હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / તંદુરસ્ત રહેવા માટેની કેટલીક ઉપયોગી ટિપ્સ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

તંદુરસ્ત રહેવા માટેની કેટલીક ઉપયોગી ટિપ્સ

તંદુરસ્ત રહેવા માટેની કેટલીક ઉપયોગી ટિપ્સ

તમારા દિવસની યોગ્ય રીતે શરૂઆત કરો

બ્રેકફાસ્ટ હંમેશા ખાવો જોઈએ ! બ્રેકફાસ્ટ એક મહત્વપૂર્ણ આહાર છે અને એક સારો બ્રેકફાસ્ટ લેવાથી તમારા દિવસની યોગ્ય શરૂઆત કરવામાં અને મેટાબોલિક દર વધારવામાં મદદ મળે છે. 
ઓછી ચરબીવાળા દૂધ સાથે મલ્ટીગ્રેઇન બ્રેડ, હેલ્ધી પરોઠા, બાજરીના રોટલો 
લઈને ખાવ.

  • જો તમે બહુ ઉતાવળમાં હોવ તો તમારા આવવા-જવા દરમિયાન કોઈ પણ ફળનો ટુકડો લઇ લો અને ખાવ.

વિવિધ પ્રકારનો ખોરાક ખાવ

આપણા શરીરને સારા સ્વાસ્થ્ય માટે 40 પોષક તત્વો જરૂરી છે. કોઈ એક ખોરાક અથવા ખોરાકનું જૂથ તમને બધા પોષક તત્વો એક સાથે પૂરા પાડી શકે નહી, જેથી તમારા શરીરને જે જરૂરી છે તે મળે તે માટે વિવિધ આહાર લો. 

ફળ અને શાકભાજી વધુ ખાવ

જે તમારી નજર સામે જ હોય તો એ ખાવું સરળ ના પડે/ હવે પછી તમે શાકભાજી ખરીદી કરો, ત્યારે તમે ફળો અને શાકભાજીના તમારા સ્ટોકની ખાતરી કરો. પછી રસોડામાં ટેબલ અથવા કાઉન્ટર પર એક વાટકી ફળ રાખો. વચ્ચે વચ્ચે અથવા ભોજન બાદ એકાદ ટુકડો લેતા રહો. ખરીદેલાં શાકભાજી રાંધવાનું ભૂલતાં નહી!

ઓછી ચરબીવાળો આહાર પસંદ કરો

આપણે તળેલા ખોરાક વિશે શું કહી શકીએ? તે સ્વાદિષ્ટ છે, પરંતુ આરોગ્ય માટે યોગ્ય નથી. તેમાં ચરબીનું પ્રમાણ ઊંચું હોય છે. અહીં થોડા સૂચનો આપ્યાં છે જેનાથી હૃદય બચી શકે.

  • ડીપ ફ્રાય ઓછુ કરો. મોટે ભાગે વાનગીને ગ્રીલ કરવા/ બેક કરવા, બાફવા અથવા ઉકાળીને બનાવવા વધુ પ્રયાસ કરો.
  • રસોઇ કરવા અથવા વઘારમાં તેલ ઓછું વાપરો. ઓછા સેચ્યુરેટેડ તેલને પસંદ કરો, ઓલિવ અને રાઈસ બ્રાનના તેલ છે, જેમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ચરબી સારા પ્રમાણમાં છે તેનો ઉપયોગ કરો.
  • ફાસ્ટ ફૂડ ટાળો. તેમાં ચરબી વધારે હોય છે.
  • ડેરીના લો-ફેટ ઉત્પાદનો વાપરો જેમ કે મલાઈ કાઢી લીધેલું અથવા 1 ટકા દૂધ, ઓછી ચરબીવાળું ચીઝ, ઓછી ચરબીવાળું દહીં, અથવા હળવો આઈસ્ક્રીમ લો. તમને તો પણ પોષક તત્વો અને સ્વાદ મળશે જ, પરંતુ ચરબીની માત્રા અડધી થઇ જશે.

સ્નેક્સ વિષે

આપણે શા માટે સ્નેક્સ ખાઈએ છીએ ? તેઓ સ્વાદિષ્ટ છે, સરળતાથી મળી રહે, અને તેનાથી આપણી ખારી-મીઠી ચીજો ખાવાની ઈચ્છા સંતોષાય છે. અને, આપણને તેના ક્રન્ચી સ્વાદની મજા આવે છે. તેમ છતાં, કેટલાંક સ્નેક્સમાં ચરબી અને મીઠું ઊંચી માત્રામાં હોય છે. તમારા મનપસંદ સ્નેક્સમાં કેટલી ચરબી અને મીઠું છે તે શોધવા માટે ન્યુટ્રીઅન્ટ ટેબલ વાંચો! કેટલાક અન્ય આરોગ્યપ્રદ વૈકલ્પિક પદાર્થો સૂચવી શકાય.

બધું ખાવ પણ મર્યાદામાં

કોઈ ખોરાક સારો અથવા ખરાબ નથી હોતો. અમેરિકન ડાયેટિક એસોસિયેશન સૂચવે છે તેમ- જ્યાં સુધી તમે તેમને યોગ્ય માત્રામાં લો ત્યાં સુધી બધા ખોરાક ફિટ થઈ શકે છે. કોઈપણ ખોરાક વધુ પડતો લેવો તે ખરાબ છે; જો તમે માત્ર શાકભાજી જ ખાવ અને બીજું કંઇ ન લો, તો તે પણ એક સમસ્યા છે. અને માત્ર કોઇ વાનગી ચરબીરહિત અથવા ઓછી ચરબીવાળી છે એનો અર્થ એ નથી કે તમે ઇચ્છો એટલું ખાઈ શકો. ઘણી વાર ઓછી ચરબીવાળા અથવા ચરબી વગરના પદાર્થોમાં પણ કેલરીની માત્રા ઊંચી હોય છે. બધું ખાવ પણ મર્યાદામાં. ચરબી, ખાંડ અથવા મીઠું 
ઊંચી માત્રામાં હોય તેવા પદાર્થો ઓછા ખાવ પણ સાવ બંધ ન કરવા.

સ્ત્રોત: ફેમિના, નવગુરાત સમય

3.0303030303
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top