অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકની સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા

બાળકની સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા

”kuposhan”

જન્મ સમયે ઓછું વજન

વ્યવસ્થિત પોષિત માતાને જન્મેલાં બાળકનું જન્મ વજન આશરે ૩.૫ કિલો હોય છે. પરંતુ ભારતીય બાળક નું સરેરાશ જન્મ વજન ૨.૭ થી ૨.૯ કિલો છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જન્મના એક કલાકની અંદર બાળકના વજનની નોંધણી થાય. તે બાળકના વૃદ્ધિ દર અને બચવાની શક્યતાને નક્કી કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાખ્યાયિત થયેલ નીચુ જન્મ વજન ૨.૫ કિલોથી ઓછુ છે (૨.૪૯૯ કિલો સુધી). જીવનના પહેલા કલાકમાં, જન્મ પછીના નોંધપાત્ર નુકસાન પહેલાં, લીધેલ માપ છે. શિશુ પુરા સમયગાળા પછી કે સમય પહેલા જન્મેલાં હોઈ શકે છે. બે પ્રકારના ઓછા જન્મ વજનવાળા બાળકો હોય છે.

પૂર્વ-ગાળાના બાળકો: જે બાળકો નિયત સમય પહેલા અથવા સમય પહેલાં જન્મે, એટલે કે પરિપક્વ થવાના ૩૭માં અઠવાડિયે જન્મે. તેમની ગર્ભની અંદર વૃદ્ધિ સામાન્ય હોઈ શકે છે, એટલે કે નવજાત સમયગાળા દરમિયાન અને ત્યારબાદની કાળજીમાં તેમનું વજન, લંબાઈ, અને વિકાસ સામાન્ય હોઈ શકે. વિકસિત દેશોમાં, નીચા જન્મના વજનવાળા બાળકો મોટાભાગના સમય પહેલાના બાળકો છે. સમય પહેલાની સુવાવડ મોટા ભાગે બહુવિધ ગર્ભાવસ્થા, ગંભીર ચેપ, ટોઝીમિયા (રક્તમાં કીટાણુજન્ય વિષ), કિશોરવસ્થા દરમિયાન ગર્ભાવસ્થા, સખત શારીરિક કામના કારણસર થાય છે અને ઘણાં કિસ્સાઓમાં કારણ ખબર નથી હોતું.

તારીખના હિસાબે નાનું (એસ.ડી.એફ): આ શિશુઓ સમયસર કે સમય પહેલા જન્મે છે. તેમનું વજન ગર્ભના વયથી ૧૦ ટકા કરતાં ઓછુ હોય છે. તેઓ સંબંધિત ગર્ભ વૃદ્ધિના કારણે હોય છે. વિકાસશીલ દેશોમાં નીચા જન્મ વજનવાળા બાળકો મોટા ભાગે નાના હોય છે. ઘણા પરિબળો છે, કે જે આ શ્રેણીના એલ.બી.ડબલ્યુ બાળકો સાથે સંકળાયેલા છે. આમાં સમાવેશ થાય છે, માતા સાથે સબંધ, ગર્ભ અને પ્લસેન્ટાનો. માતાને સંબંધિત પરિબળોમાં સમાવેશ થાય છે, કુપોષણ, તીવ્ર પાંડુરોગ, ખૂબ નાની ઉંમર, શરીરની લઘુ ઊંચાઈ, મુલ્તીપરા (માતાની પહેલાની ગર્ભાવસ્થાઓ), બે બાળક વચ્ચે ઓછુ અંતર, હાયપરટેન્શન, ટોઝીમિયા અને મેલેરિયા છે. મોટાભાગના કારણોનો સબંધ સ્ત્રીઓ અને લોકોના નીચી સામાજિક આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિ સાથે છે. ગર્ભ સંબંધિત પરિબળો છે: બહુવિધ ગર્ભાધાન (જોડિયા અથવા ત્રિપાઈ), ગર્ભમાં ચેપ, ગર્ભને લગતી વિકૃતિ અને રંગસૂત્રીય વિકૃતિ. ગર્ભનું વેષ્ટન કે ઓરને સંબંધિત પરિબળોમાં તેને લગતી વિકૃતિ અને અપૂર્ણતાનો સમાવેશ થાય છે.

નીચો જન્મ વજન (એલ.બી.ડબલ્યુ) એક વૈશ્વિક સમસ્યા છે. પરંતુ એલ.બી.ડબલ્યુની ઘટનાઓ વિકાસશીલ અને વિકસિત દેશોમાં બહોળા પ્રમાણમાં જુદા છે, જ્યાં વિકસિત દેશોમાં તે ૪% અને વિકાસશીલ દેશોમાં ૩૦% છે. ભારતના મોટા ભાગના એલ.બી.ડબલ્યુ બાળકો એસ.ડી.એફ (તારીખ કરતા નાના) પ્રકારના છે, જે સ્ત્રીઓના નબળા આરોગ્ય અને સામાજિક-આર્થિક દરજ્જાને દર્શાવે છે.

એલ.બી.ડબલ્યુ નું નિવારણ: એલ.બી.ડબલ્યુ બાળકો થતા અટકાવવા નીચેના પગલા લેવા જોઈએ:

  • સારી અન્ટીનૅટલ (પ્રસૂતિ પહેલાની) સંભાળ અને આયોજિત હસ્તક્ષેપ
  • બધી સગર્ભા સ્ત્રીઓની વહેલી નોંધણી અને સ્ત્રીઓ જે જોખમમાં છે તેમની ઓળખ
  • ખોરાકમાં સુધારો-સમતોલ ખોરાકને પ્રોત્સાહન આપવું, ખોરાકમાં પૂરવણી, પહેલાં સૂચવાયેલ પ્રમાણે લોહતત્ત્વ અને ફોલિક એસિડની ગોળીઓનું વિતરણ
  • ડાયાબિટીસ, હાયપરટેન્શન અને અન્ય બિનચેપી રોગોનું વહેલું નિદાન અને સારવાર
  • ધુમ્રપાન, જાતે ઉપચાર અને ઊંટવૈદાને નાબૂદ કરવું
  • નાના પરિવાર નિયોજનના ધોરણોને અપનાવા પ્રોત્સાહિત કરવું, ગર્ભધારણમાં યોગ્ય અંતર અને સમયગાળો
  • સ્ત્રીઓના સામાજિક-આર્થિક દરજ્જામાં સુધારો
  • જાતીય સંવેદનશીલતાને પ્રોત્સાહન આપવું
  • એલ.બી.ડબલ્યુની સારવાર અને કાળજી: એલ.બી.ડબલ્યુ બાળકોનું વ્યવસ્થાપન (સારવાર અને કાળજી) નીચે મુજબ આયોજિત છે

સંસ્થાકીય સ્તરે: એલ.બી.ડબલ્યુ બાળકો જેમનું વજન ૨ કિલોથી ઓછુ છે તેમને હોસ્પિટલમાં ઉષ્માનિયંત્રક પેટીમાં ખાસ સંભાળની જરૂર છે જેથી તેમના પ્રાણવાયુના પુરવઠાને નિયંત્રિત કરી શકાય, તાપમાન અને ભેજને જાળવી શકાય. તેથી આ બાળકોને તુરંત જ હોસ્પિટલમાં મોકલવા જોઈએ.

ઘર સ્તરે: ૨-૨.૫ કિલો વચ્ચેના એલ.બી.ડબલ્યુ બાળકોને આરોગ્ય કાર્યકરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ઘરે સાચવી શકાય છે. તે જોવું જરૂરી છે કે બાળકને હુંફ પૂરી પાડવામાં આવે, પુરતો અને સતત ખોરાક અપાય, અને ચેપથી દુર રાખવામાં આવે. એલ.બી.ડબલ્યુ બાળકના યોગ્ય પોષણ માટે એકમાત્ર સ્તનપાન સૌથી શ્રેષ્ઠ છે. વજનમાં નિયમિત વધારો સંતોષકારક વૃદ્ધિ સૂચવે છે.

કુપોષણ: કુપોષણ અપૂરતા અને અસંતુલિત આહારના કારણે છે. પ્રોટીન ઊર્જા કુપોષણ પોષણની મુખ્ય સમસ્યા છે. એલ.બી.ડબલ્યુ જેવું કુપોષણ એક વૈશ્વિક સમસ્યા છે. રાષ્ટ્રીય પોષણ સંસ્થા (નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂટ્રિશન) અને એન.એફ.એચ.એસ ૧૯૯૨-૯૩ મુજબ, કુપોષણ સંબંધિત સૌથી વધુ સંવેદનશીલ ઉંમર સમૂહ ૬ મહિનાથી ૨ વર્ષ વચ્ચે મળે છે.

નબળા પ્રતિકાર શક્તિના લીધે બાળકનું વલણ અગાઉથી ચેપ લાગવા તરફ છે. કુપોષણ અટકાવું ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે કુપોષણ નબળી વૃદ્ધિ અને વિકાસ, પોષણની ખામીઓથી થતી સમસ્યાઓ માટે અને તેને લગતી બીમારીઓ જેની સારવાર ખૂબ ખર્ચાળ છે તેના માટે જવાબદાર છે.

  1. ૬ મહિના સુધી માગણી પર એકમાત્ર પોષણનું સ્ત્રોત સ્તનપાન હોવું જોઈએ
  2. ૫-૬ મહિના પછી સ્તનપાનની પુરવણી યોગ્ય પોષક સમૃદ્ધ ખોરાક દ્વારા કરવું જોઈએ, જેમ કે ગાયનુ દૂધ, ફળો, નરમ રાંધેલા ભાત, અન્ય અનાજ અને કઠોળ અને માગણી પર ચાલુ રાખવા આવેલ ધાવણ
  3. સંપૂર્ણ આહારની જોગવાઈ કરવી જેમાં સમાવેશ થાય છે, અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, દૂધ, અને દૂધના ઉત્પાદનો
  4. કન્યા બાળકની યોગ્ય અને પર્યાપ્ત પોષણની ખાતરી કરવી
  5. ગર્ભાવસ્થા પહેલાં પર્યાપ્ત અને પૌષ્ટિક આહારની ખાતરી કરવી
  6. કોઇપણ પ્રકારની પોષણ ઉણપ અને તેની યોગ્ય સારવારની પ્રારંભિક ઓળખ

ચેપી રોગો

એવા ઘણા ચેપી રોગ છે જે બાળકોમાં સામાન્ય રીતે જોવામાં આવે છે અને તેમના ઉચ્ચ મૃત્યુ દરનું કારણ છે. તેમાં સમાવેશ થઇ છે ઝાડા, તીવ્ર શ્વાસોચ્છવાસ ચેપ, ઓરી, ઉટાંટિયું (મોટી ઉધરસ), ડિપ્થેરિયા, પોલિયો, ધનુર, અને ક્ષય રોગ. ૧૯૯૭ મુજબ વિકાસશીલ દેશોમાં પાંચ વર્ષ નીચેનો ૧૯% મૃત્યુ દર ઝાડાને તેને લગતી બિમારીઓના લીધે છે અને ૧૩% પોલિયોના લીધે

અકસ્માતો અને ઝેર: અકસ્માત અને ઝેર બાળકોમાં એકદમ સામાન્ય છે. તેમને ઇજાઓ થવાના, ડૂબી જવાના, ઝેર, પડવાના, ઇલેક્ટ્રીક શોક અને માર્ગ અકસ્માતો વગેરે થવાની શક્યતાઓ છે કારણ કે ઘરમાં, રસ્તાઓ અને શાળામાં જોખમો છે.

બાળ સ્વાસ્થ્ય સંભાળ

બાળ આરોગ્ય સંભાળમાં સમાવેશ થાય છે ગર્ભધારણથી જન્મ અને ત્યાર બાદ પાંચ વર્ષ સુધીના બાળકોની સંભાળ. પાંચ વર્ષની ઉંમર પછી, બાળકના સ્વાસ્થ્યની કાળજી શાળા આરોગ્ય કાર્યક્રમની ટુકડી દ્વારા લેવામાં આવે છે. એમ.સી.એચ. સેવાઓ માટે કામ કરતા આરોગ્ય કામદારો શાળાની આરોગ્ય ટુકડીનો ભાગ હોઈ શકે અથવા ના પણ હોઇ શકે.

હકીકતમાં બાળકના સ્વાસ્થ્યની શરૂઆત ત્યારે થાય છે જયારે કન્યાનો જન્મ થાય છે જે આગળ ચાલીને તે બાળકની માતા બનશે. બાળ આરોગ્ય સેવામાં સમાવેશ થાય છે જન્મ પહેલા ગર્ભના આરોગ્યની સંભાળ (પ્રસૂતિ-પૂર્વ બાળરોગશાસ્ત્રના), જન્મ થી ૨૮ દિવસ સુધી નવજાત ના આરોગ્યની સંભાળ, ૧ મહિના થી ૧૨ મહિના સુધી શિશુની સંભાળ, ૧ વર્ષ થી ૨ વર્ષ સુધી બાળકની સંભાળ અને ૨ વર્ષ થી નિશાળે જતા પહેલાના બાળકોની સંભાળ. બાળ આરોગ્ય સેવાઓ ના હેતુની ખાતરી આપે છે કે:

  • દરેક બાળકને પર્યાપ્ત સંભાળ અને યોગ્ય પોષણ મળે છે
  • તેમની વૃદ્ધિ અને વિકાસ નું નિરીક્ષણ થાય છે અને કોઈપણ ફેરફાર ઓળખવામાં આવે છે અને તેની સમય પર સારવાર કરવામાં આવે છે
  • માંદગી શોધવામાં આવે છે અને કોઈ પણ વિલંબ કર્યા વગર તેની સારવાર કરવામાં આવે છે જેથી તેને વધુ બગડતા અટકાવી શકાય
  • તાલીમ પામેલા વ્યક્તિ દેખરેખ કરે છે
  • તેમના બાળકોને યોગ્ય દેખરેખ આપવા અને તેમના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માતા અને તેમના પરિવારના સભ્યોને શિક્ષિત કરવા અને તાલીમ આપવામાં આવે છે
  • બાળપણના વિવિધ તબક્કામાં બાળકોની સ્વાસ્થ્ય કાળજી અહીં રજૂ થયેલ છે.

ગર્ભની કાળજી

ગર્ભાવસ્થા દરમિયાન કાળજીનો એક હેતુ છે, 'પરિપક્વ, જીવંત અને સ્વસ્થ બાળકના જન્મની ખાતરી કરવી'. જન્મ પહેલાંના કાળજીનું કેન્દ્ર ફક્ત માતાના સ્વાસ્થ્યની સંભાળ અને માતાને થતી તકલીફો અટકાવું નથી. તેનું કેન્દ્ર ગર્ભનું નીચુ જન્મ વજન, ગર્ભ વિકૃતિઓ, નવજાત શ્વાસાવરોધ, જન્મજાત વિલક્ષણ અટકાવું પણ છે. ગર્ભની કાળજીને ઍન્ટિનેટલ પેડીયાટ્રીક્સ પણ કહે છે. આ શક્ય બન્યું છે એમીનોસેનટેસિસ, ચોરીઓન બાયોપ્સી, અલ્ટ્રા-સોનોગ્રાફી, ફીટોસ્કોપી જેવી તબીબી ટેકનોલોજીમાં થયેલ ઉન્નતિના કારણે, જે કોઈપણ પ્રકારની વિકૃતિના નિદાનને તેના માટે લીધેલ પગલાં લેવામાં મદદ રૂપ થઈ શકે છે.

પર્યાપ્ત અને યોગ્ય અન્ટીનૅટલ સંભાળ, પોષણ વગેરેથી જન્મ વખતનું ઓછુ વજન, ઘણી બધી વિકૃતિ અટકાવીને સામાન્ય વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહિત કરી શકાય છે. પર્યાપ્ત અને યોગ્ય સંભાળમાં સમાવેશ થાય છે પરિવાર નિયોજન નો.

નવજાત કમળો

નવજાત કમળાની વ્યાખ્યા

પિત્તના રંગદ્રવ્ય (બિલીરુબીન) દ્વારા નવજાત શિશુની ચામડીને આંખના સફેદ ભાગમાં પીળા ડાઘા. નવજાત બાળકોમાં કમળો એક માત્રા સુધી સામાન્ય છે. તે લાલ રક્તકણોના ભંગાણના કારણે છે (જે રક્તમાં બિલીરુબીનની રજૂઆત કરે છે) અને નવજાતના પિત્તાશયમાં અપરિપક્વતા માટે (જે બિલીરુબીનનું અસરકારક રીતે ચયાપચય ન કરી શકાય અને તેનું પેશાબ દ્વારા કે મળત્યાગ માટે તૈયાર કરવું) જવાબદાર છે. સામાન્ય જન્મજાત કમળો ખાસ કરીને જીવનના ૨ થી ૫ દિવસો વચ્ચે દેખાય છે અને સમય સાથે જતું રહે છે.

નવજાત કમળાને નવજાત હાયપરબીલીરુબીનેમીયા અને નવજાતનો ફીઝીઓલોજીક કમળો પણ કહેવાય છે.

નવા જન્મેલ શિશુમાં કમળો કે નવજાત કમળો સામાન્ય રીતે હાનિકારક નથી હતો અને જન્મના બીજા દિવસે દેખાય છે. તે સામાન્ય જન્મમાં ૮ દિવસ સુધી ચાલી શકે છે અને સમય પહેલા ના જન્મમાં ૧૪ દિવસ સુધી ચાલી શકે છે.

જ્યારે શિશુના પિત્તાશય બિલીરુબીન નામના રંગદ્રવ્યનો નિકાલ પર્યાપ્ત ઝડપથી ન કરી શકે ત્યારે થઈ શકે છે. બિલીરુબીન એક પીળા રંગનું રંગદ્રવ્ય છે. લાલ રક્તકણોનું ભંગાણ થાય અને મૂત્રપિંડો તેમજ પિત્તાશયમાંથી તેનો નિકાલ થાય ત્યારે તેનું ઉત્પાદન થાય છે. કારણ કે પિત્તાશય પ્રમાણમાં અપરિપક્વ છે જે જેમા થયેલ રંગદ્રવ્યનો નિકાલ કરવામાં અસમર્થ છે. આના લીધે ત્વચા પીળી પડે છે. એટલે જ્યારે જન્મના બે દિવસ પછી જો તમે પીળી ચામડી જુવો તો ઘભરાઈ ન જાવ.

લક્ષણો

  • પીળી ચામડી
  • પીળી સ્ક્લેરા અને નખ પથારીઓ
  • સામાન્ય કરતાં લાંબા સમય સુધી બાળક ઊંઘે છે

સારવાર

જો કમળો ઉગ્ર ન હોય તો પોતાની જાતે તે ૧૦ દિવસમાં નીકળી જાય છે. જો કે, તેની તીવ્રતાને ઓછી કરવા નીચે આપેલ સારવારને અનુસરવું ફરજિયાત છે.

  • બાળકને વધુ વખત સ્તનપાન કરાવો
  • પરોક્ષ સૂર્યપ્રકાશ સામે ખુલ્લા કરવું. પ્રાધાન્ય પ્રમાણે બાળકનું પારણુ કે ખાટલો બારી, જે પાતળા પડદાથી ઢાકેલ છે, તેની નજીક રાખો.
  • તેમને બીલી લાઇટ હેઠળ મૂકો (એક ફોટો થેરેપીનું સાધન) એટલે, બીલીરીયમનું ભંગાણ કરવા તેમને ઉચા સ્તરના રંગીન પ્રકાશ નીચે ખુલ્લા કરો. આ હેતુ માટે વાદળી પ્રકાશ સામાન્ય રીતે વપરાય છે. બીલીરીયમના ભંગાણ માટે લીલો પ્રકાશ વધારે અસરકારક છે. જોકે, સામાન્ય રીતે તે નથી વપરાતો કારણકે બાળક માંદુ દેખાવા લાગે છે.
  • ગંભીર સ્થિતિમાં લોહી ચઢાવામાં આવે છે.
  • પિત્તાશય ઉત્તેજીત કરવા માટે ચોક્કસ દવાઓ વાપરો જેથી પીળા રંગદ્રવ્યને દૂર કરી શકાય.

નોંધ:

જો કમળો ૨ અઠવાડિયાથી વધારે ચાલુ રહે; ત્યાર બાદ નવજાતની મેટાબોલિક સ્ક્રીન ગલેકટોસેમીયા અને હાયપોથાઇરોડીઝમ માટે કરવી જોઈએ. શિશુના વજન વળાંકના મૂલ્યાંકન સાથે કૌટુંબિક ઇતિહાસની શોધ કરવી જોઈએ. મળના રંગની પણ આકારણી કરવી જોઈએ.

કેટલાક રસપ્રદ તથ્યો

  • એક સર્વેક્ષણ જણાવે છે કે કમળો મહિલા શિશુ કરતાં પુરુષ શિશુમાં વધુ જોવા મળે છે. જોકે, તેને બીલીરુબીન ઉત્પાદન દર સાથે સંબંધિત નથી, જે મહિલા શિશુ જેટલુજ હોય છે.
  • ફ્રાન્સના સંશોધકોએ તાજેતરમાં જણાવ્યું હતું કે તીવ્ર સૂર્યપ્રકાશમાં ખુલ્લું મુકવાથી ચામડી પર મસા થાય છે. તબીબી ભાષામાં આ મસાને મેલાનોસાયતિક નાઈવી કહેવાય છે. તેથી સંશોધકો માતાપિતાને સલાહ આપે છે કે જ્યારે તેમને તીવ્ર પ્રકાશ થેરાપી માટે ખુલ્લા પાડો ત્યારે તેમને પુરતી સુરક્ષા આપો.
  • થોડા વર્ષ પહેલા જોન હોપકિન્સ યુનીવર્સીટી એ સાબિત કર્યું કે બીલીરુબીન રંગદ્રવ્ય, જે ચામડીને પીળો રંગ આપે છે, તે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. તે બાળકના કોશિકાને નુકસાન સામે રક્ષણ આપે છે. તેથી કમળો કોશિકાને થતા નુકસાનને અવરોધરૂપ કાર્ય કરી શકે છે. જોકે કમળની કાળજી લેવી જોઈએ.
  • નવજાત બાળકને જન્મ પછી થોડા દિવસ માટે પાણી પીવડાવામાં આવે તો નવજાતમાં કમળની તીવ્રતા વધે છે. તેના લીધે બાળકને પાણી કરતા સ્તનપાન વધારે કરાવું જોઈએ.

નવજાત શિશુઓની સંભાળ

નવજાત બાળકની સંભાળ જન્મથી ૨૮ દિવસ સુધી હોય છે. આ સમયગાળા દરમિયાન દેખરેખ અત્યંત અગત્યની છે કારણ કે તે પ્રસુતિ વખતના અને પ્રસૂતિ પછી મૃત્યુદર ઘટાડવામાં મદદ કરે છે. આ સમયગાળા દરમિયાન દેખરેખ એક પ્રસૂતિવિજ્ઞાની, પિડીયાટ્રિશીયન, નર્સીંગ કર્મચારીઓના ટુકડી દ્વારા કરવામાં આવે છે. જન્મના પછી પ્રથમ સપ્તાહમાં અને ખાસ કરીને પ્રથમ ૨૪-૪૮ કલાક દરમિયાન દેખરેખ ખૂબ જ નિર્ણાયક છે, કારણ કે આ સમયગાળો ખૂબ જ જટિલ છે અને આ સમયગાળા દરમિયાન થતી નજીવી ભૂલો ઊંચા મૃત્યુદર જેવા ગંભીર સમસ્યાઓમાં પરિણમી શકે છે. નવજાતની યોગ્ય દેખરેખથી ૫૦-૬૦% બાળ-મૃત્યુને અટકાવી શકાય છે, અને તેમાંથી અડધાથી વધારે તેમના જન્મના પહેલા અઠવાડિયામાં અટકાવી શકાય છે. જન્મ પછી અને ત્યાર બાદની સંભાળ એન્ટી અને પોસ્ટ નેટલ સંભાળમાં ચર્ચાયેલ છે

શિશુઓની, પગલી માંડવાની ઉંમરના બાળક અને શાળા જતા પહેલાના બાળકોની સંભાળ

નવજાત શિશુઓ, નવું ચાલવા શીખતા બાળક અને નિશાળે જતા પહેલાના બાળકોને પાંચ વર્ષ નીચે તરીકે વર્ગીકૃત કરી શકાશે. હકીકતમાં, આ પાંચ વર્ષથી ઓછી ઉમરના વૃદ્ધિ અને વિકાસના તબક્કામાં વ્યાખ્યાયિત થયેલ છે. આ બધી વયના બાળકોના જૂથની કાળજી સુવિધા બિંદુથી એક સાથે ચર્ચા કરવામાં આવી છે. તે પણ લાગ્યું કે એક જૂથથી બીજા જૂથમાં સંભાળ સતત છે અને સંભાળના ઘટકો સરખા છે. આ સંભાળ સ્વાસ્થ્ય કેન્દ્રો અને હોસ્પિટલોના દવાખાનામાં સ્વાસ્થ્ય કર્મચારીઓની એ જ ટીમ દ્વારા આપવામાં આવે છે. તેની ચર્ચા પાંચ વર્ષ નીચેના બાળકોના સંભાળમાં થયેલ છે.

વૃદ્ધિ અને વિકાસ નું નિયંત્રણ:

તે ખૂબ જ મહત્વનું છે કે બાળકની વૃદ્ધિ અને વિકાસ નિયમિત પણે મોનીટર કરવામાં આવે. તે બાળકની આરોગ્ય અને પોષણ પરિસ્થિતિ સૂચવે છે. સામાન્ય વૃદ્ધિ અને વિકાસ કોઇ પણ ફેરફારની ઓળખ અને પરિવાર અને આરોગ્ય કેન્દ્ર સ્તરે લઈ શકાય સમયસર પ્રતિકારક પગલા લેવામાં મદદ કરશે.

બાળકની વૃદ્ધિ

શરીરના કદમાં વધારો બળ વૃદ્ધિ સૂચવે છે જેનો માપ શરીરના વજન, ઉચાઇ (શિશુની લંબાઈ), માથા, હાથ અને છાતીના ફરતો ઘેરાવાથી લેવાય છે. આ માપ 'ઍન્થ્રોપોમેટ્રિક' (માનવમિતીય) માપ તરીકે ઓળખાય છે. આ માપને સંદર્ભ ધોરણો સાથે આકારણી કરવા માટે સરખાવવામાં આવે છે કે શું માપ સામાન્ય મર્યાદા અંદર છે કે નહી (+ અથવા - ૨ પ્રમાણભૂત ફેરફાર). આ માપનું મૂલ્યાંકન ટકાની દ્રષ્ટિએ કરી શકાય છે, એટલે ચોક્કસ સ્તર નીચે ઘટતી વ્યક્તિગત ટકાવારી, દા.ત. ૫૦મા ટકા મર્યાદા ૩ ટકા અને ૯૭ ટકા તરીકે ગણવામાં આવે છે. જે બાળકનું વજન આ બે મર્યાદા વચ્ચે હોય (૯૪%) તો તેને સામાન્ય શ્રેણી અંદર ગણવામાં આવે છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (ICMR) ઊલટ-વિભાગીય અભ્યાસ કરવાથી ભારતીય બાળકો માટે સંદર્ભ માપદંડ નક્કી કરે છે. ડબ્લ્યુ.એચ.ઓ દ્વારા સુયોજિત સંદર્ભ માપદંડ વિશ્વમાં ક્યાં પણ ૫ વર્ષ સુધીના બાળકો માટે વાપરી શકાય છે.

વિકાસ ચાર્ટમાં ઘણા ફાયદા છે. આ મદદ કરી શકે છે:

  • માતાની સક્રિય ભાગીદારી સાથે બાળકના વજન અને વૃદ્ધિનું નિયમિત રેકોર્ડિંગ કરવા
  • બાળકોમાં કુપોષણના સ્તરની ઓળખ
  • કુપોષણના ચોક્કસ ગ્રેડ મુજબ ભલામણ પગલાં લેવાં
  • નિયમિત વજન લેવા અને કુપોષણને રોકવા કે નિયંત્રણ કરવા માતા અને આરોગ્ય કાર્યકરનું શિક્ષણ
બાળકોમાં કુપોષણ માટેના ઉપાયાત્મક પગલાંની અસરકારકતાની આકારણી કરવી

વિકાસનો ઢાંચો

વિવિધ વય-જૂથો અને દરેક વય-જૂથમાં બાળકોની વૃદ્ધિ અંતર્જાત અને બહિર્જાત પરિબળો પર નિર્ભર કરે છે. માનવમિતીય માપના સંદર્ભો સાથે બાળકોની વૃદ્ધિ એક ચોક્કસ રૂપરેખા/ધોરણ અનુસરે છે. સામાન્ય સ્વસ્થ ધરાવતા અને સારી રીતે પોષિત બાળકોમાં જીવનના પહેલા વર્ષમાં વૃદ્ધિ ઝડપથી થાય છે.

વજન: જન્મના પહેલા ૩-૪ દિવસ દરમિયાન બધા બાળકોનું વજન ઓછુ થાય છે અને ૭થી ૧૦ દિવસમાં તે વજન વધી જાય છે. પહેલા ૩ મહિનામાં દરેક દિવસે ૨૫-૩૦ ગ્રામ સુધી વધે છે, ત્યાર બાદ વધવાની ગતી ઓછી થાય છે. ઓછા જન્મના વજનવાળા બાળકોને મુક્ત સામાન્ય રીતે, ૫ મહિના સુધી બાળકનું વજન બમણું થાય છે અને ૧ વર્ષમાં તે ત્રણ ગણું વધે છે.

ઓછા વજનવાળા બાળકો તેમનું વજન વહેલા બમણું કરે છે અને ૧ વર્ષમાં ચાર ઘણું વધારે છે. એક વર્ષ પછી વજનનું વધવું એટલું ઝડપી નથી હોતું.

ઘણા બાળકોનુ વજન પ્રથમ પાંચથી છ મહિના માટે ખૂબ જ સારુ હોય છે અને આ વય સુધી તેનું જન્મ વજન બમણું થાય છે. પરંતુ આ ઉંમર બાદ વૃદ્ધિ વળાંક થોડો અસ્થિર થાય છે. આનું કારણ છે કે ફક્ત સ્તનપાન બાળક માટે પૂરતું નથી. સ્તનપાન સાથે અગાઉ ચર્ચા કરવામાં આવેલ વધારાના ખોરાક આપવા જોઈએ. બાળકની ઉચાઇ તેના/તેની ઉચાઇ પર આધારિત છે. તે નક્કી કરવું ખુબજ મહત્વપૂર્ણ છે કે બાળકનું વજન સામાન્ય શ્રેણીમાં છે કે નહી. ઉચાઈના હિસાબે બાળક વધારે કે ઓછા વજનવાળું હોઈ શકે છે. ઉચાઇના હિસાબમાં ઓછુ વજન કુપોષણ સૂચવે છે.

ઊંચાઈ: ઊંચાઈ બાળવિકાસનું બીજું માપન છે. નવજાત શિશુની ઉચાઇ ૫૦ સે.મી (૨૦ ઇંચ) હોય છે. પહેલા વર્ષમાં ઉચાઇમાં વધારો ૨૫ સી.મી, બીજા વર્ષમાં ૧૨ સી.મી, ત્રીજા, ચોથા અને પાંચમાં વર્ષમાં ૯, ૭ અને ૬ સે.મી હોય છે. જો ઉંમરના હિસાબે ઉચાઇ ઓછી હોય તો તેને કુંઠિત વૃદ્ધિ કહેવાય. કુપોષણ દ્વારા વજન જેમ, ઊંચાઇ પર તુરંત જ અસર પડતી નથી. સતત કુપોષણ તેને એક સમયગાળા પર અસર કરે છે. તે ખૂબ જ મહત્વનું છે કે ઊંચાઈની નોંધણી ચોકસાઈપૂર્વક થાય.

માથાની અને છાતીમાં પરિધિ (ફરતો ઘેરાવો): જન્મના સમય માથાનો ફરતો ઘેરાવો ૩૪ સે.મી (૧૪ ઇંચ) હોય છે. છાતીના ફરતા ઘેર કરતા ૨ સે.મી વધારે. છાતીનો ફરતો ઘેર માથાના ફરતા ઘેર કરતા વધતો જાય છે. જો બાળક કુપોષિત છે તો છાતીનો ઘેર ને માથાના ઘેરથી વધારે થતા ૩ થી ૪ વર્ષ થાય છે.

બાહુના મધ્યભાગની પરિધિ: આ એક સરળ અને ઉપયોગી માપ છે; જ્યારે હાથ શરીરના બાજુમાં આરામની સ્થિતિમાં હોય ત્યારે માપવુ. નરમ કોશમંડળના મધ્યબિંદુ પર ટેપને સંકોચન વિના નરમાશથી પરંતુ મજબૂતપણે મૂકવી. આ ફરતો ઘેર જન્મ અને ૧ વર્ષ સુધી ઝડપથી વધે છે: ૧૧ થી ૧૨ સે.મી. સુધી વધે છે. સંપૂર્ણપણે પોષિત બાળકોમાં ૫ વર્ષ સુધી ૧૬-૧૭ સી.મી પર સતત રહે છે. આ સમયગાળા દરમિયાન સ્નાયુઓ પ્રારંભિક બાલ્યાવસ્થાના ચરબીને બદલે છે. ૮૦% થી ઓછુ માપ, એટલે ૧૨.૮ સી.મી જેટલું માપ મધ્યમ થી ગંભીર કુપોષણ સૂચવે છે. હાથનો ફરતો ઘેર માપવા એક રંગીન સ્ટ્રીપ ઉપલબ્ધ છે.

બાળકનો વિકાસ

બાળવિકાસનો સંદર્ભ તેના બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક કુશળતા અને વિધેયોને સંબંધિત વિકાસની સાથે છે. આ સાઈકો-સોશિઅલ વર્તનના વિકાસનો સંદર્ભ લે છે. આથી બાળકોની માત્ર વૃદ્ધિ પદ્ધતિનું નિયંત્રણ નહી પણ તેના વિકાસનું નિયંત્રણ કરવું પણ મહત્વનું છે. આના માટે વિકાસ લક્ષ્યોના કેટલાક મહત્વના સીમાચિહ્નો સાથે પરિચિત હોવા જોઈએ. સિદ્ધિઓની પ્રાપ્તિની એક સામાન્ય શ્રેણી હોય છે તેથી બાળકોમાં સિદ્ધિઓની પ્રાપ્તિ અલગ-અલગ હોય છે. આરોગ્ય કાર્યકરોએ વૃદ્ધિ અને સિદ્ધિઓની નોંધણી કરવી જોઈએ. તેમને માતા અને અન્ય ઘરના સભ્યોને બાળકોના વૃદ્ધિ અને વિકાસ વિશે માહિતગાર કરવા જોઈએ જેથી તે લોકોને તેમના બાળકોના વિકાસશીલ સ્વસ્થ માટે વિશેષ માર્ગદર્શન આપી શકાય.

બાળકોની વૃદ્ધિ અને વિકાસ વિવિધ પરિબળો દ્વારા પ્રભાવિત છે. આ પરિબળોમાં સમાવેશ થાય છે: વંશસૂત્રીય વારસા જેવા જૈવિક દેણગી, ઉંમર, લિંગ, માતા અને બાળક નું જન્મ બાદ પોષણ, ભૌતિક પર્યાવરણ જેવા કે આવાસ, સૂર્યપ્રકાશ, સુરક્ષિત પાણી પુરવઠો, ઝાડા જેવા ચેપ નો અટકાવ અને નિયંત્રણ, કુટુંબ કલ્યાણના પાસાઓ જેવા કે કૌટુંબિક સંખ્યા, જન્મ ક્રમ અને જન્મ અંતર, ગર્ભાવસ્થા દરમ્યાન કાળજી. મોટા ભાગના આ પરિબળો પરિવારના અને ખાસ કરીને મહિલાઓના સામાજિક-આર્થીક દરજ્જાના સીધા અસર હેઠળ છે. વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહિત કરવા આ બધા પરિબળોને ધ્યાનમાં રાખવા જરૂરી છે, કારણ કે તેનો સીધી અસર બાળકોના વૃદ્ધિ અને વિકાસ પર થાય છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate