অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અલ્ઝાઇમરનો રોગ

અલ્ઝાઇમર્સનો રોગ મગજ પર હુમલો કરે છે. આપણો સમાજ જેમ વૃદ્ધ બને છે તેમ આ રોગથી અસર પામેલા વ્યક્તિની સંખ્યા પણ વધી રહી છે. અલ્ઝ્હીમર્સના રોગમાં સમજશક્તિ ઓછી થવા માંડે, સ્મૃતિ ભ્રંશ થાય, આપણું વ્યક્તિત્વને બનાવતા મગજના કોષની બીમારીને લીધે વ્યક્તિવ બદલાય જાય છે. રોજના મૂળભૂત કાર્યો કરવાની અને જીવનનો આનંદ લેવાની ક્ષમતાનો નાશ થાય છે. આ રોગના કારણે વૃદ્ધ લોકો બીજા પર નિર્ભર થયી જાય છે. તેમની પાસેથી પ્રેમભાવ બતાવવાની અને અન્ય સાથે સહાનુભૂતિ બતાવવાની ક્ષમતા પણ જતી રહે, તેમના તર્ક અને યોજના કરવાની ક્ષમતા, તેમની સમય ની સમઝણ નાશ પામે છે. જોયું, સાંભળ્યું અને સ્પર્શ કરવાથી સંવેદનાથી સમઝણ મળે તે નાશ પામે છે.
અલ્ઝાઇમર્સ રોગ માટે કોઈ ઈલાજ નથી. અને તે કેમ થાય છે તેનું મૂળ કારણ જણાયું નથી.

અલ્ઝાઇમર્સ શું છે

આપણા મગજમાં ચેતાકોષો કહેવાતા ઘણા કોષો હોય છે. આ મજ્જાતંતુઓની સંકેતો નો આપ લે કરે છે. તેઓ આંખો, કાન નાક તથા બીજા જ્ઞાનતંતુ માંથી આવતી  જાણકારી નું વિશ્લેષણ કરે, અને તેની આપણને સમજણ આપે, અને તે માટે પ્રતિક્રિયા પણ કરાવે. સાથે તે આ બધાની યાદ પણ જાળવી રાખે છે.

અલ્ઝાઇમર્સ રોગમાં માં, પ્રોટીનના ગઠા (plaques) કોશિકાઓ વચ્ચે થાય છે, અને કોશની અંદર ગુચળા (tangles) વળે છે. અન કારણે  કોશિકાઓ વચ્ચે સંકેતો ધીમા થતા જાય છે, આખરે કોષો મૃત્યુ પામે છે. જેમ વધુ કોષો અસર થાય છે તેમ, મગજ સામાન્ય રીતે કાર્ય કરી શકતું નથી. સ્મૃતિ ઝાંખી થયી જાય છે,, નવું યાદ રહેતું નથી. તર્ક કરવાની તથા સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતા નાશ પામે છે. મગજમાં હિપ્પોકેમ્પસ પર જેમ અસર થાય છે તેમ, નવી યાદોને રચના થતી નથી. જેમ જેમ વધુ કોષો મૃત્યુ પામે છે, તેમ તેમ વધુ કાર્યો કરવાની કુશળતા ખોવાઈ જાય છે.

અલ્ઝાઇમર્સનો કોઈ ઇલાજ નથી, અને આ રોગ નું કારણ પણ જાણી શકાયુ નથી. અલ્ઝાઇમર્સ મોટા ભાગે ૬૫ વર્ષથી વધારે ઉમરની વ્યક્તિઓને થાય છે. જૂજ કિસ્સાઓમાં નાની ઉમરમાં પણ આવો રોગ થાય તેને Early Onset Dementia  કહેવાય છે. આ રોગને આગળ વધવામાં  થોડા અંશે વિલંબ થાય, અને તેના લક્ષણો ને કાબુમાં રાખવામાં  સહાય કરવા માટે અમુક દવાઓ છે. રોગને થથા તેના પથને જાણવાથી, તથા, વર્તન અને પર્યાવરણમાં ફેર લાવવાથી, રોગના  મેનેજમેન્ટમાં  મદદ મળી શકો છો.

અલ્ઝાઇમર્સના લક્ષણો

સમજશક્તિમાં ઘટાડો, (Mild Cognitive Impairment, or MCI) ,આ રોગનુ એક પ્રથમ ચિહ્ન હોઈ શકે છે. ભૂલકણાપણું, અતાર્કિક વર્તન, અને નાણાંકીય વ્યવહારમાં અક્ષમતા, એ રોગના પ્રારંભિક સંકેતો હોય શકે. લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે, અને કેટલાક લક્ષણો એક વ્યક્તિ માં પહેલાંજોવા મળે, અને બીજામાં પાછળથી. જો કે હંમેશા કુશળતા ઘટતી જાય છે, અને અંતે, એ વ્યક્તિ પથારીવશ બની, અને છેલ્લે મૃત્યુ પામે છે. ઘણી વાર મૃત્યુ ફેફસામાં પાણી જવાથી, એસ્પીરેશન ન્યુમોનિયા (aspiration pneumonia) થવાથી  થાય છે.

કેટલાક સામાન્ય લક્ષણો

 • યાદ ના રહેવું: સ્મૃતિભ્રંશ થાય. વસ્તુઓ ગમે ત્યાં મૂકી દેવી, અને પગલાં પાછા કરી, શોધવાની ક્ષમતા ના હોવી.
 • નાણાંના વ્યવહારમાં અક્ષમતા: બીલના સરવાળા, તથા નાની રકમોના હિસાબ માંડવામાં મુશ્કેલી
 • સમય ની સમજ ના હોઈ: બહાર જઈને તરતજ, ચાલો, ઘણું બેઠા કહી, ઘરે જવા માંડવું.
 • ભોજન વિષે ભૂલી જવું: ભોજન કર્યું છે તે યાદ રહે નહી. શું ખાધુ તે યાદ ના હોઈ.
 • નાના કામ પણ કરી ના શકવા. ઘરમાં વસ્તુઓ ઠેકાણે મુકવી નહી, સરળભોજન બનાવવામાં, સરખી રીતે જમવામાં તકલીફ
 • સ્થળો ભૂલી જવા: પરિચિત સ્થાનો અને રસ્તાઓ ઓળખાય નહી.  આના કારણે વ્યક્તી ઘણી વાર ખોવાય જાય છે.
 • લોકોના નામ ભૂલવા: પાછળના તબક્કામાં પોતાના બાળકો, ભાઈ બહેન અથવા પત્ની અને કુટુંબના સભ્યોના નામ પણ ભૂલી શકાય શકે.
 • વ્યક્તિગત સ્વચ્છતા: નાહવાનું ભૂલી જવું, અથવા ટાળવું. બાથરૂમ બરાબર જવામાં અક્ષમતા.
 • કોઈને મળવું નહી: વાતના કરવી અને ચુપ રહેવું: સામાજિક પ્રવૃત્તિઓ પીછેહઠ.
 • વાર્તાલાપ કરી ના શકવો: વાત કરી બીજાને ને પોતાની જરૂરિયાતો સમઝવવામાં અસમર્થ, પોતાને થતા દુખાવા તથા તકલીફ પણ કહી ના શકે.
 • મનોભાવમાં (મૂડ) ફેરફારો: ઠોસ કારણ વગર ગુસ્સો કરવો, રડવું આવે અથવા ઉદાસ થવું.
 • પુનરાવર્તન: એક નો એકજ પ્રશ્ન અથવા વાતનું પુનરાવર્તન વારંવાર કરવુ. ચાલયા કરવું, અને એક ની એક વસ્તુ કર્યા કરવી.

વર્તણૂંકના લક્ષણોનું નિયમન

અલ્ઝાઈમર્સ રોગ સ્મૃતિ ભ્રંશના રોગ તરીકે ઓળખાય છે. પરંતુ તેમાં વર્તણુકના અને માનસિક લક્ષણો પણ જોવા મળે છે. કદાચ બધામાં લક્ષણો જોવા ના મળે, પણ ઘણા વ્યક્તિઓમાં રોગના કારણે આવી અસર જોવા મળે છે. રોગના પહેલા તબક્કામાં ચીડિયાપણું, ગભરામણ અથવા હતાશા (ડિપ્રેશન) નો અનુભવ થાય, આગળ જતા વ્યક્તિમાં બીજા લક્ષણ આવે જેમ કે

 • અજંપો (બોલવામાં અથવા વર્તનમાં ઉશ્કેરાટ, ઉદાસીનતા, બેચેની, ચાલ ચાલ કરવું, કાગળ ફાડવો)
 • ઊંઘની તકલીફ,
 • ભ્રમ થવા અને અવાસ્તવિક વિચાર આવવા
 • અલ્ઝાઈમર્સ રોગના આવા વર્તણુકના લક્ષણના કારણે વ્યક્તિ અને પરિવારને સૌથી વધારે મુશ્કેલી અને પીડા થાય છે. આ લક્ષણો વ્યક્તિના જીવનની ગુણવત્તા પર વિપરીત અસર કરે છે.

અલ્ઝાઈમર્સમાં વર્તણૂંકના લક્ષણોનું અવલોકન

વર્તણૂકનાં લક્ષણોનું મુખ્ય કારણ મગજના કોશિકાઓનું વધતું જતું (પ્રગતિશીલ / progressive) નુકસાન છે. અન્ય માંદગી અને પર્યાવરણના પ્રભાવ સહિતના અન્ય મુદ્દા પણ ફાળો આપી ભૂમિકા ભજવી શકે છે. આમાંથી કેટલાક પરિબળો ને બદલી શકાય છે. વર્તણૂંકના લક્ષણ જોવા મળે તો વ્યક્તિનું સંપૂર્ણ તબીબી મૂલ્યાંકન થવું જોઈએ. યોગ્ય પગલાં લેવાથી લક્ષણ ઘણી વાર ઘટાડી શકાય છે અથવા તેને વધતાં અટકાવી શકાય છે.

કોઈ વાર શારીરિક સમસ્યા ના કારણે વિપરીત વર્તણુકના લક્ષણ ઊભા થઇ શકે, જેમ કે:

 • સંભાળ રાખવાની વ્યવસ્થામાં ફેરફાર
 • બીજા કોઈ સારવાર કારણસર હોસ્પિટલ જવું
 • પ્રવાસ
 • ઘરમાં મહેમાન ની ઉપસ્થિતિ
 • નહાવા અથવા કપડા બદલવા માટે કહેવામાં આવે
 • નવા ઘરમાં સ્થળાંતર
 • જરૂરિયાત અને ઈચ્છા વ્યક્ત કરવામાં મુશ્કેલી
 • ગૂંચવણ ભરેલી દુનિયાને સમજવાનો પ્રયાસ કરવાથી ભય અને માનસિક થાક

સારવારના વિકલ્પ

વર્તણૂંક લક્ષણો માટે બે મુખ્ય પ્રકારની સારવાર છે:

 • દવા વગરના પગલાં - આચરણ લક્ષી પદ્ધતિ
 • પ્રિસ્ક્રિપ્શન દવાઓ

દવા વગરના પગલાનો હંમેશા સૌ પ્રથમ પ્રયત્ન કરવો જોઇએ. તેમાં સફળતા મેળવવા માટે સામાન્ય રીતે નીચે પ્રમાણે ના નિયમ મદદરૂપ થાય છે.

 • શાંત વાતાવરણ બનાવવું
 • વર્તન કયા કારણથી થાય છે તે ઓળખવું અને પર્યાવરણ અનુકૂળ બને તેવા ફેરફાર કરવાનો પ્રયાસ કરવો
 • વ્યક્તિનો કોઈ દ્વેષભાવ નથી અથવા મુશ્કેલી ઊભી કરવાનો ઇરાદો નથી તે સમજવું
 • વ્યક્તિને ભૂખ, તરસ, લાગી નથી, મૂત્રાશય ભરાઈ ગયું નથી, અથવા કબજિયાત નથી તે તપાસવું.
 • ઘરમાં તાપમાન આરામદાયક રાખવું,, વધારે પડતો આંખ અંજાઈ જાય તેવો પ્રકાશ રાખવો નહી, અને ટેલીવિઝનના અથવા અન્ય મોટા અવાજનું નિયંત્રણ કરવું.
 • કસરત કરવા માટેની તક આપવી
 • દલીલ અથવા વાદ વિવાદ કરવાના બદલે વ્યક્તિનું ધ્યાન બીજી દિશામાં દોરવું
 • વાતાવરણ, કામકાજ અને દિનચર્યા સરળ બનાવવા
 • કાર્યો વચ્ચે પર્યાપ્ત આરામ માટેનો સમય ફાળવવો
 • વ્યક્તિને ને યાદ અપાવવા માટે વસ્તુઓ ઉપર લેબલ મારી મૂંઝવણ ઘટાડવી
 • દરવાજાને બરાબર તાળા મારી સલામતી વધારવી
 • આગનું જોખમ ઘટાડવા ધુમાડાના સૂચન કરનાર ફાયર અલાર્મ્સ લગાડવા અને ચુલા સગડી પાસે વ્યક્તિ નું ખાસ ધ્યાન રાખવું
 • રાત્રિના સમયે થોડા પ્રકાશનો ઉપયોગ કરી મૂંઝવણ અને બેચેની ઘટાડવી

જ્યારે વ્યક્તિ ઉશ્કેરાય જાય ત્યારે મદદરૂપ સૂચનાઓ

આટલું કરી શકો:

 • શાંત, હકારાત્મક ભાષા નો ઉપયોગ કરો
 • પીછે હઠ કરી, કામ કરવા માટે રજા માંગો
 • ભરોસો અપાવો
 • કાર્ય ધીમું કરો
 • અજવાળું વધારો
 • સરળ માર્ગદર્શન ની સાથે વિકલ્પ આપો
 • સુખદ ઘટનાઓ પર વધુ ધ્યાન આપો
 • સરળ કસરત કરવાના વિકલ્પ બતાવો
 • ઉત્તેજનાને મર્યાદિત કરવાનો પ્રયાસ કરો

આવું બોલી શકો:

 • શું હું તમને મદદ કરી શકું?
 • શું તમારી પાસે મારી મદદ કરવા માટે સમય છે?
 • તમે અહીં સુરક્ષિત છો.
 • બધું બરાબર છે.
 • હું માફી માંગુ છું.
 • તમારી ઉદાસી જોઇને હું દિલગીર છું
 • મને ખબર છે કે ઘણું મુશ્કેલ છે.
 • જ્યાં સુધી તમને સારું ના લાગે ત્યાં સુધી હું તમારી સાથે રહીશ.

આવું કરવું નહી:

 • ઊંચા અવાજે બોલવું
 • અચાનક હલનચલન કરવું
 • પોતાનો ગભરાટ બતાવવો અથવા વ્યક્તિનો વાંક કાઢવો
 • દબાણ લાવવું, એક સાથે ઘણા જણ પ્રશ્ન કરવા, અથવા અંકુશમાં રાખવું
 • માંગણી કરવી, જબરદસ્તી કરવી, અથવા મોઢામોઢ સામનો કરવો
 • ઉતાવળ કરાવવી અથવા ટીકા કરવી
 • અવગણના કરવી અથવા તકરાર કરવી
 • શરમાવવા અથવા નીચું બતાવવું

વર્તણૂકના લક્ષણોની સારવાર માટે દવાઓ

જ્યારે દવા વગરના ઉપચારથી કામ ના ચાલે ત્યારે દવાઓ આપવી જરૂરી થઈ શકે છે. ખાસ કરીને જ્યારે અતિશય લક્ષણો હોઈ, અથવા વ્યક્તિના વર્તનના કારણે તેમને પોતાને અથવા બીજી કોઈ વ્યક્તિને ઈજા અથવા નુકસાન થવાની શક્યતા હોઈ ત્યારે દવા જરૂરી બને છે. કેટલીક પરિસ્થિતિમાં દવાઓ અસરકારક હોઇ શકે છે, પરંતુ તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને તેની સાથે આચરણ લક્ષી પદ્ધતિ વાપરવામાં આવે ત્યારે તે વધુ અસરકારક થાય છે.

 • દવા ચોક્કસ તકલીફને લક્ષ્ય માં રાખી આપવી જોઈએ જેથી તેની અસરનું નિરીક્ષણ કરી શકાય.
 • સામાન્ય રીતે, એક દવાની ઓછી માત્રા સાથે શરૂ કરવાનું શ્રેષ્ઠ છે
 • એક તકલીફની અસરકારક સારવાર થાય તો અન્ય તકલીફો માં રાહત મદદ કરી શકે છે ઉદાહરણ તરીકે, કેટલાક એન્ટીડિપ્રેસન્ટ્સ પણ લોકોને વધુ સારી રીતે ઊંઘમાં મદદ કરી શકે છે.

દવાની પસંદગી ઘણા પરિબળો પર આધારિત છે. તેમાં ખાસ કરીને ડિમેન્શિયાનું મૂળભૂત કારણ, વ્યક્તિના લક્ષણ, રહેવાની વ્યવસ્થા અને બીજી માંદગીનો સમાવેશ થાય છે.

દવાઓનો વિચાર કરતી વખતે, તે સમજવું અગત્યનું છે કે વર્તણૂંક અને માનસિક ડિમેન્શિયાના વર્તણુકના તથા સાઇકિયાટ્રિક લક્ષણોની સારવાર માટે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (U.S. Food and Drug Administration) દ્વારા કોઈ દવાઓ ખાસ કરીને મંજૂર નથી. અહીં ચર્ચા કરાયેલા ઘણા ઉદાહરણો "બંધ લેબલ" (off label) ઉપયોગના છે, એક પ્રથા જેમાં એક ફિઝિશિયન એવા હેતુ માટે ડ્રગ આપે છે, જેના માટે તે માન્ય કરવામાં આવ્યું નથી.

ઉદાસીનતા અને ચીડિયાપણું માટેની નીચે પ્રમાણે એન્ટીડિપ્રેસન્ટ (antidepressant) દવાઓનો સમાવેશ થાય છે:

 • Citalopram (Celexa)
 • Fluoxetine (Prozac)
 • Paroxetine (Paxil)
 • Sertraline (Zoloft)
 • Trazodone (Desyrel)

 

એન્ટિસાઈકોટિક (antipsychotic) દવાઓ ભ્રમ, ખોટા વહેમ, આક્રમકતા, આવેશ અને અસહકાર માટે આપવામાં આવે છે, જેમાં નીચે પ્રમાણે દવાઓ હોય છે:

 • Aripiprazole (Abilify)
 • Olanzapine (Zyprexa)
 • Quetiapine (Seroquel)
 • Risperidone (Risperdal)
 • Ziprasidone (Geodon)
 • Haloperidol (Haldol)

એન્ટિસાઈકોટિક દવાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય અત્યંત સાવધાની સાથે લેવો જરૂરી છે. તાજેતરના સંશોધન દર્શાવે છે કે આ દવાઓ ડિમેન્શિયા વાળી વૃદ્ધ વ્યક્તિઓમાં સ્ટ્રોક અને મૃત્યુના જોખમ સાથે સંકળાયેલ છે. એફડીએની (FDA) આ જોખમ વિષે "બ્લેક બોક્સ" ચેતવણી આપવામાં આવી છે અને એક નોંધ કરી છે કે આ ઔષધો ડિમેન્શિયાના લક્ષણના ઉપાય માટે નથી.

અસરકારકતા વધારવા માટે:

ધ્યાનથી દવાની પસંદગી કરવી, તેનો ઉપયોગ કેટલો સમય કરવો અને વ્યક્તિના ક્યા લક્ષણો અને સંજોગોમાં તે બંધ કરવી એ નક્કી કરવું.

વ્યક્તિના ડિમેન્શિયાના મૂળ કારણોનો વિચાર કરવો. દાખલા તરીકે, લેવી બોડીઝ (ડીએલબી) સાથેના ડિમેન્શિયા (Dementia with Lewy bodies) ધરાવતા દર્દીઓ માટે સામાન્ય રીતે એન્ટિસાઈકોટિક દવાઓ લેવાની સલાહ આપવામાં આવતી નથી.

ચિંતિત અને અસ્વસ્થ, બેચેની, બૂમબરાડા અને સારવારનો વિરોધ વાળું વર્તન હોઈ તો એન્ટી-એન્કઝાયટી  (Anti-anxiety)  દવાઓ નીચે પ્રમાણે છે.

ઉગ્ર અતિશય લક્ષણોની ટૂંકા ગાળાની સારવાર માટે:

 • Lorazepam (Ativan)
 • Oxazepam (Serax)

લાંબા ગાળાની સારવાર માટે:એન્ટીડિપ્રેસન્ટ્સ (Antidepressants) ઉપયોગી હોઈ શકે છે

ઊંઘની સમસ્યાઓ માટે દવાઓ:કેટલાક દવાઓ ખાસ કરીને "ઊંઘની ગોળીઓ" તરીકે એફડીએ દ્વારા મંજૂર કરવામાં આવે છે. મોટા ભાગના ડૉક્ટર ડિમેન્શિયા વાળા વૃદ્ધ વ્યક્તિ માટે "ઊંઘની ગોળીઓ" લખી આપવાનું ટાળતા હોઈ છે. આવી વ્યક્તિમાં આ દવાઓના કારણે કોઈ વાર ઝાડા/પેશાબ પરનું નિયંત્રણ ના રહે, સંતુલન ગુમાવી પડી જવાય, ઉશ્કેરાટ વધી જાય, અને અન્ય ગંભીર આડ અસરો થઈ શકે છે.  ઘણી વાર ઉપયોગમાં લેવાતો એક વિકલ્પ છે Trazodone (Desyrel), જે એન્ટીડિપ્રેસન્ટ છે અને જેનાથી ઘેન આવે છે. એન્ટિ-એન્કઝાયટી દવાઓનો પણ ઉપયોગ થાય છે.

વધુમાં, ચિકિત્સકો ભલામણ કરે છે કે ડિમેન્શિયા ધરાવતા લોકો ઓવર ધ કાઉન્ટર (OTC) (દુકાનમાં પ્રિસ્ક્રિપ્શન વગર મળતી) ઊંઘવાની દવાઓ થી દુર રહેવું જોઈએ. આવી ઘણી દવાઓમાં એક ઘટક ડિફેનહાઇડ્રેમિન (બેનાડ્રીલ) diphenhydramine (Benadryl) છે, જે એન્ટીહિસ્ટામીન (antihistamine) છે. અને જેનાથી ઘેન આવે છે. ડિફેનહાઇડ્રેમિન માં એન્ટિકોલીનર્જીક (anticholinergic) અસરો છે, જે અલ્ઝાઈમર્સ રોગથી નુકસાન પામેલા કોષ વચ્ચેના સંદેશ-વ્યવહારને વધુ હાનિ પહોંચાડે છે.

લેવી ના જોઈએ તેવી ઓવર ધ કાઉન્ટર ઊંઘવાની દવાઓના ઉદાહરણો નીચે પ્રમાણે છે.

 • Compoz
 • Nytol
 • Sominex
 • Unisom

દુઃખાવાથી રાહત માટેની અને શરદી અને સાઇન માટેની ખાસ રાત્રિ માં લેવાની દવાઓ

એન્ટિકોલીનર્જીક દવાઓની સંપૂર્ણ યાદી જુઓ : સંભાળ રાખનારાઓ અલ્ઝાઈમર્સ અને ડિમેન્શિયા કેરગીવર વિભાગમાં અને રોગના તબક્કા અને વર્તણુંક વિભાગમાં વધારે જાણી શકે છે.

આ લેખ alz.org પર થી પરવાનગી સાથે અંગ્રેજી માંથી અનુવાદ કરવામાં આવેલ છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/2/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate