વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મમતા તરૂણી

મમતા તરૂણી અભિયાન યોજના

અનુ

વિગતો

યોજનાનું નામ/પ્રકાર

મમતા તરૂણી

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

૧૦ થી ૧૯ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને આવરી લેવામાં આવે છે.

યોજના અંતર્ગત સહાય/લાભ

૧. દરેક લાભાર્થીને એક માસની જરૂરિયાત જેટલી લોહતત્‍વની ગોળી(મહિનાની ૪) આપવાની રહેશે.ર. તરૂણીઓનું વર્ષમાં ત્રણવાર વજન કરવામાં આવશે અને વજન મોનોટરીંગ કરવામાં આવે છે.૩. જીવન શિક્ષણ વિશે વાર્તાલાપ કરવાનો રહેશે.૪. ટી.ટી. (ધનુરવાની રસી) - ૧૦ અને ૧૬ વર્ષની તરૂણીઓને આપવામાં આવે છે.પ. મમતા તરૂણી દિવસે દરેક કેન્‍દ્રમાં છ માસના સમયાંતરે મહિલા આરોગ્‍ય કાર્યકર ધ્‍વારા હિમોગ્‍લોબીન(એચ.બી.) માપવાનું રહેશે. ૬. રેફરલની જરૂરિયાત અનુસાર, તરૂણીને એડોલેસન્‍ટ ફ્રેન્‍ડલી હેલ્‍થ સેન્‍ટર ( AFHS) કે અન્‍ય કેન્‍દ્રમાં રીફર કરવાનું રહેશે.

૭. જુથ પૈકીની ઓછામાં ઓછા વજનવાળી ૧૦ છોકરીઓ સંકલિત બાળ વિકાસ યોજનાની કિશોરી શકિત પૂરક આહાર માટે પાત્ર બનશે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

૧૦ થી ૧૯ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓએ આશાબેન પાસે પોતાનું નામ નોંધાવાનાં રહેશે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

ગામમાં યોજતાં મમતા દિવસે તેમજ આંગણવાડીને ત્‍યાંથી યોજનાનો લાભ મળશે.

મમતા તરૂણી અભિયાન યોજના ના અમલીકરણ

રાજયમાં તરૂણીઓને આરોગ્ય અને પોષણ સંબંધિત સેવાઓ પુરી પાડવા મમતા તરૂણી અભિયાન યોજના ના અમલીકરણ બાબત.

આમુખ :

રાજયમાં શાળા આરોગ્ય કાર્યક્રમનો સફળતાપૂર્વક અમલ થઈ રહેલ છે. જેમાં શાળાએ જતી બાળાઓની આરોગ્ય અને પોષણને લગતી (તરૂણીઓની) જરૂરીયાતોને આવરી લેવામાં આવે છે. પરંતુ શાળાએ ન જતી બાળાઓના જુથને શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી શકાતું નથી. જેથી શાળા ન જતી બાળાઓને આ કાર્યક્રમનો લાભ મળતો નથી. માતૃત્વ અને બાળ પોષણ તથા આરોગ્યના મોટા ભાગના પ્રશ્નનો જીવન પધ્ધતિને કારણે હોય છે, જે માટે હાથ ધરાયેલ પ્રવૃતિઓના મહત્તમ પરિણામો માટે સતત તકેદારી જરૂરી છે. પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમમાં તરૂણો-તરૂણીઓ માટેની આરોગ્ય સેવાઓના કોમ્પોનન્ટનો સમાવેશ થયેલ છે.
રાજય અને કેન્દ્ર સ્તરના જુદા - જદા અભ્યાસ અને આંકડાકીય માહિતી દર્શાવે છે કે શાળાએ ન જતી ૧૦-૧૯ના વયજુથની તરૂણીઓમાં કુપોષણ, નાની વયમાં લગન અને સગર્ભાવસ્થા, બિન સલામત ગર્ભપાત, અવાંચ્છિત પ્રસૂતિનું પ્રમાણ વધારે જોવા મળેલ છે. જાતિય સતામણી અને જાતિય હિંસાનું ઉચું પ્રમાણ, આર.ટી.આઈ.એસ.ટી.આઈ. સહિત એચ.આઈ.વી. એઈડસનું ઉચુ જોખમ પણ આ જુથમાં જણાયું છે. 'એડોલેસન્ટ ફ્રેન્ડલી હેલ્થ સર્વિસ"નો રાજયનો પ્રારંભિક અનુભવ દર્શાવે છે કે આ માટે ક્ષેત્રીય સેવાઓ સાથે સંકલિત આરોગ્ય સેવા મોડેલ આ હેતુ માટે અપનાવવાની જરૂરીયાત છે.
આ બાબતે તા.૧૩/૧૦/૨૦૦૮નાં રોજ અગ્ર સચિવશ્રી(પ.ક.) અને કમિશનરશ્રી (આરોગ્ય)ની અધ્યક્ષતામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ અન્ય વિભાગનાં અધિકારીશ્રીઓ સાથે થયેલ બેઠકની કાર્યવાહી નોંધ અને તા.૧૪૭/૦૯નાં રોજ મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં થયેલ ચર્ચા અન્વયે રાજયનાં નવ (૯) આદિજાતિ જિલ્લામાં મમતા તરૂણી અભિયાન યોજના અમલમાં મુકવામાની બાબત વિચારણા હેઠળ હતી.

ઠરાવ

રાજયમાં 'મમતા તરૂણી અભિયાન' ના અમલીકરણની દરખાસ્ત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી તે અન્વયે ગ્રામ્ય વિસ્તાર ની ૧૦-૧૯ના વયજુથની શાળાએ ન જતી તરૂણીઓને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો સરકારનો અભિગમ છે. આ જુથની તરૂણીઓની જરૂરીયાતને પહોંચી વળવાનો સામુદાયિક સ્તરનો પ્રયત્ન છે. સદર અભિગમ પરીપૂર્ણ કરવા માટે રાજય સરકારે પુખ્ત વિચારણાને અંતે રાજયનાં નવ આદિજાતિ જિલ્લા (સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા અને ડાંગ) માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગનાં સંયુકત ઉપક્રમે નીચેની શરતોને આધિન 'મમતા તરૂણી અભિયાન યોજના' ને અમલમાં મુકવાનું આથી ઠરાવવામાં આવે છે.

શરતો

 1. આ યોજના રાજયનાં ૯ (નવ) આદિજાતિ જિલ્લાઓની ૧૦ થી ૧૯ વર્ષના વયજુથની શાળાએ ન જતી તરૂણીઓને લાગુ પડશે.
 2. આંગણવાડી કાર્યકર અને આશાવર્કર સંયુકત પણે ૧૦ થી ૧૯વર્ષના વયજુથની શાળાએ ન જતી તરૂણીઓની નોંધણી કરશે અને તે અંગેનું રજીસ્ટર મહિલા આરોગ્ય કાર્યકરે નિભાવવાનું રહશે.આ તમામ રેકર્ડ મહિલા આરોગ્ય કાર્યકર ની જવાબદારી સાથે આશા વકરે નિયમિત પણે અપડેટ કરવાનું રહેશે.
 3. મમતા તરૂણી દિવસ આરોગ્ય વિભાગ અને આઈસીડીએસ સંલગ્ન રહીને રાજયનાં ૯ (નવ) આદિજાતિ જિલ્લાઓમાં દર માસે દર હજારની વસ્તીએ એક વાર ઉજવવાનો રહેશે.
 4. દર મહિને, દરેક ગામમાં સંકલિત બાળ વિકાસ કાર્યક્રમની આંગણવાડી કેન્દ્ર ખાતે 'મમતા તરૂણી દિવસ' આંગણવાડીનું નિયમિત કામ પુર્ણ થાય ત્યાર બાદ રાખવામાં આવશે.
 5. તમામ કિશોરીઓને સ્થળ પર બોલાવવાની જવાબદારી આશા વર્કરની રહેશે.
 6. આંગણવાડી કાર્યકર અને આશા વર્કર દ્વારા સર્વ સંમતિથી સમવયસ્ક પ્રશિક્ષક (Peer Educator) પસંદ કરાશે. જે નેતૃત્વના ગુણ ધરાવતી સ્વયં સેવિકા તરૂણી હશે અને બીજા કરતાં સારૂ શિક્ષણ ધરાવતી અને ટીમ (જૂથ) સાથે જોડાવા રાજી હશે.
 7. મમતા તરૂણી દિવસે આંગણવાડી કાર્યકર, આશાવર્કર અને સમવયસ્ક પ્રશિક્ષક (Peer Educator) ની બનેલી ટીમ  સેવા આપશે. આ ટીમને મમતા તરૂણી દિવસની પ્રવૃતિઓ માટે જરૂરી તાલીમ આપવામાં આવશે.
 8. મમતા તરૂણી દિવસે નીચે મુજબની પ્રવૃતિ હાથ ધરવાની રહેશે.
 • મોબીલાઈઝેશન અને નોંધણી.
 • દરેક લાભાર્થીને એક માસની જરૂરીયાત જેટલી લોહતત્વની ગોળી (મહિનાની ૪ ) આપવાની રહેશે.
 • તરૂણીઓનું વર્ષમાં ત્રણવાર વજન કરવામાં આવશે.
 • કિશોરીઓનું વજન આંગણવાડી વર્કર અને આશાવર્કર બહેનો ધ્વારા કરવાનું રહેશે. તે દિવસે મહિલા આરોગ્ય કાર્યકરે હાજરી આપવાની રહેશે. વજન મોનીટરીંગનો રીપોર્ટ સંયુકત રીતે બનાવવાનો રહેશે.
 • આંગણવાડી કાર્યકર,આશાવર્કર અને સમવયસ્ક પ્રશિક્ષક (Peer Educator) દ્વારા, આ માટે તૈયાર થયેલ મોડયુલ મુજબ જીવન શિક્ષણ વિશે વાર્તાલાપ કરવાનો રહેશે.
 • ટી.ટી (ધનુરવાની રસી)-૧૦ અને ૧ : વર્ષની તરૂણીઓને માટે સંદર્ભ સેવાઓ-ગામમાં મમતા દિવસે આપવાની રહેશે.
 • મમતા તરૂણી દિવસે દરેક કેન્દ્રમાં છ માસના સમયાંતરે મહિલા આરોગ્ય કાર્યકર દ્વારા હિમોગ્લોબીન (એચ.બી.) માપવાનું રહેશે. મહિલા આરોગ્ય કાર્યકરે દરેક કેન્દ્રમાં છ માસના સમયાંતરે આ કામગીરી થઈ શકે તે માટે માઈક્રો પ્લાન તૈયાર કરવાનો રહેશે.
 • રેફરલની જરૂરીયાત અનુસાર, તરૂણીને એડોલેસન્ટ ફેન્ડલી હે૯થ સેન્ટર (AFHS) કે અન્ય કેન્દ્રમાં રીફર કરવાનાં રહેશે.
 • જુથ પૈકીની ઓછામાં ઓછા વજનવાળી ૧૦ છોકરીઓ સંકલિત બાળ વિકાસ યોજનાની 'કિશોરી શકિત પૂરક આહાર' માટે પાત્ર બનશે

9     પ્રવૃતિઓની નોંધ કમિશનરશ્રી (આરોગ્ય) દ્વારા પૂરા પડાયેલ રજીસ્ટરમાં કરવાની રહેશે.

10  મમતા તરૂણી દિવસની મુલાકાત માટે મહિલા આરોગ્ય નિરિક્ષક અને મુખ્ય સેવિકાએ સંયુકત રીતે માઈક્રોપ્લાન તૈયાર કરવાનો રહેશે.

11  એડોલેસન્ટ રીપ્રોડકટીવ સેકસ્યુઅલ હેલથ કાર્ડ, અહેવાલ અને ડોકયુમેન્ટેશન માટેના રજીસ્ટરો મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલનમાં કમિશનરશ્રી (આરોગ્ય) તૈયાર કરશે.

12  આયોજન મુજબનાં ૯ (નવ) આદિજાતિ જિલ્લાઓને મમતા તરૂણી દિવસે સંબંધિત તમામ આંગણવાડી કેન્દ્રોમાં આરોગ્ય વિભાગ ધ્વારા વજન કાંટા પુરા પાડવામાં આવશે.

13  મમતા તરૂણી કેન્દ્રોની ટીમને તાલીમ આપવામા માટે તૈયાર કરાશે. રાજય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન,સોલા પ્રશિક્ષકોને તાલીમ આપશે.

14   મમતા તરૂણી પ્રવૃતિની સમીક્ષા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ મેડીકલ ઓફિસર તથા બ્લોક કક્ષાએ બ્લોક હેલ્થ ઓફીસર દ્વારા સમીક્ષા બેઠકમાં કરાશે.

15  જીલ્લા આર.સી.એચ. અધિકારી મમતા તરૂણી અભિયાનના વિનિયમન માટે જીલ્લા સ્તરના સત્તાધિકારી રહેશે તેઓ સંકલિત બાળ વિકાસ કાર્યક્રમના પ્રોગ્રામ અધિકારીઓ સાથે સંયુકત પણે કાર્યક્રમનું આયોજન, અમલીકરણ અને વિનિયમન કરવાનું રહેશે.

16  શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના પ્રોટોકોલ મુજબ ગામની શાળામાં અથવા મમતા તરૂણી કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વર્ષમાં એકવાર 'તરૂણી આરોગ્ય તપાસ'' કાર્યક્રમ હાથ ધરાશે અને તરૂણીઓ શાળા આરોગ્ય તપાસ મુજબની સેવાઓ ગણાશે.

17  આંગણવાડી કાર્યકર, આશાવર્કરને મમતા તરૂણી દિવસ દરમ્યાન તેઓએ આપેલ સમય પેટે મમતા તરૂણી દિવસ દીઠ રૂ. ૫૦/-નું વળતર અને મમતા તરૂણી પ્રશિક્ષક(Peer Educator) ને મમતા તરૂણી દિવસ દરમ્યાન તેઓએ આપેલ સમય પેટે મમતા તરૂણી દિવસ દીઠ રૂ. ૨૫/-નું વળતર અપાશે.

18  આ યોજનાનાં માસિક ભૈતિક પ્રગતિ અહેવાલ અને નાણાંકીય ખર્ચના પત્રકો તથા ઓડીટ સર્ટીફીકેટ મિશન ડારેકટર શ્રી(NRHM)ને મોકલવાના રહેશે.

19  આ યોજના હેઠળ થના૨ ખર્ચ રાષ્ટ્રિય ગ્રામિણ સ્વાસ્થય મિશનમાં થયેલ જોગવાઈમાંથી મેળવવાનો અને ઉધારવાનો રહેશે.

ગુજરાત રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

પ્રતિ

 • મા.મુખ્ય મંત્રીશ્રીના અંગત સચિવશ્રી
 • સર્વ મંત્રીશ્રીઓ, રાજય કક્ષાના મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ
 • મુખ્ય સચિવશ્રીના ઉપ સચિવશ્રી
 • અગ્રસચિવશ્રી (આરોગ્ય), આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર,
 • અગ્રસચિવ (પ.ક.) અને કમિશનરશ્રી(આ.), આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભા
 • સચિવશ્રી.મહિલા રને બાળ વિકાસ વિભાગ,સચિવાલય, ગાંધીનગર .
 • સચિવાલય-દા તમામ વિભાગો
 • કમિશ્નરશ્રી, આરોગ્ય,તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ,જુના સચિવાલય, ગાંધીનગર
 • કમિશનરશ્રી, મહિલા અને બાળ વિકાસ...બ્લોક નં.૧ : ,ડી. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
 • મિશન ડાયરેકટર શ્રી(એન.આર.એચ.એમ.)
 • કમિશનરશ્રી (આરોગ્ય)ની કચેરી,બ્લોક નં. ૫,ડી. જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર જ વિકાસ કમિશનરશ્રી,જુના સચિવાલય, ગાંધીનગર .
 • કમિશનરશ્રી,ગ્રામ વિકાસ, જુના સચિવાલય, ગાંધીનગર
 • નિયામકશ્રી, મહિલા અને બાળ વિકાસ,બ્લોક નં.૧ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર .
 • માહિતી નિયામકશ્રી,જુના સચિવાલય, ગાંધીનગર તરફ બહોળી પ્રસિધ્ધી આપવા સારૂ.
 • અધિક નિયામકશ્રી, (પરિવાર કલ્યાણ) કમિશનરશ્રી, આરોગ્યની કચેરી, ગાંધીનગર
 • તમામ અધિક નિયામકશ્રીઓ, કમિશનરશ્રી આરોગ્યની કચેરી.ગાંધીનગર .
 • એડીશનલ પ્રોજેકટ ડાયરેકટર શ્રી,ગુજરાત સ્ટેટ એઈડસ કંટ્રોલ સોસાયટી, અમદાવાદ.
 • એકાઉન્ટન્ટ જનરલ અમદાવાદરાજકોટ
 • પગાર અને હિસાબી અધિકારીશ્રી,અમદાવાદ, ગાંધીનગર
 • જિલ્લા તિજોરી અધિકારીશ્રી,સાબરકાંઠા,બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા અને ડાંગ
 • સર્વે કલેકટર શ્રીઓ,
 • સર્વે જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ,
 • સર્વે વિભાગીય નાયબ નિયામકશ્રીઓ,
 • સર્વે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રીઓ, ૪ સર્વે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીઓ,
 • સર્વે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીઓ, Y સર્વે જિલ્લા આરસીએચ અધિકારીશ્રીઓ,
 • સર્વે પ્રોગ્રામ ઓફીસર શ્રીઓ, આઈસીડીએસ,
 • વિભાગની સંકલન શાખા-વેબ સાઈટ પર પ્રસિધ્ધી કરવા સારૂ.
 • નાયબ સેકશન અધિકારીની સિલેકટ ફાઈલ,
 • સિલેકટ ફાઈલ.

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

2.93023255814
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top