હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / ગરમીમાં બનાવો ઠંડું ઠંડું કાકડી લેમન શરબત
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગરમીમાં બનાવો ઠંડું ઠંડું કાકડી લેમન શરબત

ગરમીમાં બનાવો ઠંડું ઠંડું કાકડી લેમન શરબત

ગરમીની ઋતુમાં કાકડી અને લીંબૂ બંને જ ભરપૂર પ્રમાણમાં આવે છે, આ ઋતુમાં તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. તમે તેનો સલાડ બનાવાની સાથે જ કાકડી લીંબૂ શરબત પણ બનાવી શકાય છે, આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જાણો કાકડી લીંબૂ શરબત બનાવવાની રીત :

સામગ્રી :

કાકડી :- દોઢ કપ કાપેલી કાકડી

લીંબૂનો રસ :- 2 ચમચી

ફૂદીનાના પત્તા : - 2 ચમચી

ઠંડી સ્પ્રાઇટ :- 2 કપ

મીઠું સ્વાદાનુસાર

રીત :

સૌથી પહેલા કાકડીને પાણી વગર મિક્સરમાં નાંખીને પેસ્ટ બનાવી લો, આ મિશ્રણને ગળણીની મદદથી ગાળી લો.. ત્યારબાદ તેમાં લીંબૂનો રસ, ફૂદીનાના પત્તા, સ્પ્રાઇટ અને મીઠું નાંખો.

તેને સારી રીતે મિક્સ કરો. જો તમને શરબત વધારે ગાઢો લાગે તો તેમાં પાણી ઉમેરી શકો છો. ગ્લાસમાં નાંખીને ઠંડું-ઠંડું કાકડી લીંબૂ શરબત સર્વ કરો.

સ્ત્રોત: ગુજરાત સમાચાર

3.11538461538
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top