હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / આહારમાં રંગ ફક્ત દેખાવ માટે નહિ, ગુણ માટે પણ મહત્વ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આહારમાં રંગ ફક્ત દેખાવ માટે નહિ, ગુણ માટે પણ મહત્વ

આહારમાં રંગ ફક્ત દેખાવ માટે નહિ, ગુણ માટે પણ મહત્વ

આહારમાં રંગ ફક્ત દેખાવ માટે નહિ, ગુણ માટે પણ મહત્વ

ખોરાક એ જીવવા માટેનું મહત્વનું તત્વ છે. ખોરાક એ આપણા શરીરને પોષણ પુરૂ પાડે છે. સાચા અને સારા પ્રમાણમાં ખોરાક લેવાથી શરીરને પૂરતું પોષણ મળી રહે છે. ખોરાક એ એવું પોષક તત્વ છે જે આપણા શરીરની વૃધ્ધિ અને વિકાસમાં મદદ કરે છે. એક એવી હ્યુમન સાયકોલોજી છે કે ખોરાક એક્ટ્રેક્ટિવ (આકર્ષિત), કલરફૂલ હોય તો તેનો આનંદ માણી શકાય છે અને એટલા માટે જ આપણે આપણી ડીશમાં ઘણા મસાલા તથા શાકભાજી અને ફળો નો ઉપયોગ કરીએ છીએ. કલરફૂલ ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, કંદમૂળ લેવાની પાછળ એક આખ વિજ્ઞાન સમાયેલું છે. આ કુદરતી કલરના ખોરાકમાં સારા પ્રમાણમાં વિટામીન્સ, મિનરલ્સ, ફાયટો કેમિકલ્સ તથા એન્ટીઓક્સીડેન્ટ્સ રહેલા છે.

જાણો કલર વ્હીલ વિશે

આપણે બધા જાણીએ છીએ એન્ટીઓક્સિડન્ટ્સ શું છે. પણ ફાયટોકેમિકલ્સ શું છે એના વિશે કેટલી જાણ છે!? ફાયટોકેમિકલ્સ એવા કમ્પાઉન્ડ્સ છે જે છોડ માંથી મળી રહે છે. તે ફળો, શાકભાજી અને અનાજને કલર, સુગંધ અને ફ્લેવર/ટેસ્ટ આપે છે. ફાયટોકેમિકલ્સ બાયોલોજીકલી એક્ટિવ અને ઈન્ફેક્શન તથા અન્ય રોગોથી શરીરને બચાવે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે, વઘારે પ્રમાણમાં ફળો અને શાકભાજીને લેવાથી અને લાંબાગાળાના રોગો તથા ઓબેસિટી (મેદસ્વીપણું) એકબીજા સાથે સંકળાયેલા છે. ફાયટોકેમિકલ્સમાં સારા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ રહેલા હોય છે. .

ફાયટોકેમિકલ્સને બીજા ક્લાસીસમાં વહેચીં શકાય છે જમ કે, ફ્લેવેનોઈડ્સ, કેરેટીનોઈડ્સ, ક્લોરોફિલ અને સાઈસોથાયોસાઈનેટ્સ.

 • ફ્લેવેનોઈડ્સ એ એક ફાયટોકેમિકલ છે જે છોડના પિગમેન્ટમાં હોય છે જે એન્ટીઓક્સીડન્ટ્સ, વિટામીન સી અને શરીરના ટીશ્યુ સેલને શક્તિ આપે છે. તે મોટાભાગના ફળો અને શાકભાજીમાં જોવા મળે છે.
 • કેરેટીનોઈડ્સ પણ એક ફાયટોકેમિકલ છે તે પણ છોડ, લીલ અને ફાયટોસોથેટીક બેક્ટેરિયામાંથી મળે છે. કેરેટીનોઈડ્સ પીળા અને નારંગી કલરના ફળો, શાકભાજી અને અનાજમાંથી મળે છે.
 • ક્લોરોફિલ એ પણ ફાયટોકેમિકલ છે તે છોડને લીલો કલર આપવામાં મદદ કરે છે. ક્લોરોફિલમાં એન્ટીઈન્ફલામેટરી, એન્ટીઓક્સિડન્ટ્સ અને રૂઝ લાવવાની પ્રોપર્ટી હોય છે. લીલા કલરના શાકભાજી અને ફળોમાં ક્લોરોફિલ હોય છે. અત્યારના દિવસોમાં પશ્ચિમી દેશોમાં લોકો ક્લોરોફિલની ટેબલેટ્સ લે છે પણ આપણને એ કુદરતી રીતે મળેલું છે જે તાજું મળી રહે છે. લીલી ભાજીમાંથી જેમ કે, ફૂદીનો, મેથી, કોથમીર, ચીલની ભાજી, સવાની ભાજી, પાલક વગેરે જેનો ઉપયોગ આપણે ચટની, સબ્જી, ગ્રેવી, જ્યુસ, સૂપ બનાવીને કરી શકીએ અને તે રોજીંદા જીવનમાં લેવો જરૂરી છે.
 • આઈસોસાઈનેટ એ ફાયટોકેમિકલ્સ છે જે કૃષિફેરસ શાકભાજી જેમ કે, બ્રોકલી, કેબેજ (કોબીજ), ફ્લાવર, મૂળા જેવા શાકભાજીમાંથી મળે છે. આ શાકભાજીમાં વધારે પ્રમાણમાં ગ્લુકોસાઈનોલેટ હોય છે જે આઈસોસાઈનેટનું પ્રિકરસર છે જે કેન્સરના સેલને અટકાવવામાં મદદ કરે છે.
એન્થોસાઈનીન એ લાલ કલરના, વાદળી અને જાંબલી રંગના ફળો અને શાકભાજી, કંદમૂળ અને અનાજમાં હોય છે જેમ કે, ટામેટામાં લાયકોપીન હોય છે જે એક સારું એન્ટીઓક્સિડન્ટ છે. તે લ્યુકેમીયા (WBCનું કેન્સર)ને થતું અટકાવે છે. એન્થોસાયનાઈડ્સ એ એન્થોસાયનીસમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી માઈક્રોબીઅલ એક્ટિવીટી હોય છે જે આંખોમાં તેજ અને ન્યુરોલોજિકલ હેલ્થને મદદ કરે છે. એન્થોસાયનીન્સમાં એન્ટી ડાયાબિટીક, એન્ટી કેન્સર અને એન્ટી ઈન્ક્લામેટરી અને એન્ટી ઓબેસિટીમાં મદદ કરે છે.

રોજબરોજની ટીપ્સ

 • સવારની ચ્હા પહેલાં ફળ લેવા જોઈએ
 • કોઈપણ લીલા શકાભાજી સાથે ખાટા ફળો (વિટામીન-સી) લેવું જે આયર્નના શોષણમાં મદદ કરે છે.
 • કઠોળ અને અનાજ ભેગા કરીને લેવા જોઈએ જે સંપૂર્ણ પ્રોટીન પુરૂ પાડે છે.
 • નોન વેજીટેરિયન માટે ઈંડુ એ સંપૂર્ણ પ્રોટીન છે.
 • જો એક ટાઈમ બહાર ખાવાનું હોય તો તમારા બીજા ટાઈમના જમવાને છોડશો નહી. નાના અને થોડા અંતરે મીલ લો.
 • રાત્રે આઠ વાગ્યા પહેલા ડિનર લેવાની કોશિશ કરો અથવા સુવાના બે કલાક પહેલા ડિનર લો.
 • રોજ ઓમેગા-3 અને ઓમેડા-6 ફેટી એસિડ લો જેમ કે તમે અળસી (રોજ સાત ગ્રામથી વધારે નહીં) એક ચમચી લો, અખરોટના બે ટુકડા લો, સીંગદાણા, તલ અને ઓલીવ્સએ બીજા ઉદાહરણ છે.
 • તમારા દિવસનો અંત એક ગ્લાસ હળદળવાળા દૂધ અને મરી પાવડરથી કરો.

સ્ત્રોત : દૃષ્ટી શાહ, ન્યુટ્રિશિનિસ્ટ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top