તબીબી શબ્દો અને ટૂંકા શબ્દોની સમજ
એ.સી.ઈ.આઈ.
|
: એન્જીયોટેન્સિન કન્વરટીંગ એન્ઝાઈમ ઈનહિબિટર્સ
|
એ.જી.ઈન.
|
: એક્યુટ ગ્લોમેરુલોનેફરાઈટીસ
|
એ.આર.બી.
|
: એન્જિઓટેન્સીન રીસેપ્ટર બ્લોકર
|
એ.આર.એફ.
|
: એક્યુટ રીનલ (કિડની) ફેલ્યર
|
એ.વી.ફિસ્ચ્યુલા
|
: આરટેરિયો વિનસ ફિસ્ચ્યુલા
|
બી.પી.એચ.
|
: બીનાઈન પ્રોસટેટીક હાઈપરટ્રોફી
|
સી.એ.પી.ડી.
|
: કન્ટીન્યુઅસ એમ્બ્યુલેટરી પેર્રીટોનીયલ ડાયાલિસિસ
|
સી.સી.પી.ડી.
|
: કન્ટીન્યુઅસ સાયકલીક પેર્રીટોનીયલ ડાયાલિસિસ
|
સી.આર.એફ.
|
: ક્રોનિક રીનલ (કિડની) ફેલ્યર
|
એચ.ડી.
|
: હિમોડાયાલિસિસ
|
આઈ.ડી.ડી.એમ.
|
: ઇન્સ્યુલીન ડિપેન્ડન્ટ ડાયાલિસિસ મલાઈટસ
|
આઈ.જે.વી.
|
: ઇન્ટરનલ જુગુલર વેઇન.
|
આઈ.પી.ડી.
|
: ઇન્ટરમીટન્ટ પેર્રીટોનીયલ ડાયાલિસિસ
|
આઈ.વી.પી.
|
: ઇન્ટ્રાવિનસ પાઈલોગ્રાફી
|
એમ.સી.યુ.
|
: મિક્ચ્યુરેટિંગ સિસ્ટો યુરેથોગ્રામ
|
એન.આઈ.ડી.ડી.એમ.
|
: નોન ઇન્સ્યુલીન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઈટસ
|
પી.સી.ઈન.એલ.
|
: પર્ક્યુટેનસ નેફ્રોલીથોટોમી
|
પી.ડી.
|
: પેરીટોનિયલ ડાયાલિસિસ
|
પી.કે.ડી.
|
: પોલિસિસ્ટીક કિડની ડીસિઝ
|
પી.એસ.એ.
|
: પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન
|
પી.યુ.જે. ઓબ્સ્ત્ટ્રેકશન
|
: પેલ્વી યુરેટરીક જંકશન ઓબ્સ્ત્રક્ષણ ઓફ પ્રોસ્ટેટ
|
ટી.બી.
|
: ટ્યુબરક્યુલોસીસ.
|
તી.યુ.આર.પી.
|
: ટ્રાન્સયુરેથ્રલ રિલેકશન ઓફ પ્રોસ્ટેટ.
|
યુ.તી.આઈ
|
: યુરીનરી ટ્રેકટ ઇન્ફેકશન
|
વી.યુ.આર.
|
: વસાઈકો યુરેટરિક રેફ્લક્સ
|
- એનીમિયા(Anemia) :
લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટી જવું. આ કારણે નબળાઈ લાગે, થાક લાગે, થોડું કામ કરવાથી શ્વાસ ચડી જાય વગેરે તકલીફ જોવા મળે છે.
- એરીથ્રોપોયેટિન :
એરોથ્રોપોયેટિન એ રક્તકણોના ઉત્પાદન માટે જવાબદાર પદાર્થ છે.આ પદાર્થ કિડનીમાં ઉત્પન્ન થાય છે. કિડની ફેલ્યરના દર્દીઓમાં એરોથ્રોપોયેટિનનું ઉત્પાદન ઘટવાને કારણે હાડકાનાં પોલાણમાં રક્તકણોનું ઉત્પાદન પણ ઘટે છે, જેથી એનીમિયા થાય છે.
- એ.વી.ફીસ્ચ્યુલા (Arterio Venous Fistula) :
ઓપરેશન દ્વારા કૃત્રિમ રીતે ધમની અને શિરાનું કરેલું જોડાણ. ધમનીમાંથી દબાણ સાથે વધુ લોહી આવતા થોડાં અઠવાડિયા બાદ શિરા ફૂલી જ્યાં છે અને તેમાં વહન થતાં લોહીનું પ્રમાણ વધી જાય છે. આ ફૂલેલી શિરામાં ખાસ જાતની જડી સોય મૂકી હિમોડાયાલિસિસ માટે લીહી મેળવવામાં આવે છે.
- બ્લડપ્રેશર(બી.પી.– Blood Pressure) :
લોહીનું દબાણ
- બી.પી.એચ. (Benign Prostatic Hypertrophy):
મોટી ઉમંરે પુરુષોમાં પ્રોસ્ટેટનું કદ વધવાને લીધે પેશાબ ઉતરવામાં થતી તકલીફ.
- કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન :
બ્રેઈન ડેથ થયું હોય તેવી વ્યક્તિની એક તંદુરસ્ત કિડની મેળવી કરવામાં આવતું કિડનીટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપરેશન.
- કેલ્શિયમ:
શરીરમાં હાડકાં, સ્નાયુ અને જ્ઞાનતંતુની તંદુરસ્તી અને યોગ્ય કામગીરી માટે મહત્વનો ભાગ ભજવતું ખનીજ તત્વ, જે મુખ્યત્વે દૂધ અને દૂધની બનાવટમાંથી મળે છે.
- ક્રીએટીનીન અને યુરિયા :
ક્રીએટીનીન અને યુરીયા શરીરમાં નાઈટ્રોજન મેટાબોલિઝમમાંથી બનતા બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થ(કચરો) છે, જેનો નિકાલ કિડની દ્વારા થાય છે. સામાન્ય રીતે લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ ૦.૮ થી ૧.૪ મી.ગ્રા.% અને યુરિયાનું પ્રમાણ ૨૦થી ૪૦ મી.ગ્રા.% હોય છે. કિડનીફેલ્યરમાં તેમાં વધારો થાય છે.
- સિસ્ટોસ્કોપી (Cystoscopy) :
ખાસ જાતના દૂરબીન (Cystoscope) ની મદદથી મૂત્રાશયના અંદરના ભાગની તપાસ.
- ડાયાલાઈઝર :
હિમોડાયાલિસિસની પ્રક્રિયામાં લોહીના શુદ્ધિકરણનું કામ કરતી, કૃત્રિમ કિડની.
- ડાયાલિસિસ :
કિડની કામ ન કરતી હોય તેવા સંજોગોમાં કિડનીના કામના વિકલ્પ રૂપે, શરીરમાંથી બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો અને પ્રવાહી દૂર કરવાની કૃત્રિમ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે.
- ડબલ લ્યુમેન કેથેટર(ડી.એલ.સી.) :
જ્યારે તાત્કાલિક હિમોડાયાલિસિસ કરવાની જરૂર હોય ત્યારે શરીરમાંથી લોહી બહાર કાઢવા માટે વપરાતું કેથેટર. અંદરથી કેથેટરના બે ભાગ હોય છે, એક ભાગ લોહી બહાર લાવવામાં અને બીજો ભાગ શુદ્ધિકરણ બાદ લોહી અંદર પાછુંમોક્લવા માટે વપરાય છે.
- ઇલેક્ટ્રોલાઈટસ :
લોહીમાં આવેલાં ક્ષાર તત્વો જેમ કે સોડીયમ, પોટેશિયમ, ક્લોરીઇડ વગેરે. આ તત્વોનું લોહીમાં સામાન્ય પ્રમાણ લોહીના દબાણ, સ્નાયુ, જ્ઞાનતંતુ વગેરેની યોગ્ય કામગીરી જાળવી રાખવામાંમદદ કરે છે.
- ફિમોરલ વેઇન(Femoral Vein) :
પગમાંથી લોહીનું વહન કરતી સાથળમાં આવેલી મોટી શિરા. આ શિરામાં ડબલ લ્યુમેન કેથેટર મૂકી હિમોડાયાલિસિસ માટે લોહી મેળવવામાં આવે છે.
- ફીસ્ચ્યુલા નિડલ :
હિમોડાયાલિસિસ માટે લોહી મેળવવા ફૂલેલી શિરા(એ.વી.ફીસ્ચ્યુલા) માંમૂકવામાં આવતી ખાસ જાતની જાડી સોય.
- ગ્લોમેરૂલોનેફાઈટિસ :
આ પ્રકારના કિડનીના રોગમાં સામાન્ય રીતે સીજા, લોહીના દબાણમાં વધારો, પેશાબમાં પ્રોટીન અનર રક્તકણની હાજરી અને કેટલીક વખત કિડની ફેલ્યર જોવા મળે છે.
- હિમીડાયાલિસિસ (એચ.ડી.)- લોહીનું ડાયાલિસિસ :
હિમોડાયાલિસિસ મશીનની મદદ વડે, કૃત્રિમ કિડની(ડાયાલાઈઝર) માં લોહીનું શુદ્ધિકરણ કરવાનીપદ્ધતિ.
- હિમોગ્લોબીન:
હિમોગ્લોબીન રક્તકણમાં આવેલો પદાર્થ છે. તેનુંકાર્ય શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું છે. લોહીની તપાસથી હિમોગ્લોબીનનું પ્રમાણ જાણી શકાય છે. લોહીમાં હિમોગ્લોબીન ઘટવાને કારણે થતી બીમારીને એનીમિયા કહે છે.
- હાઈપરટેન્શન :
લોહીનું ઊંચું દબાણ.
- ઈમ્યુનો સપ્રેસંટ દવાઓ (Immuno Seppresant Drugs) :
કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ હમેશા લેવી જરૂરી એવી ખાસ પ્રકારની દવાઓ.આ દવાઓ શરીર ની પ્રતિકારક શક્તિ પર પસંદગીપૂર્વક અસર કરી કિડની રીજેકશનની શક્યતા ઘટાડે છે,પરંતુ રોગ સામે લડવાની શક્તિ જાળવી રાખે છે.આ પ્રકારની દવાઓમાં પ્રેડનીસોલોન,સાય્ક્લોસ્પોરીન,એઝાથાયોપ્રીમ એમ.એમ.એફ વગેરેનો સમાવેશ થાય છે.
- ઇન્ટ્રાવિનસ પાયલોગ્રાફી(આઈ.વી.પી.) :
કિડનીના ખાસ પ્રકારના એક્સ-રે ની તપાસ . આ તપાસ આયોડીન ધરાવતી દવા (ડાઈ) નું ઇન્જેક્શન આપી કરવામાં આવે છે.આ પ્રકારના પેટના એક્સ-રે ની તપાસમાં ડાઈ કિડનીમાંથી મુત્રવાહીનીમાં થઇમૂત્રાશયમાં જતી જોવા મળે છે.આ તપાસ કિડની ની કાર્યક્ષમતા અને મુત્રમાર્ગની રચના વિશે માહિતી આપે છે.
- જુગ્યુલર વેઇન (I.J.V. – Internal Jugular Vein) :
માથા અને ગળાના ભાગમાંથી લોહીનું વહન કરતી મોટી શીરા જે ગળામાં, ખભાની ઉપરના ભાગમાં આવેલી છે.આ શીરામાં ડબલ લ્યુંમેન કેથેટર મૂકી હિમોડાયાલિસિસ માટે લોહી મેળવવામાં આવે છે.
- કિડની બાયોપ્સી :
નિદાન માટે કિડનીમાંથી સોય વડે પાતળા દોર જેવો ભાગ લઇ તેની માઈક્રોસ્કોપ દ્વારા કરવામાં આવતી તપાસ.
- કિડની ફેલ્યર :
કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થાઓ.લોહીમાં ક્રેઇએતિનિન અને યુરિયાના પ્રમાણ માં વધારો કિડની ફેલ્યર સૂચવે છે.
- એક્યુટ કિડની ફેલ્યર :
સામાન્ય રીતે કામ કરતી કિડનીના ટૂંકા સમયમાં બંધ થઇ જવું.આ પ્રકારે બગડેલી કિડની ફરીથી સંપૂર્ણ રીતે કામ કરતી થઇ શકે છે.
- ક્રોનિક કિડની ફેલ્યર :
ધીમેં ધીમે, લાંબા ગાળે, ફરીથી સુધરી નાશાકે તે પ્રકારે કિડનીની કાર્યક્ષમતા માં થતો ઘટાડો.
- કિડની રીજેકશન :
કિડની ટ્રાન્સપ્લાન્ટેશનબાદ ની પ્રતિકારક શક્તિને કારણે થતા નુકશાનથી,નવી મુકેલી કિડની નું બગડવું.
- કિડની ટ્રાન્સપ્લાન્ટેશન:
ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીમાં અન્ય વ્યક્તિમાંથી મેળવેલી એક તંદુરસ્ત કિડની મુકવાનું ઓપરેશન.
- લીથ્રોતટ્રેપસી (F.S.E.L.)
ઓપરેશન વગર સારવારની આધુનિક પધ્ધતિ .આ સારવારમાં મશીન દ્વારા ઉત્તપન થયેલા શક્તિશાળી મોજા પથરીનો ભૂકો કરે છે.આ ભૂકો પેશાબ દ્વારા નીકળી જાય છે.
- માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા:
પેશાબમાં ખુબજ ઓછા પ્રમાણમાં જતા આલ્બ્યુંમીનના નિદાન માટેની તપાસ.આ તપાસ ડાયાબિટીસને લીધે કિડનીને થતા નુકસાનના વહેલા નિદાન માટે વપરાય છે.
- એમ.સી.યુ. (Micturating Cysto Urethrogram) :
ખાસ જાતની આયોડિન ધરાવતી ડાઇને કેથેટર દ્વારા મૂત્રાશયમાં ભર્યા બાદ,પેશાબ કરવાની પ્રક્રિયા દરમ્યાન મુત્રમાર્ગના એક્સરેની તપાસ.
- નેફ્રોલોજીસ્ટ :
કિડની નિષ્ણાંત ફીઝીશ્યન.
- નેફ્રોન:
કિડનીમાં આવેલ બારીક ફિલ્ટર જેવો ભાગજ લોહીનું શુદ્ધિકરણ કરી પેશાબ બનાવે છે . દરેક કિડનીમાં આવા લગભગ ૧૦ લાખ નેફ્રોન હોય છે.
- નેફ્રોતિક સિન્ડ્રોમ :
મુખ્યતવે બાળકોમાં જોવા મળતો કિડનીનો રોગ જેમાં પેશાબમાં પ્રોટીન જવાને કારણે શરીર માં પ્રોટીન ઘટી જાય છેઅને સોજા જોવા મળે છે.
- પી.યુ.જે. ઓબસ્ત્ત્રક્ષણ :
કિડની અને મુત્રવાહીનીને જોડતા ભાગ સંકોચાઈ જાય તે પ્રકારની જન્મજાત ક્ષતિ,આ પ્રકારે પેશાબનો રસ્તો અવરોધતા કિડની ફૂલી જાય છે.
- પેરિટોનીઅલ ડાયાલિસિસ (પી.ડી.) – પેટનું ડાયાલિસિસ :
પેટમાં ઘણા છિદ્રો ધરાવતું ખાસ કેથેટર મૂકી , ખાસ પ્રકારના પ્રવાહી (પી.ડી. ફ્લ્યુડ)ની મદદથી , શરીરમાંથી કચરો દુર કરવાની , શુદ્ધિકરણ પ્રક્રિયા.
- ફોસ્ફરસ :
શરીરમાં આવેલું અગત્યનું ખનીજ તત્વ , જે હાડકા અને દાંત ના બંધારણ માં ભાગ ભજવે છે.આ તત્વ મુખ્યતવે દૂધ,ધન્ય,કઠોળ,ઈંડા,માંસ,વગેરે ખોરાક લેવાથી મળે છે.
- પોલીસ્તીક્સ કિડની ડીસિઝ (પી.કી.ડી.)
સૌથી વધુ મળતો વારસાગત કિડનીનો રોગ , આ રોગમાં બને કિડનીમાં ઘણા સિસ્ટ જોવા મળે છે.અને કિડનીનું કદ વધે છે.પી.કે.ડી.ને કારણે ઉમર વધવા સાથે લોહીના દબાણમાં વધારો અને કિડની ફેલ્યર થઇ શકે છે.
- પોટેશિયમ :
આ ખનીજ તત્વનું લોહીમાં સામાન્ય પ્રમાણ સ્નાયુની યોગ્ય કામગીરી તથા હ્રદય ના યોગ્ય રીતે ધબકવા માટે જરૂરી છે.ફળો,ફળોના રસો ,નારીયેલ પાણી,સુકામેવા વગેરેમાં પોટેશિયમ નું પ્રમાણ વધારે હોય છે.
- પ્રોટીન :
ખોરાકના મુખ્ય પોષક તત્વોમાં પ્રોટીન ,કાર્બોહાઇદ્રેત અને ફેટ(ચરબી) નો સમાવેશ થાય છે.પ્રોટીન શરીર ના બંધારણ ,વિકાસ અને સ્નાયુના બંધારણમાં ઓ ભાગ ભજવે છે.
- રીનલ આર્ટરી (Renal Artery):
કિડનીને લોહી પહોચાડતી ધમની.
- સેમીપરમીએબલ :
ગરણી જેવું કાર્ય જે ફક્ત નાના કણોને પસાર થવા દે છે પરંતુ તેમાંથી મોટા કણો પસાર થઇ શકતા નથી.
- સેપ્તીસેમીયા (Septicemia):
લોહીમાં ચેપની ગંભીર અસર.
- સોડીયમ :
સોડીયમ શરીરમાં પ્રવાહી અને લોહીના દબાણના નિયમનમાં મહત્વનો ભાગ ભજવતું ખનીજ તત્વ છે.મીઠું તે સોડીયમ ધરાવતો સૌથી વધુ વપરાતો પદાર્થ છે.
- સોનોગ્રાફી :
અવાજના મોજાની મદદ થી કરવામાં આવતી તપાસ.આ તપાસ કિડનીના કદ,રચના ,સ્થાન તથા કિડનીના માર્ગમાં અવરોધ,પથરી કે ગાંઠ વિશે અગત્યની માહિતી આપે છે.
- સબક્લેવિયન વેઇન (Subclavian Vein) :
હાથ અને છાતીના ઉપર ના ભાગમાંથી લોહીનું વહન કરતી મોટી શિરા,આ શીરા ખભાના ભાગમાં હાંસડીની પાછળ આવેલી હોય છે.આ શીરામાં ડબલ લ્યુંમેન કેથેટર મૂકી હીમોડાયાલિસિસ કરવામાં આવે છે.
- ટી.યુ.આર.પી.:
મોટી ઉમરે પ્રોસ્ટેટ નું કદ વધવાને કારણે થતી તકલીફ (બી.પી.એચ.) ની ઓપરેશન વગર , દૂરબીનની મદદ થી કરવામાં આવતી સારવારની પધ્ધતિ.
- યુરોલોજીસ્ટ :
કિડની નિષ્ણાંત સર્જન.
- વી.યુ.આર.(Vesico Ureteric Reflux) :
મૂત્રાશય અને મુત્રવાહીની વચ્ચે આવેલા વાલ્વના કાર્યમાં જન્મજાત ક્ષતિ,વી.યુ.આર.ને લીધે પેશાબ મૂત્રાશયમાંથી ઉંધી તરફ મુત્રવાહીની જાય વી.યુ.આર બાળકોમાં મુત્રમાર્ગના ચેપ,લોહીના ઊંચા દબાણ અને કિડની ફેલ્યરનું મહત્વ કારણ છે.
સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/27/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.