વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મિશન બલમ્ સુખમ્

આ વિભાગમાં મિશન બલમ્ સુખમ્ (ગુજરાત સ્ટેાટ ન્યુબટ્રીશન મિશન) વિશેની માહિતી આપેલ છે

અનુ

વિગતો

યોજનાનું નામ/પ્રકાર

મિશન બલમ્ સુખમ્ (ગુજરાત સ્‍ટેટ ન્‍યુટ્રીશન મિશન)

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

૦ – 5 વર્ષ સુધીનાં તમામ કુપોષિત અને અતિકુપોષિત બાળકો

યોજના અંતર્ગત સહાય/લાભ

આ યોજના અંતર્ગત ૦ - પ વર્ષનાં કુપોષિત તથા અતિકુપોષિત બાળકોને ક્ષેત્રીય તથા સંસ્થા ખાતે સારવાર આપવામાં આવે છે. હાલમાં આ કામગીરી આંતર વિભાગીય સંકલન દ્વારા થતી હોઇ ક્ષેત્રીય કક્ષાએ WCD-ICDS વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ ‘‘ ધનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્ર (Intensive Nutrition Campaign Center)’’ અંતર્ગત બિમાર ન હોય તેવા કુપોષિત બાળકોને આંગણવાડી ખાતે માવજત કરવામાં આવે છે, તથા બિમાર કુપોષિત અને અતિકુપોષિત બાળકોને આરોગ્ય સંસ્થા ખાતે કાર્યરત બાળ સેવા કેન્‍દ્ર (CMTC) અને બાળ સંજીવની કેન્‍દ્ર(NRC) ખાતે  તબીબી સારવાર અને પોષણ પુનવર્સન અર્થે મોકલવામાં આવે છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

આંગણવાડી કાર્યકર અને આશા ગામના તમામ બાળકોની નોંધણી કરીયાદી બનાવશે.

ત્‍યાર બાદ એ.એન.એમ. આ બાળકોનું સ્‍ક્રીનીંગ કરશે. જેમાં તબીબી સારવારની જરૂરિયાત સિવાયના બાળકોને ગ્રામ્‍યકક્ષાએ ધનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્ર (INCC) પર માવજત કરવામાં આવશે જયારે સામાન્‍ય તથા સધન તબીબી સારવારની જરૂરીયાતવાળા બાળકોને ક્રમશઃ પ્રા.આ.કેન્‍દ્ર/ સા.આ.કેન્‍દ્ર ખાતે કાર્યરત બાળ સેવા કેન્‍દ્ર (CMTC) પર અને જિલ્‍લા હોસ્‍પિટલ / મેડીકલ કોલેજ હોસ્‍પિટલ ખાતે કાર્યરત બાલ સંજીવની કેન્‍દ્ર (NRC) પર સારવાર્થે મોકલવામાં આવશે. ઉપરાંત મમતા દિવસે અને હોસ્‍પિટલમાં OPD દરમ્‍યાન 5f6 કુપોષિત બાળકોનું સ્‍ક્રીનીંગ કરી તેઓને ધનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્ર (INCC) / બાળ સેવા કેન્‍દ્ર (CMTC)   / બાળ સંજીવની કેન્‍દ્ર (NRC) પર રીફર કરવામાં આવશે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

યોજનાનો લાભ ગ્રામ્‍યકક્ષાએ આંગણવાડી કેન્‍દ્ર, તાલુકા કક્ષાએ પ્રા.આ.કેન્‍દ્ર/ સા.આ.કેન્‍દ્ર અને જિલ્‍લાકક્ષાએ જિલ્‍લા હોસ્‍પિટલ /મેડીકલ કોલેજ હોસ્‍પિટલમાં આયોજનાનો લાભ મળશે. જયારે શહેરી વિસ્‍તારમાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.

આજે ભારતમાં કોઇ રાજ્ય બાકી નથી જ્યાં દીકરીને માતા ગર્ભમાં જ મોતને ઘાટ ઉતારી દેવાનું ભ્રૂણહત્યાનું પાપ કરવામાં ભણેલાગણેલા સમાજો, શિક્ષિત કુટુંબો પણ બાકાત નથી ત્યારે બેટી બચાવવા માટે, સમાજનું અસંતુલન ઘટાડવા માટેની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સમાજસંસારનું ચાલકબળ સ્ત્રીપુરૂષની સમાનતા છે. પરંતુ ભૌતિકવાદની વિકૃત માનસિકતાથી દીકરાના જન્મને જ મહત્ત્વ આપી દીકરીની ભ્રૂણહત્યા કરાય છે ત્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં દર ૧૦૦૦ દીકરાના જન્મ સામે ૧૦૦૭ દીકરીનો જન્મ થાય છે. આ ઐતિહાસિક દીકરી બચાવવાનું પુણ્યકાર્ય ડાંગ જિલ્લાએ આદિવાસી સમાજનો આ પ્રેરકસંદેશ આપ્યો છે

ગુજરાત સરકારે મહિલાઓના નામે મિલકત લે તેને સ્ટેમ્પ ડ્યુટી રાહત નોંધણી ફીમાંથી મુક્તિ આપી છે. લાખો બહેનો મિલકતની માલિક બની ગઇ છે. સરકારની આવાસ યોજનાની માલિકી પ્રાથમિકતાથી લાભાર્થી પરિવારની મહિલાની રહે તેવી નીતિ અપનાવી છે. શાળામાં બાળકના નામાંકનમાં તેની માતાનું નામ ફરજિયાત બનાવ્યું છે અનેક નવા નિયમો, પગલાથી ગુજરાતની માતૃશક્તિ નારીશક્તિને સમાજશક્તિમાં પરિવર્તિત કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

2.91397849462
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top