હોમ પેજ / આરોગ્ય / નીતિઓ અને યોજનાઓ / રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

રાષ્ટ્રિ ય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

અ.નં.

વિગતો

યોજનાનું નામ / પ્રકાર

:

રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ

(૧)

રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

(૨)

પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે.

(૩)

વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે.

-          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ

-          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા

-          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત

યોજના અંતર્ગત સહાય/લાભ

(૧)

રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

(ર)

પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રોસેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વર્ષમાં બે વાર વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે.

(૩)

વિકૃતિ ધરાવતા રકતપિત્તગ્રસ્‍તોને વિકૃતિ દૂર કરવા માટે રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય સેન્‍ટર ખાતે  કરાવી આપવામાં આવે છે. આ માન્ય સેન્ટર ખાતે  મેજર રીકન્સ્ટ્રકટીવ સર્જરી કરાવનાર રકતપિત્તગ્રસ્તને  રૂ.૮૦૦૦/- તેમજ રીકન્સ્ટ્રકટીવ સર્જરી કરી આપનાર માન્ય સેન્‍ટરને મેજર સર્જરી દીઠ રૂ.૫૦૦૦/- ચુકવવામાં આવે છે.

(૪)

રકતપિત્તગ્રસ્‍તોને રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્‍યારથી હોસ્‍પિટલમાંથી ડીસચાર્જ થાય ત્‍યાં સુધી વેજલોસ દૈનિક રૂ.૫૦/- મહત્તમ ૨૦ દિવસ સુધી ચુકવવાની જોગવાઇ છે.

(પ)

સ્‍વૈ.સંસ્‍થાઓ સંચાલિત ૨ હોસ્‍પિટલોને દર્દીની સંખ્યા મુજબ પથારીદીઠ રૂ.૭૫/-લેખે  આર્થિક સહાય ચુકવવામાં આવે છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્‍દ્વતિ

(૧)

માઇક્રોસેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખાઃ-

એમ.સી.આર. પગરખા મેળવવા માટે પગમાં બધીરતાં ધરાવતાં રકતપિત્તગ્રસ્‍તને કોઇ આધાર પુરાવાની જરૂર રહેતી નથી.

(ર)

રીકન્સ્ટ્રકટીવ સર્જરી (આર.સી.એસ.)ઃ-

મેજર રીકન્સ્ટ્રકટીવ સર્જરી કરાવનાર રકતપિત્તગ્રસ્તને  ભારત સરકાર દ્વારા માન્ય કરેલ સંસ્‍થાઓમાં ઓપરેશન કરાવેલ છે તેનો દસ્‍તાવેજી પુરાવો (૧)એસ.એસ.જી.હોસ્‍પિટલ, વડોદરા (ર)નવી સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ. (૩) સીવીલ હોસ્પિટલ, સુરત પૈકી એકનો રજુ કરવાનો રહેશે.

યોજના નો લાભ કયાંથી મળશે.

(૧)

માઇક્રોસેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખાઃ-

જીલ્‍લા રકતપિત્ત અધિકારી/જીલ્‍લા ક્ષય અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે.

(ર)

રીકન્સ્ટ્રકટીવ સર્જરી (આર.સી.એસ.):-

જીલ્‍લા રકતપિત્ત અધિકારી /જીલ્‍લા ક્ષય અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિનામૂલ્યે કરાવી આપવામાં આવે છે.

(૩)

બહુઔષધિય સારવાર (એમ.ડી.ટી.):-

તમામ પી.એચ.સી./સી.એચ.સી., જનરલ હોસ્‍પિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

2.86363636364
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top