હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / ગ્લોઇંગ સ્કીન માટે આવશ્યક વિટામિન્સ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગ્લોઇંગ સ્કીન માટે આવશ્યક વિટામિન્સ

ગ્લોઇંગ સ્કીન માટે આવશ્યક વિટામિન્સ

આ તીવ્ર ગરમીમાં, ચામડીની ચમક ઝાંખી પડી જાય છે. તેથી આપણા બધા માટે બાહ્ય અને આંતરિક રીતે આપણી ચામડીનું અત્યંત કાળજી લેવી ખૂબ જ જરૂરી છે, કેમ કે સ્કિન-ત્વચા- ચામડી એ આપણા શરીરનું સૌથી મોટું અંગ છે. કેટલાંક વિટામિન્સ છે જે આપણી ચામડી માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે તેઓ હાઇડ્રેશન, એન્ટી-એજિંગ અને સ્કિન ટેક્સ્ચર જેવા સ્કિનને લગતા વિવિધ મુદ્દાઓને ટારગેટ કરે છે.
આપણને વિટામીનનો સપ્લાય ખાદ્યપદાર્થોના બેલેન્સ્ડ ડાયટથી મળી રહે છે. પણ આસપાસની કંડિશન્સ જેમ કે અયોગ્ય લાઇફસ્ટાઇલ, હાઇ સ્ટ્રેસ લેવલ, હોર્મોનલ ઇમ્બેલેન્સ, વગેરેને લીધે આપણે ગમે તેટલું ખાઈએ પણ સ્કિનને એકાદ ટકો પહોંચતું હોય છે. આપણે સનસ્ક્રીન લોશન અથવા સીરમ દ્વારા સ્કિનને મેક્સિમમ લાભ મળી રહે તે રીતે કોમ્પેન્સેટ કરવું જોઈએ. આ રીતે આપણે આપણી સ્કીનમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોને દાખલ થતાં રોકીને ટેનિંગ ઘટાડી શકીએ છીએ.

વિટામિન A

વિટામિન A રેટિનોલ તરીકે પણ ઓળખાય છે, ટોપિકલ વિટામિન A સ્કિન સોલ્યુશન જેવું છે જે સ્કિનની કરચલીઓ, ડાર્ક સ્પોટ્સ અને ખીલના ડાઘ જેવા પ્રશ્નોને ટારગેટ કરે છે અને સ્કિનના વિકાસને પ્રોત્સાહન આપે છે. તમારી સ્કિન એ તમારી ઇમ્યુન સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે બેક્ટેરિયા, પોલ્યુટન્ટ્સ અને ઇન્ફેક્શન સામે સંરક્ષણની પહેલી લાઇન છે. સેલ પ્રોડક્શનને પ્રોત્સાહન આપીને, વિટામિન A એ આ અવરોધને મજબૂત બનાવવામાં મદદ કરે છે, અને તમારા કોમ્પ્લેક્શનની સરફેસ પર હુમલો કરવાનો પ્રયાસ કરનારા હાનિકારક ઇરિટન્ટ્સથી રક્ષણ આપે છે.
ફૂડ સૉર્સ: - કેરી, મકાઈ, કોળું, ગાજર, બ્રોકોલી, શક્કરિયાં વગેરે.

વિટામિન B કોમ્પલેક્સ

B કોમ્પ્લેક્સ સેલ્સને હાઇડ્રેટ કરીને અને એકંદર ટોન વધારીને સ્કિનને લગભગ ઇન્સ્ટંટ હેલ્ધી ગ્લો આપવામાં મદદ કરે છે. B કોમ્પ્લેક્ષમાં ડ્રાય, ઇરિટેટેડ સ્કિનને સૂધ કરવા માટે એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો પણ છે. હાયર કોન્સન્ટ્રેશનમાં તે બ્લોચી સ્કિન ટોન માટે લાઇટનિંગ એજન્ટ તરીકે પણ કામ કરી શકે છે અને કરચલીઓ ઘટાડી શકે છે..

ફૂડ સૉર્સ: - ગ્રીન લીફી શાકભાજીઓ, કેળાં, પાલક, સિરિયલ્સ, દાળ, લેટ્યૂસ, કોબી, સોયા ઉત્પાદનો, બદામ વગેરે

વિટામિન C

વિટામીન C ને એસ્કોર્બિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કોલેજેન પ્રોડક્શન અને જાળવણી માટે જરૂરી છે. ઉપરાંત તે એક બળવાન એન્ટીઑકિસડન્ટ છે જે સ્કિનમાં કરચલીઓ, ઝોલ અને વૃદ્ધત્વના અન્ય ચિહ્નોનું મુખ્ય કારણ છે એવા ફ્રી રેડિકલને ન્યુટ્રલાઇઝ કરી શકે છે છે. વિટામિન C ઈજાના અને બર્ન્સના હીલિંગ માટે યોગ્ય છે અને સ્કિનના રેશીઝમાં ઘટાડો કરે છે. સ્કિન બર્ન્સની સારવાર અને ડિસ્કલરેશન સામે સ્કિનનું રક્ષણ કરવા માટે તે યોગ્ય છે..

ફૂડસૉર્સ: - નારંગી, કોબી, લીંબુ, મોસંબીનો રસ, દ્રાક્ષ, કાચી કેરી, કાકડી વગેરે.

વિટામિન E

વિટામિન E સ્કીનના કુદરતી મોઇશ્ચરાઇઝરને જાળવી રાખીને તેને ડ્રાયનેસ સામે લડવામાં મદદ કરે છે. ઉપરાંત, વિટામીન Eમાં સ્કાર હીલીંગને મોડું કરાવતા એવા નુકસાનકારક ફ્રી રેડિકલને ન્યુટ્રલાઇઝ કરવાની ક્ષમતા છે. વિટામિન E તમારી ત્વચાને અંદરથી નરીશ કરે છે. તે સ્ટ્રેચમાર્ક્સ અને લાઇન્સ ઓછા કરે છે. .

ફૂડ સૉર્સ: - બદામ, સનફ્લાવર સીડ્સ, શક્કરિયાં, મગફળી, ઘઉંના જ્વારા વગેરે.

વિટામિન K

શરીરમાં લોહીના ગંઠનની પ્રક્રિયાની સહાયતામાં વિટામીન K આવશ્યક છે, જે જખમો અને ઉઝરડાને મટાડવામાં મદદ કરે છે. વિટામિન ‘ K ‘ સ્કિનની વિવિધ કંડિશન્સ જેમ કે તમારા ચહેરા પરની ફ્રેજાઇલ કેપિલરીઝ (સ્પાઇસ વેઇન્સ), સ્કાર્સ, ડાર્ક સ્પોટ્સ અને સ્ટ્રેચ માર્કસ માટે સારવારમાં મદદ કરી શકે છે. તે ખાસ કરીને પોસ્ટ સર્જરી રિવકવરી માટે યોગ્ય છે કારણ કે તે સ્કિનના હીલીંગને ઝડપી બનાવે છે અને ઉઝરડા અને સોજા ઘટાડે છે. તે સ્કીન સેલ્સને નરીશ કરે છે અને ખીલના ડાઘા દૂર કરે છે..

ફૂડ સૉર્સ: કાકડી, પ્રુન્સ, ડ્રાય બેસિલ, બ્રોકોલી, સિરિયલ્સ વગેરે. .

આપણને વારંવાર જણાવવામાં આવ્યું છે કે યોગ્ય સમતોલ આહાર જીવનની તમામ સમસ્યાઓને ઉકેલે છે, તે સ્કીન માટે પણ સાચું છે. આપણે સ્કીન પર જે ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ તે બાબતે આપણે ગમે તેટલી કાળજી રાખીએ, પણ જો આપણે વિટામિન્સનો રોજ લેવાનો ડોઝ ચૂકી નહીં જઈએ તો સ્કીનની સમસ્યા ઊભી થશે નહીં..

સોનલ શાહ , સ્ટે હેલ્થી

2.8
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top