કિડનીના રોગોના મુખ્ય ચિન્હો
- આંખ પર સવારે સોજા આવવા. મો અને પગ પર સોજા આવવા.
- ભૂખ ઓછી લાગવી, ઊલટી-ઊબકા થવા.
- નાની ઉમરે લોહીનું ઊચું દબાણ હોવું.
- નબળાઈ આવવી, જલ્દી થાક લાગવો, લોહીમાં ફિક્કાશ હોવી.
- પેશાબ ઓછો આવવો, બળતરા થવી, લોહી કે પરું આવવું.
- પેશાબ ઊતરવામાં તકલીફ થવી, પેટમાં દુઃખાવો થવો. જો કોઈ વ્યક્તિને ઉપર મુજબના ચિન્હો હોય તો વહેલાસર ડોકટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે.
કિડનીના રોગો અટકાવવાના ઉપાયો
- તંદુરસ્ત વ્યક્તિએ રોજ ૩ લિટર (૧૦-૧૨ ગ્લાસ) થી વધુ પાણી પીવું.
- ૪૦ વર્ષની ઉમર બાદ રૂટીન હેલ્થ ચેકઅપ કરાવવું.
- ડોકટરોની સલાહ વગર દવાઓ (ખાસ કરીને પીડાશામક) ન લેવી.
- કુટુંબમાં વારસાગત રોગ (ડાયાબીટીસ, લોહીનું દબાણ, પોલીસિસ્ટીક કિડની ડીસીઝ) હોય તો, અન્ય સભ્યોએ વહેલી તપાસ કરાવવી.
- ડાયાબીટીસ અને લોહીના દબાણના દર્દીઓએ નિયમિત તપાસ અને સારવાર દ્વારા રોગને યોગ્ય રીતે કાબુમાં રાખવો.
- કિડનીના રોગોના ચિન્હો જોવા મળે ત્યારે વહેલાસર ડોકટર દ્વારા તપાસ કરાવવી. નિદાન બાદ નિયમિત દવા લેવી.
- પથરી, પેશાબનો ચપ, મોટી ઉમરે પુરુષોમાં બી.પી.એચ. ની તકલીગ વગેરે માટે યોગ્ય તપાસ તથા સમયસર સારવાર લેવી.
સ્ત્રોત:
કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.