શું તમારા બાળકને બ્રોકલી અથવા સ્પિનાચ ખાવા નથી ગમતા? આના માટે ઘણીવાર તમે તમારી જાતને દોષિત ગણ્યા કરો છો. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનના પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, પીકી ઇટર –Picky Eater- (અમુક જ ચીજો ખાનાર) અથવા નવી વાનગી ખાવા અંગેનો ભય મોટે ભાગે જીન્સમાં જ હોય છે. એવું જાણવા મળ્યું છે કે એવા બાળકના પિતા અથવા માતા તેમના બાળપણમાં આવા પીકી ઇટર રહ્યા હશે.
તેથી, આવા પ્રકારના બાળકોને કેવી રીતે નિયંત્રિત કરવા કે જેઓ પીકી ઇટર હોય અને લંચ અથવા ડીનર વખતે હંમેશા અવોઇડ કરતાં હોય. આ ઉપરાંત, સારું કહો કે ખરાબ, પણ વિશ્વભરમાં જંક ફૂડ બધે જ ભરપૂર મળે છે. તેથી શું કરવું આવો ખોરાક ખાવો કે રોજિંદા રૂટિનમાંથી નાબૂદ કરવો તે પ્રશ્ન થઈ પડે છે.
મૂળભૂત રીતે, આપણે જે રીતે ખાઈએ છીએ તેનાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. આહાર શરીરમાં દરેક સેલના બ્લોક્સનું નિર્માણ કરે છે જે સમગ્ર શરીરના પ્રોપર ફંકશનિંગ માટે જવાબદાર છે. પૂરતા યોગ્ય પોષક ખોરાક વિના, આપણે સ્વસ્થ રહેવાની અપેક્ષા રાખી શકીએ નહીં. તેથી, ખૂબ જ નાની ઉંમરે બાળક યોગ્ય ખોરાક ખાવાની આદત વિકસાવે તે બહુ જ અગત્યનું છે.
બાળકને તેના શરીરના ગ્રોથ અને તંદુરસ્તી માટે કેટલા ખોરાકની જરૂર છે તેની જાણ સ્વાભાવિક રીતે હોય છે, અને તે શું ખાશે તે માતાએ નક્કી કરવાનું છે. માતાએ તો શ્રેષ્ઠ કામ આટલું જ કરવાનું છે કે હેલ્ધી ફૂડ્સની ઘણી બધી વેરાયટીઝ બનાવીને, પોઝિટિવ અને આરામદાયક વાતાવરણમાં આપવાની છે જેથી દરેક જણ માટે ભોજન માટેનો સમય આનંદપ્રદ બની રહે. અહીં એક પીકી ઇટરને કેવી રીતે નિયંત્રિત કરવું તે અંગેની કેટલીક વિશિષ્ટ ટિપ્સ છે:
બાળકનો અણગમતું નહીં ખાવાનો સ્વભાવ જમવાના સમયનું ટેન્શન ન બની જાય તે જોવું ખાસ અગત્યનું છે. પીકીઇટર માટે સ્પેશિયલ જમવાનું બનાવશો નહીં, પણ એને જે ખાવું ગમે તે ભોજનમાં ઉમેરવાનું રાખો. તમે બનાવેલી વાનગીના એટલિસ્ટ બે બાઇટ્સ ટેસ્ટ કરવા માટે એને કહો. પણ એથી વધારે ન ખાય તો કાંઈ વાંધો નહીં. અને જો ભાવે તો પણ વાનગીને રિવાર્ડ ના બનાવશો. બાળકોને એમ કહેવું કે જો તેઓ તેમની બ્રોકલી ખાશે તો કૂકી મળશે તો એ વેજીસ પર કૂકીની અપીલ જોરદાર કરશે. જો તમારી ચિંતા એ હોય કે પીકીઇટિંગને કારણે તમારા બાળકના ગ્રોથ અને ડેવલપમન્ટ પર અસર થાય છે તો બાળકોના ડાયેટીશ્યનને મળો. તે તમારા બાળકના ગ્રોથના આધારે ફૂડ પ્લાન કરી આપશે.
આ દરમિયાન, યાદ રાખો કે તમારા બાળકની ખાવાની આદતો રાતોરાત બદલાશે નહીં.પણ રોજ નાનાં નાનાં પગલાં ભરવાથી જીવનભર હેલ્ધી ખોરાક મળી રહે તેવી રીતે પ્રમોટ કરશે.
અગત્યનાં શાકભાજી કોઈ ફેવરીટ ડીપ અથવા કટલેટ અથવા સ્ટફ પરાઠા સાથે મિક્સ કરીને આપો.
સ્ત્રોત :સોનલ શાહ .Stay Healthy
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020