વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

તંદુરસ્ત જિંદગી જીવવાની ચાવી

તંદુરસ્ત જિંદગી જીવવાની ચાવી વિશેની માહિતી

તંદુરસ્ત રહેવા માટે માત્ર થોડી કાળજી લેવાની છે અને અમુક વાતોનું પાલન કરવાનું છે. અહીં આપેલી ટિપ્સને અપનાવો અને રહો ચુસ્ત –દુરસ્ત.

દિવસની શરૂઆત થોડોક નાસ્તો ખાઈને કરો

જો તમે ખૂબ ઉતાવળમાં હોવ, તો એકાદ ફળનો ટુકડો ખાવ. બ્રેકફાસ્ટ ખાવ. બ્રેકફાસ્ટ એ અગત્યનું ભોજન છે અને સારો બ્રેકફાસ્ટ તમારા દિવસની શરૂઆત સારી રીતે કરવામાં મદદ કરે છે.

વિવિધ પ્રકારના ખોરાક આરોગો

આપણા શરીરને સારા સ્વાસ્થ્ય માટે 40 પ્રકારનાં પોષક તત્ત્વોની જરૂર પડે છે. કોઈ એક જ આહાર કે આહારનું ગ્રૂપ તમને તમામ પોષક તત્ત્વો પૂરાં પાડે એવું નથી, એટલે તમારા શરીરને જરૂરી તત્ત્વો મળી રહે તે માટે વિવિધતાસભર પદાર્થો ખાવાનું રાખો.

ફળો અને શાકભાજી વધારે ખાઓ

જ્યારે પણ તમે કરિયાણું ખરીદવા જાવ, તો એ પણ જુઓ કે તમે ફળો અને શાકભાજી પણ લેવાનું રાખો. કીચન ટેબલ અથવા કાઉન્ટર પર એક સરસ બાઉલમાં ફળો ભરીને મૂકો. જમ્યા પહેલાં અને પછી એમાંથી ટુકડો લઈને ખાવ. રોજ શાકભાજી ખાઓ.

વધુ પ઼ડતી ચરબીવાળા પદાર્થો ખાવાં નહીઃ

આપણે તળેલા પદાર્થો વિષે શું કહીશું? તેઓ સ્વાદિષ્ટ હોય, પણ તમારે માટે બહુ સારા નથી. એમાં ફેટનું પ્રમાણ ઊંચું હોય છે. અહીં કેટલાંક સૂચનો છે જે તમારા હૃદયને બચાવશેઃ

  • ડીપ-ફ્રાય બહુ જ ઓછું કરો. મોટે ભાગે ખોરાકને ગ્રિલિંગ/બાર્બેક્યુઇંગ, બેકિંગ, સ્ટીમિંગ અથવા બોઇલ કરવાનું રાખો.
  • રાંધવા માટે અથવા વઘાર માટે તેલનો ઉપયોગ ઓછો કરો. તેલ જો ખાવું જ પડે તો ઓછા સેચ્યુરેટેડ તેલ અને ખાસ તો પ્યુફા અને મ્યુફાનું યોગ્ય કોમ્બિનેશન હોય તેવાં તેલ વાપરો.
  • ફેટ ફ્રી લખ્યું હોય તેવાં લેબલ વાંચવા. મોટા ભાગના તેમાંના હાઈ ફેટ ધરાવતા હોય છે. તેમાંના ન્યુટ્રિશન ફેક્ટ્સ જાણી લેવા જોઈએ.
  • લો-ફેટ ડેરી પ્રોડક્ટ્સ જેમ કે સ્કીમ અથવા 2 ટકા ફેટવાળું દૂધ, ઓછા ફેટનું ચીઝ, લો-ફેટ યોગર્ટ અથવા લાઇટ આઇસક્રીમનો ઉપયોગ કરવો. તમને પોષણ અને ટેસ્ટ તો મળશે જ પણ ફેટ્સ અડધી થઈ જાય છે.

સ્નેક્સનું ધ્યાન રાખો

આપણે શા માટે સ્નેક્સ ખાઈએ છીએ/ તે સ્વાદિષ્ટ લાગે છે, સરળતાથી બનાવી શકાય છે અને તેનાથી આપણી મીઠું અને નમકીન ખાવાની ઝંખના પૂરી થાય છે અને એની ક્રંચીનેસની મઝા આવે છે. તેમ છતાં, કેટલાંક સ્નેક્સ ફૂડ્સમાં ફેટ્સ અને સોલ્ટ વધુપડતાં હોય છે. તમારી ભાવતી આઇટમમાં કેટલાં બધાં ફેટ્સ અને સોલ્ટ હોય છે ! એટલે વધુ તંદુરસ્ત વિકલ્પો માટે સૂચનો જુઓ.

બધું જ પ્રમાણસર ખાઓ

કોઈ જ ખોરાક ‘સારો’ કે ‘ખરાબ’ હોતો નથી. અમેરિકન ડાયેટેટિક એસોસિએશન સૂચવે છે તેમ તમામ ખોરાક- જ્યાં સુધી થોડા પ્રમાણમાં ખાવ ત્યાં સુધી યોગ્ય જ છે. કોઈ પણ વસ્તુ વધુ પડતી ખાવી તે ખોટું છે. જો તમે માત્ર શાકભાજી જ ખાવ અને બીજું કંઈ જ ન ખાવ તો તે સમસ્યા કરશે. તો કોઈ ચીજ કેવળ ફેટ-ફ્રી અથવા લો-ફેટ છે તો એનો અર્થ એ નથી કે તમે ઇચ્છો એટલી ખાવ. ઘણા લો-ફેટ અથવા નોન-ફેટ પદાર્થોમાં હાઈ કેલરી હોય છે. એટલે દરેક વસ્તુ મોડરેશનમાં –યોગ્ય પ્રમાણમાં –ખાવ. જે ચીજોમાં ફેટ, સુગર કે સોલ્ટ વધારે હોય તે ઓછું ખાઓ પણ સાવ બંધ ન કરશો.

શરીરનું વજન જાળવો

મેદસ્વી અથવા તો ઓવરવેઇટ થવાથી તમારું વિવિધ પ્રકારના રોગો –જેમ કે હૃદયરોગો, ડાયાબિટીસ અને કેટલાંક કેન્સર્સ થવાનું જોખમ વધી જાય છે. શરીર વાપરે તે કરતાં વધુ કેલરીઝ ખાવાને કારણે શરીરમાં વધુ પડતી ચરબી જમા થાય છે. જો તમે અત્યંત પ્રવૃત્તિશીલ હોવ, તો તમે વધુ ખાઈ શકો. ખાવાની તમામ ચીજોમાંથી કેલરીઝ મળે છે- પ્રોટીન, ફેટ, કાર્બોહાઇડ્રેટ અને ફેટ્સ. એટલે પ્રોફેશનલ મદદ લઈને તમારા આહારની ડિઝાઈન બનાવો જે તમામ ન્યુટ્રીઅન્ટ્સનું બેસ્ટ કોમ્બો હોય.

પુષ્કળ પ્રવાહી પીઓ

સાધારણ પુખ્ત વયની વ્યક્તિઓએ દિવસના ઓછામાં ઓછા 2 લીટર જેટલું પાણી પીવું જોઈએ. જો તમે શારીરિક મહેનત કરતા હોવ અને ખૂબ ગરમી હોય તો આનાથી વધારે પાણીની જરૂર પડે. સાદું પાણી દેખીતી રીતે પ્રવાહીનો ઉત્તમ સ્રોત છે, પણ વિવિધતાથી મઝા પણ પડે અને હેલ્ધી રહેવાય.

ચાલવાનું રાખો

આપણે જોયું છે કે વધુ પડતી કેલરી અને અપૂરતી પ્રવૃત્તિથી વજન વધે છે. હળવી શારીરિક પ્રવૃત્તિ આ વધારાની કેલરી બાળવામાં મદદ કરે છે. એ હૃદય અને સર્ક્યુલેશન સિસ્ટમ માટે તેમજ સામાન્ય તંદુરસ્તી તથા વેલ-બીઇંગ માટે પણ સારું છે. એટલે, શારીરિક પ્રવૃત્તિને તમારા દૈનિક રૂટિનનો ભાગ બનાવી દો. લિફ્ટનો ઉપયોગ (ચડ-ઊતર બંને માટે!) કરવાને બદલે દાદરાનો ઉપયોગ કરો. કાર થોડી આગળ પાર્ક કરો. લંચ બ્રેકમાં થોડું ચાલો. ચાલવા માટે કંઈ એથ્લેટ બનવાની જરૂર નથી!

અત્યારે જ શરૂ કરો અને નાના નાના ફેરફાર કરો

તમારી લાઇફસ્ટાઇલમાં એકદમ જંપ લેવાને બદલે ધીમે ધીમે ફેરફાર કરવા વધુ સહેલા છે. તમે હેલ્ધી ખાવાના માર્ગ પર એક ટીપ લઈને એની પર થોડાક અઠવાડિયાં કામ કરો. જ્યારે એની ટેવ પડી જાય, પછી બીજી ટીપ પર કામ કરો.

સ્ત્રોત :સ્ટે હેલ્થી, સોનલ શાહ, નવગુજરાત ફેમિના

3.06451612903
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top