অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિશુને માતાના દૂધની મિઠાશ સાથે આવકારો, મધની મિઠાશ સાથે નહીં!

શિશુને માતાના દૂધની મિઠાશ સાથે આવકારો, મધની મિઠાશ સાથે નહીં!

શિશુના શરીરને પોષણની જરૂર હોય છે માત્ર ખોરાકની નહીં એ હકીકત છે. વ્યક્તિનું આરોગ્ય તેના પર નિર્ભર હોય છે કે તે કેટલું સારૂં પોષણ તેના જીવનના પ્રારંભિક તબક્કાઓમાં મેળવે છે અને તેનાથી તે ખુશહાલ અને રોગમુક્ત જીવન પ્રાપ્ત કરી શકે છે. ઉત્તમ આરોગ્ય માટે ૧થી ૭ સપ્ટેમ્બર એમ દર વર્ષનો સપ્ટેમ્બર માસનું પ્રથમ સપ્તાહ નેશનલ ન્યુટ્રિશન વીક તરીકે ઉજવવામાં આવે છે અને તેમાં વિવિધ થીમ્સ રાખવામાં આવે છે જેથી દરેકને પોષણ વિશે શિક્ષિત કરી શકાય. આ વર્ષે થીમ ‘એન્સ્યોરીંગ ફોકસ્ડ ઈન્ટવેન્શન્સ ઓન એડ્રેસીંગ અંડર – ન્યુટ્રીશન ડ્યુરિંગ ધ ફર્સ્ટ ૧૦૦૦ ડેઝ ઓફ ચાઈલ્ડઃ બેટર ચાઈલ્ડ હેલ્થ' રાખવામાં આવ્યું છે.

કોલોસ્ટ્રમ શિશુના સારા આરોગ્યનો પાયો રચવામાં અને તેને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કોલોસ્ટ્રમ કે જેને પ્રવાહી સોનું કે રોગ પ્રતિકારક દૂધ કહે છે તે ઘટ્ટ, ચીકાશયુક્ત ફીકા પીળા રંગનું પ્રવાહી હોય છે જે માતાની સ્તનગ્રંથિઓમાંથી શિશુના જન્મના પ્રથમ દિવસે ઉત્પન્ન થાય છે. શિશુને જન્મ પછી તરત બીજું કંઈ નહીં પણ કોલોસ્ટ્રમ આપવામાં આવે છે જેથી પણ તેને શિશુનો પ્રથમ આહાર કહેવાય છે. અગાઉના સમયમાં એવી પ્રથા હતી કે શિશુનો જન્મ થાય ત્યારે તેને મધ આપવામાં આવતું હતું કે જેના દ્વારા શિશુને મિઠાશયુક્ત ચીજથી આવકારી શકાય પણ એ પ્રથાને પ્રોત્સાહિત ન કરવી જોઈએ અને તેનાથી દૂર રહીને શિશુના આરોગ્ય માટે જોખમ ન સર્જાય એવુ પગલુ લેવુ જોઈએ.

કોલોસ્ટ્રમ શિશુના સારા આરોગ્યનો પાયો રચવામાં અને તેને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કોલોસ્ટ્રમ કે જેને પ્રવાહી સોનું કે રોગ પ્રતિકારક દૂધ કહે છે તે ઘટ્ટ, ચીકાશયુક્ત ફીકા પીળા રંગનું પ્રવાહી હોય છે જે માતાની સ્તનગ્રંથિઓમાંથી શિશુના જન્મના પ્રથમ દિવસે ઉત્પન્ન થાય છે

કોલોસ્ટ્રમ રોગપ્રતિકારક તત્વો જેમકે સિક્રેટરી IgA, લેક્ટોફેરીન, લ્યુકોસાઈસીટ્સ જેવા રોગપ્રતિકારક તત્વો તેમજ વિકાસશીલ પરિબળો જેમકે એપિડર્મલ ગ્રોથ ફેક્ટર કે જે શિશુના પોષણ, ઉછેર અને વિકાસ માટે આવશ્યક હોય છે, તેનાથી ભરપૂર હોય છે અને તે ઈમ્યુનિટી બનાવવામા મહત્વનો ભાગ ભજવે છે. કોલોસ્ટ્રમમાં લેક્ટોઝનું કોન્સન્ટ્રેશન્સ પણ ઓછું હોય છે, જે ઈમ્યુનોલોજિક હોવાનું પ્રાથમિક પરિબળ બને છે. સોડિયમ, ક્લોરાઈડ અને મેગ્નેશિયમના સ્તરો વધુ પ્રમાણમાં હોય છે અને પોટેશિયમ અને કેલ્શિયમ દૂધ કરતાં કોલસ્ટ્રમમાં ઓછા હોય છે. કોલોસ્ટ્રમમાં મેચ્યોર બ્રેસ્ટ મિલ્ક કરતાં વધુ લેક્ટોઆલ્બ્યુમીન અને લેક્ટોપ્રોટીન હોય છે. કોલોસ્ટ્રમ શરૂઆતના સમયમાં ખૂબ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને પછી તે વધુ પાતળા અને હળવા પ્રવાહી (મેચ્યોર બ્રેસ્ટ મિલ્ક)માં પરિવર્તિત થતું જાય છે. પ્રથમ દિવસે શિશુના પેટની ક્ષમતા 5-7 ml ની હોય છે અથવા તો લખોટીના કદ જેટલું હોય છે અને તેથી શિશુની ભૂખ સંતોષવા માટે થોડી નાની ચમચી જેટલું કોલસ્ટ્રમ પણ પૂરતું છે. ૭મા દિવસે શિશુની હોજરી પિંગપોંગ બોલના કદની થાય છે અને એ સમયે શિશુ માટે દૂધની આવશ્યકતા પૂરી કરવા મેચ્યોર મિલ્કનું ઉત્પાદન પણ વધે છે. તેથી ટૂંક સમય પહેલા જ પ્રસૂતિ કરાવેલી માતાઓએ શરૂઆતના સપ્તાહોમાં ઓછું દૂધ આવે તો ચિંતા ન કરવી જોઈએ. સ્તનપાન શિશુને જરૂર પડે ત્યારે કરાવતા રહેવું જોઈએ અને તેનાથી દૂધ પણ વધુ માત્રામાં મળતું થાય છે.

કોલોસ્ટ્રમના લાભો ભરપૂર છે જે નવજાત શિશુને પોષણ આપે છે અને શિશુની પોષણ માટે આવશ્યકતાઓને સચોટ રીતે પૂરી કરે છે, જે નીચે પ્રમાણે છે.

  1. કોલોસ્ટ્રમ મજબૂત રોગપ્રતિકારક શક્તિ સર્જવામાં મદદ કરે છે (એન્ટીબોડી અને શ્વેત રક્તકણો ધરાવે છે) કે જેનાથી શિશુને રોગો સામે રક્ષણ માત્ર શિશુ અવસ્થામાં જ નહીં પણ જીવનભર મળે છે.
  2. શિશુને પ્રથમવારનું દૂધ આપવાથી શિશુની હોજરીમાં તેનું એક આવરણ સર્જાય છે અને આંતરડાઓને પણ તે બીમારીથી દૂર રાખે છે. તેનાથી સારા બેક્ટેરિયાનો ગ્રોથ વધે છે જે તેના ષ્ટણ્ લેવલ્સના કારણે શક્ય બને છે.
  3. તે લેક્સેટિવ તરીકે કામ કરે છે અને શિશુની પ્રથમ બોવેલ મૂવમેન્ટને પ્રોત્સાહિત કરે છે, પાચનતંત્રના માર્ગમા મેકોમિયમ (પ્રથમ ડાર્ક સ્ટૂલ)ને દૂર કરીને સાફ કરે છે. કોલોસ્ટ્રમ નવજાતને કમળાથી રક્ષણ આપે છે અને તે હાનિકારક પદાર્થોને દૂર કરે છે.
  4. મહત્ત્વના પોષકતત્વો ટીસ્યુના વિકાસ માટે મદદરૂપ થાય છે.મગજ, આંખ અને હૃદયનો યોગ્ય વિકાસ કરે છે કેમકે તેમાં પોષક તત્વોનું ઉચિત મિશ્રણ હોય છે જે કોનજેનિટલ(જન્મ પછી)તથા શારીરિક વિકાસ માટે મદદરૂપ બને છે.
  5. બોવાઈન કોલોસ્ટ્રમના પોષક તત્વો માનવ કોલોસ્ટ્રમની જેમ મળી રહે છે અને તેથી છેલ્લા દાયકામા તેની માંગ ડાયેટરી સપ્લીમેન્ટ તરીકે વધી છે. તેનાથી વ્યક્તિના આરોગ્યમાં ખાસ કરીને એથ્લેટ્સના આરોગ્યમાં વધારો થાય છે જેથી શક્તિમાં વધારો થાય છે અને સારુ પર્ફોમ કરવામા મદદ મળે છે, તેનાથી સ્નાયુઓ મજબૂત થવામા મદદ મળે છે અને શરીરની ચરબી ઘટે છે તથા ઈજાઓને ઝડપથી મટાડે છે.
  6. કોલોસ્ટ્રમને સંપૂર્ણ પોષણ ગણવામાં આવે છે, જે તેની કોઈપણ માત્રામાં પોષક હોય છે કેમકે તેમાં સરળતાથી પચતું પ્રોટીન, ફેટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ, એન્ટીબોડીસ અને ગ્રોથ ફેક્ટર્સ હોય છે કે જેનાથી હોજરી અને રોગપ્રતિકારક સિસ્ટમનો વિકાસ આગળ વધે છે.
  7. કોલોસ્ટ્રમમાં લેક્ટોફેરીન હોય છે જે કેન્સરના કોષો સર્જાતા અટકાવે છે અથવા તેને સંકોચી દે છે. તે જીભ, કોલન, બ્લેડર, અન્નનળી, ફેફસાંના કેન્સરથી રક્ષણ આપે છે કેમકે તે રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. કોનજુગેટેડ લિનોલેનિક એસિડ (CLA) કે જે કોલોસ્ટ્રમમાં હોય છે તે એન્ટી કાર્સિનોજેનિક ગુણધર્મ ધરાવે છે.
  8. એ જોવામાં આવ્યું છે કે કોલોસ્ટ્રમમાં પેન્ક્રિયાટીક સિક્રેટરી ટ્રિપસિન ઈનહેબિટર (PSTI) નામનો પદાર્થ હોય છે. તે માતાના દૂધમાં ઘટ્ટ હોય છે અને તે આંતરડાનુ વધુ ઉત્તમ રક્ષણ કરે છે. H.Pylori બેક્ટેરીયાને ગેસ્ટ્રીક મ્યુકોસા સાથે જોડાવા માટે લિપિડની જરૂર હોય છે. કોલોસ્ટ્રમ આ ઓર્ગેનિઝમને લિપિડ સાથે જોડાવાથી રોકે છે જેનાથી જઠરાંત્રિય માર્ગ સુરક્ષિત રહે છે અને તેથી આ સુક્ષ્મ જીવોથી પેપ્ટિક અલ્સરની શક્યતા ઘટે છે.
  9. તેમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઈનફ્લેમેટરી ગુણધર્મો હોય છે.

10. કોલોસ્ટ્રમથી નવજાત શિશુમાં યોગ્ય પ્રમાણમાં બ્લડ સુગર જળવાય તેમાં મદદ મળે છે..

કોલોસ્ટ્રમ પ્રથમ દૂધ હોવાથી અને (પીળાશ પડતું) રંગનું રહેતું હોવાથી તેના વિશે માનવામાં આવે છે કે તે ગંદુ અને આરોગ્ય માટે હાનિકારક છે અને આવી જ ગેરમાન્યતાઓના કારણે તે શિશુને આપવાના બદલે ફેંકી દેવામાં આવે છે. ડિલિવરીના પ્રથમ કલાકમાં જ માતાને દૂધ આવવું શરૂ થાય છે. નવજાત શિશુને તેથી તેની માતા પાસે મૂકવું જોઈએ જેથી તે વહેલામાં વહેલી તકે માતાની સાથે ત્વચાના સંપર્કમાં આવે અને માતા તથા શિશુ વચ્ચેનો નાતો મજબૂત થાય છે જે નાથી શિશુને બાહ્ય દુનિયાથી સુરક્ષિત હોવાનો અહેસાસ પણ થાય છે.

સ્તનપાન કરાવવું એ બાળક માટે આશીર્વાદ સમાન છે કેમકે તે શિશુના વિકાસ માટે આવશ્યક છે અને શિશુને છ મહિનાનું થાય ત્યાં સુધી સ્તનપાન કરાવવું જોઈએ (જેમાં પાણીની જરૂર પણ નથી). માનવ કોલોસ્ટ્રમ અને બોવાઈન કોલોસ્ટ્રમ – ગાયનું કોલોસ્ટ્રમ બંને સંપૂર્ણ આહાર છે જેમાં આવશ્યક પોષક તત્વો નવજાત માટે હોય છે જે તેમના જીવનના પ્રારંભિત તબક્કા માટે ખૂબ ઉપયોગી છે.

દૂધ છોડાવવું એ એવી પ્રક્રિયા છે જેમાં બાળકને માતાના દૂધ ઉપરાંત અન્ય ખોરાક પણ આપવામાં આવે છે. દૂધ છોડાવવું એ માતાના દૂધના સ્થાને બાળકના યોગ્ય વિકાસ માટે અને તેની વધારાની પોષણ માટેની આવશ્યકતાઓ પૂરી કરવા માટે ક્રમશઃ અપાતો ખોરાક છે. પણ આ પ્રક્રિયા છ મહિના પછી જ શરૂ કરવી જોઈએ. દૂધ છોડાવવાના પ્રાથમિક તબક્કામાં શિશુને આરોગ્યપ્રદ ખોરાકની આદત પાડી શકાય છે તેમજ તેને ચમચીથી ખાતા શીખવી શકાય છે, ખોરાક ગળતા અને બરાબર ચાવતા શીખવી શકાય છે. એ જરૂરી છે કે દૂધ છોડાવવાના આ તબક્કામાં ચોક્કસ સમય ગાળા દરમિયાન કોઈ એક શાકભાજી બાળકને આપવામાં આવે, તેને ફળો સાથે મેળવીને મિઠાશયુક્ત બનાવ્યા વિના આપવાથી તે જીવનભર આરોગ્યપ્રદ ખોરાક લેવાની ટેવ કેળવી શકે છે. દૂધ છોડાવવાની પ્રક્રિયાનો પ્રારંભ હળવા અને સરળતાથી પચે એવા નરમ ખાદ્યપદાર્થો (સંભવ હોય ત્યાં સુધી બાફેલું કે પ્યુરી વાળુ) આપીને કરી શકાય જેથી શિશુ તે ગળવાની પ્રક્રિયા પણ શીખે છે. માતાના દૂધની અવેજીમાં અપાતા ખોરાકમાં સારી રીતે રાંધેલા કે મેશ્ડ શાકભાજી, ફ્રૂટ પ્યુરી, ભાત કે અન્ય કોઈ અનાજને દૂધ સાથે મિક્સ કરીને, બાફેલી કે સારી રીતે પ્યુરીડ દાળ સામેલ હોય છે.

આમ, કોલોસ્ટ્રમને તમારા શિશુ માટે સુપરફૂડ કહી શકાય છે કેમકે તેમાં અનેક પોષક તત્વો હોય છે જે તમારા શિશુના આરોગ્યમાં વધુ સુધારો કરી શકે છે.

સ્ત્રોત:શ્વેતા બેનરજી.લાઈફસ્ટાઈલ કાઉન્સેલર/ ડાયેટિશિયન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate