વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કોકોનટ ઓઈલના છે અનેક લાભ

કોકોનટ ઓઈલના છે અનેક લાભ વિશેની માહિતી આપવામાં આવેલ છે

શિયાળો આવતા જ સ્કીન ડ્રાય થવા લાગે છે. વાળમાં પણ ખોડો થવા લાગે છે. વિન્ટરમાં કોકોનટ ઓઈલ સ્કીન અને હેર માટે આશિર્વાદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત કોકોનટ ઓઈલના અનેક હેલ્થ બેનિફિટ પણ છે.

સ્કીન કેર: કોકોનટ ઓઈલ કુદરતી સ્કીન કંડિશનર તરીકે કામ કરે છે. તે ત્વચામાં ઊંડે સુધી ઉતરે છે અને તેને સુંવાળી રાખે છે. તેનાથી ત્વચાનું પર્યાવરણીય અને વિવિધ તત્ત્વોથી થતા નુકસાનથી રક્ષણ કરે છે. તે સ્કીન ઈરીટેશન પર પણ લાભદાયી છે અને અમુક અંશે સૂર્યપ્રકાશ સામે પણ સુરક્ષા આપે છે.

હેર કેર: તમારા વાળને પોષણ આપવા માટે કોકોનટ ઓઈલ સૌથી ઉત્તમ ઉપાય છે. તેમાં રહેલ ફેટ્ટી એસિડ વાળને તેના મૂળ સુધી કંડિશન કરે છે. ઉપરાંત તેમાં રહેલું પ્રોટીન ખોડો દૂર કરે છે અને વાળનો જથ્થો વધારવામાં મદદ કરે છે. આથી જ સેંકડો લોકો કોકોનટ ઓઈલનો ઉપયોગ કંડિશનર તરીકે કરે છે.

સ્ટ્રેસ રિલીફ: કોકોનટ ઓઈલ શરીરને રાહત આપવાનો ગુણધર્મ ધરાવે છે. તેની કુદરતી સુગંધ પણ માનસિક રાહત પ્રદાન કરે છે. તમે આ તેલ તમારા માથામાં લગાવી શકો છો તેમજ હળવેથી શરીર પર મસાજ પણ કરી શકો છો, જેનાથી માનસિક થાક દૂર થશે.

વેઈટ લોસ: કોકોનટ ઓઈલમાં રહેલું ફેટ્ટી એસિડ કેન્ડીડા (યીસ્ટ ઓવરગ્રોથ)ને પણ નષ્ટ કરે છે. કેન્ડીડાથી વજન વધે છે. આ ઉપરાંત થાકની અનુભૂતિ પણ થાય છે. કોકોનટ ઓઈલ આસાનીથી પચે છે અને સરળતાથી ઊર્જામાં પરિવર્તિત થાય છે. જેના કારણે મેટાબોલિઝમની પ્રક્રિયા ઝડપી બને છે અને સંગ્રહ થયેલી ચરબી દૂર થાય છે..

રોગ પ્રતિકારકતા: નાળિયેરમાં રહેલ અનોખી સેચ્યુરેટેડ ફેટ્સ એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાઈરલ, એન્ટિ-ફંગલ અને એન્ટિ પેરેસિટીક ગુણધર્મ ધરાવે છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ સુદ્રઢ થવામાં મદદ મળે છે. જો નિયમિત રીતે કોકોનટ ઓઈલનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે તો બિમારીથી દૂર રહી શકાય છે.

ઈન્ફેક્શન્સ: લોરિક એસિડ કે જે માત્ર માતાના ધાવણ અને કોકોનટ ઓઈલમાં જ ઉપલબ્ધ છે, તે શરીરમાં મોનોલોરિન તત્ત્વમાં પરિવર્તિત થાય છે, જે ઓરી, ફ્લુ, હિપેટાઈટીસ-સી અને એટલું જ નહીં એચઆઈવી જેવા વાઈરસ અને બેક્ટેરિયાથી લાગતા ચેપને નષ્ટ કરી શકે છે. આ ઉપરાંત મોનોલોરિન એથ્લેટ ફૂટ નામનો રોગ પણ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

ડાઈજેશન: કોકોનટ ઓઈલમાં રહેલા મોલેક્યુલ્સ નાના હોય છે તેથી તે પચવામાં ખૂબ સરળ હોય છે. તેથી સ્વાદુપિંડ અને આપણી પાચનક્રિયા પર કોઈ નકારાત્મક અસર પડતી નથી કે તેના પર કોઈ દબાણ આવતું નથી. જે લોકો ડાયાબિટીઝ, મેદસ્વિતા, ગોલબ્લેડરને લગતા રોગોથી કે ક્રોન્સના રોગથી પીડાય છે તેમના માટે કોકોનટ ઓઈલ અત્યંત ગુણકારી સાબિત થાય છે.

ડાયાબિટીસ: કોકોનટ ઓઈલ ઈન્સ્યુલિન સંબંધિત સંવેદનશીલતામાં અને ગ્લુકોઝ ટોલરન્સમાં વધારો કરી શકે છે. તે આપણા લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે અને ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ સામે સુરક્ષા આપે છે. કોકોનટ ઓઈલ ટાઈપ-ટુ ડાયાબિટીઝની સારવારમાં ખૂબ લાભદાયી ગણાય છે.

હાર્ટ હેલ્થ: કોકોનટ ઓઈલમાં રહેલી ફેટથી કોલેસ્ટ્રોલ પર કોઈ નકારાત્મક અસર થતી નથી. બલકે તેનાથી તમારા કોલેસ્ટ્રોલ પ્રોફાઈલમાં સુધારો થાય છે. હ્રદયરોગના હુમલાને કે બ્રેઈન સ્ટ્રોકને ખાળવાની તેમાં ક્ષમતા છે અને તે હ્વદયસંબંધિત અન્ય રોગોમાં પણ હિતકારક છે.

નોંધ: કોકોનટ ઓઈલના આ ફાયદાઓ મેળવવા માટે હમેશાં ઓર્ગેનિક, અનરિફાઈન્ડ અને એક્સ્ટ્રા વર્જિન કોકોનટ ઓઈલ ખરીદવું જોઈએ.

સ્ત્રોત: નવગુજરાત સમય

2.75
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top