોય છે. જે લોકો હિમોડાયાલિસીસ પર છે તેમનામાં ક્ષય રોગ થવાનું જાખમ સામાન્ય વ્યક્તિ કરતા ૧૦-૨૫% વધુ ચેપ છે. ડાયાબિટીસના દર્દીઓમાં સક્રિય ટીબી થવાનું જાખમ વધુ હોય છે. ઓછુ વજન પણ ક્ષય રોગના જાખમ સાથે સંકળાયેલું છે. ૧૮.૫ થી નીચે બી.એમ.આઈ. ૨-૩ ગણુ જાખમ વધારે છે.

અન્ય સ્થિતિઓ કે જે ક્ષય રોગનું જાખમ વધારે છે I/V ડ્રગ્સ નો વધુ પડતો ઉપયોગ, તાજેતરમાં ટીબીનો ચેપ લાગ્યા હોય અથવા ટીબીની આરોગ્ય સારવાર થઈ હોય તેવા ઈતિહાસ, અગાઉના ટીબીનું સૂચન કરતા હોય તેવા છાતીના એક્સ-રે કે જે લેઝન્સ અને નોબ્યુલ્સ દર્શાવે છે.

ચેપ ફેલાવવો:

પલ્મોનરી ટીબીના દર્દી જ્યારે ખાંસી ખાય છે, છીંક ખાય છે, બોલે છે ત્યારે તેઓ હવામા તરી શકે તેવા ૦.૫ થી ૫ વ્યાસવાળા નાના ટીપાઓ બહાર ફેંકે છે. આ પ્રત્યેક ટીપું બિમારીનું વહન કરી શકે છે .

રસીઓ:

BCG, Vaccine ૧૯૯૩માં ૧૭૨ દેશોના ૮૫ ટકા શિશુઓને બીસીજીની રસી અપાઈ હતી. આ ક્ષય રોગ માટેની સૌ પ્રથમ રસી હતી.

સ્ક્રિનીંગ

મેન્ટોક્સ ટ્યુબરક્યુલિન ત્વચા પરિક્ષણ ઉંચુ જાખમ ધરાવતા લોકોની નિયમિત તપાસ માટે કરવામાં આવે છે. ઈન્ટરફેરોનો-વાય રિલીઝ એસે એ કેટલીક ચેપી બિમારીના નિદાનમાં ઉપયોગમાં લેવાતા લોહીનું પરિક્ષણ છે. નિદાન માટે અત્યારે બે ઈન્ટરફેરોન-વાય રિલીઝ એસે ઉપલબ્ધ છે.

સારવાર

ક્ષય રોગની સારવારમાં બેક્ટેરિયાનો નાશ કરવા માટે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ક્ષય રોગની સારવારમાં વ્યાપકપણે વપરાતા બે એન્ટિબાયોટિક્સમાં (રિફામપિસિન અને આયસોનિયાઝીકનો) સમાવેશ થાય છે. ક્ષય રોગની સારવારમાં શરીરમાંથી માયક્રોબેક્ટેરીયાને સંપૂર્ણપણે દૂર કરવા માટે લાંબા ગાળાની (લગભગ ૬ થી ૨૫ મહિનાની) સારવાર આપવી પડે છે. ક્ષયની સારવાર છ મહિના અને નવ મહિનાની હોય છે. કેસની ગંભીરતાના આધારે MDR-TBની સારવાર 18-24 મહિનાની હોય છે.

ક્ષય રોગથી ભયભીત થવા કરતા સમયસર સારવાર મળી જાય એ માટે નજીકના DOTS સેન્ટરનો સંપર્ક કરવો જોઈએ. હાલ પણ ક્ષયની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે.

ક્ષય રોગનાં ચિહ્ નોમાં (Symptoms) લાંબા સમય સુધી ખાંસી, ગળફામાં લોહી પડવું, તાવ, રાત્રે પરસેવો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવાં ચિહ્ નોનો સમાવેશ થાય છે

ડો મનોજ સિંઘ, કન્સલ્ટન્ટ ચેસ્ટ એન્ડ ક્રિટીકલ કેર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate