વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જંક ફૂડ સારું કે ખરાબ?

શરીર માટે કેવો ખોરાક સારો અને કેવો ખરાબ એ જાણવું બહુ જ અગત્યનું છે.

જંક ફૂડ...માતાઓ વચ્ચે ચર્ચાનો આ એક ગરમાગરમ મુદ્દો છે. મોટા ભાગની મમ્મીઓ ફરિયાદ કરે છે કે તેમના બાળકોને જંક ફૂડ બહુ ભાવે છે. કાયમ તેમની ડિમાન્ડ એક યા બીજી અનહેલ્ધી આઇટમની હોય છે. એટલું જ નહીં, મોટાઓ પણ બહાર ખાઈને પૂરું કરે છે. મહિલાઓ, એમના ડેઇલી રૂટિનથી બ્રેક લેવા રેસ્ટોરન્ટ જવું પસંદ કરે છે.

હવે, આ 21મી સદીમાં ‘જંકફૂડ' આખી દુનિયામાં ફેલાઇ ગયું છે. ક્યાં સુધી એને રિજેક્ટ કરી શકીએ? સારું કહો કે ખરાબ, જંક ફૂડ હવે બધે જ મળે છે. આપણે બધાં જાણીએ છીએ કે અનહેલ્ધી ફૂડ આપણા શરીર માટે સારું નથી જ. કારણ એ કે એ વાનગીને તૈયાર કરવાની રીત અને એમાં વપરાતાં પદાર્થો, એને વધારે ટેસ્ટી બનાવવા માટે રેસ્ટોરન્ટ પ્રિઝર્વેટિવ્ઝ વાપરે છે જે શરીર માટે નુકસાનકારક છે. એટલે રોજની જિંદગીમાં કરવું શું – કાં તો ખાવું કાં તો તેની બાદબાકી કરવી? એવો પ્રશ્ન દરેકના મનમાં રમતો હોય છે. આરોગ્યની કોઈ સમસ્યા ન થાય એ રીતે જંકફૂડની ઝંખના કેવી રીતે પૂરી કરવી ?.

મૂળભૂત રીતે, આપણું શરીર તંદુરસ્ત બને છે આપણા આહારની પસંદગીથી, તેને ખાવાથી. આહાર શરીરના દરેક કોષના બ્લોક્સ બનાવે છે જે આખા શરીરના કામકાજ માટે જવાબદાર છે. પૂરતા પોષણયુક્ત આહાર વિના આપણે તંદુરસ્ત ન રહી શકીએ. એટલે શરીર માટે કેવો ખોરાક સારો અને કેવો ખરાબ એ જાણવું બહુ જ અગત્યનું છે. શરીરને કામો યોગ્ય રીતે કરવા માટે કેલરીઝ અને પોષક તત્ત્વો જોઈએ જ. એટલે ફોકસ ફૂડ આઇટમ અને એ બનાવવા પર હોવું જોઈએ. જો આ જ વસ્તુઓ હેલ્ધી ઓપ્શન્સ સાથે ઘરે બનાવીએ તો જંક આઇટમ હેલ્ધી વર્ઝન બની જાય.

એક ઉદાહરણ:

બર્ગર મોંમાં પાણી લાવે... ઓકે... હવે તમે શું માનો છો એને? અનહેલ્ધી કે હેલ્ધી ફૂડ? ઘણા એને જંક ફૂડ (અનહેલ્ધી ફૂડ) માને છે તો ઘણા હેલ્ધી ગણે છે. આપણે બંને કરતાં જુદું વિચારીએ. બર્ગર પેટ્ટી બટાકા, કાંદા અને કેપ્સિકમમાંથી બને છે. એમાં, બટાકા એનર્જી, પોટેશિયમ માટે સારા છે. કેપ્સિકમ વિટામિન સી આપે છે. કાંદા વિટામિન B1, B6અને ફોલિક એસિડનો સારો સોર્સ છે. તો પણ એ અનહેલ્ધી ? કેમ?.

આપણે રેસિપીથી શરૂઆત કરીએઃ

રેસ્ટોરન્ટમાં વપરાતાં બન મેંદાના બને છે અને આ મેંદો એ રિફાઇન્ડ પ્રોડક્ટ છે જે ઘઉંના દાણા પરથી થૂલા (બ્રાન) કાઢીને બનાવાય છે. આ થૂલામાં ફાઈબર હોય છે. એટલે મેંદામાં કશું ખાસ પોષક તત્ત્વ રહેતું નથી. હવે આ બર્ગરમાં ખૂબ તેલ હોય છે જેમાં ઘણી કેલરી રહેલી છે. ડીપ ફ્રાઇડ ચીજો શરીરનું વજન વધારે છે. એટલે બર્ગર જેવી ચીજો જંક ફૂડ કહેવાય. પણ આપણે આ ડીશને હેલ્ધી આઇટમ પણ બનાવી શકીએ..

સારી બેકરીશોપમાંથી વ્હીટબન લેવા. પેટ્ટીમાં ઘણી બધી શાકભાજીઓ, પનીર અને તોફુ ઉમેરો. સોયા ચંક્સ પણ ઉમેરી શકાય. એનાથી પ્રોટીન કંટેન વધશે. બાઈન્ડિંગ માટે બટાકા ઓછા અને શક્કરિયાં વધારે લો. એને ઓટ્સ પાવડરમાં રોલ કરો અને ડીપ ફ્રાયને બદલે શેલો ફ્રાય કરો. પેટ્ટી અને બન વચ્ચે વધારાનાં કલરફૂલ શાક જેમ કે કેપ્સિકમ્સ, કાંદા અને કાકડી મૂકી શકાય.આખી પ્રોસેસ એ જ ડીશને ન્યુટ્રીટીવ વેલ્યુઝથી ભરપૂર બનાવી દે છે.

આટલું યાદ રાખો:

એ આપણી પર આધાર રાખે છે કે આપણે કેવી રીતે ફૂડ પસંદ કરીએ છીએ, કેવી રીતે પ્રિપેર કરીએ છીએ. તથાકથિત જંક ફૂડ્સ (જેમ કે બિસ્કિટ્સ, કોલ્ડ-ડ્રિંક્સ, ફાસ્ટફૂડ પિઝા, સમોસા) આ બધાં હાઈ કેલરીવાળા હોય છે અને રિફાઇન્ડ સુગર અને/અથવા સેચ્યુરેટેડ ફેટ્સ ધરાવે છે અને કોઈ કિંમતી પોષકતત્ત્વ તો આપે નહીં જ. જ્યારે જંક ફૂડ્સ ક્વિક એનર્જીના સોર્સ થઈ શકે, પણ હેલ્થ માટે ખરાબ છે. અતિશય સ્વીટ અને સોલ્ટી ચીજો તો જીવલેણ બની શકે. પણ જો કેલરી વગરની ચીજોને વધુ પોષકતત્ત્વોથી ભરપૂર શાકભાજી, ઘઉંની વાનગીઓ અને લો-ફેટ ડેરી પ્રોડક્ટ્સથી રિપ્લેસ કરવામાં આવે, તો આખરે એ હેલ્ધી આઇટમ બની જાય છે. વધુ પડતા જંકફૂડવાળા આહારથી કુપોષણ અને પરિણામે રોગ થાય છે.

એકાદવાર આપણે જંકફૂડ લઈએ તો ઠીક છે, બાકી રોજરોજ ના ખવાય. જ્યારે પણ તમે જંકફૂડ ઓર્ડર કરો, તો શેફને વધુ હેલ્ધીઅર વર્ઝન કરવા કહો જેમ કે મેંદાના પાસ્તા/બ્રેડને બદલે હોલ વ્હીટબેઝ, ક્રીમ બેઝ સૂપના બદલે ક્લિયર સૂપ અને એમ ઘણી રીતે તમે કરી શકો, પ્રિપરેશન યાદ કરવું અને પછી ઓર્ડર મૂકવો. આ રીતે તમે તમારી ફેવરીટ ડીશને વધુ ન્યુટ્રીટીવ વેલ્યુવાળી બનાવી શકો અને તમે તમારા બાળકોને પણ યોગ્ય નિર્ણય લેવા ટ્રેઈન કરશો.

સ્ત્રોત: ફેમિના, નવગુજરાત સમય

3.08333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top