વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્કીન અને હેર કેર માટે ઉપયોગી છે લીંબુ

સ્કીન અને હેર કેર માટે ઉપયોગી છે લીંબુ

આપણી સ્કીનની કાળજી રોજ લેવી જરૂરી છે. બદલાતી સીઝન પ્રમાણે આપણી સ્કીનને હેલ્ધી અને ગ્લોઈંગ રાખવા માટે આપણે આપણા ડેઈલી રૂટીનમાં તેની કાળજી આવરી લેવી જોઇએ. તે માટે હંમેશા બ્યૂટીપાર્લરમાં જવું જરૂરી નથી. આપણે આપણા કિચનની જ રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણી સ્કીનને હેલ્ધી બનાવી શકીએ છીએ, જેમ કે, લીંબુ.

  • રસોઈના સ્વાદને વધારતું લીંબુ આપણને સ્કીન અને હેર બંનેની કાળજી લેવામાં હેલ્પફૂલ થાય છે.
  • લીંબુ એક સાઈટ્રીક ફ્રૂટ છે, જે વીટામીન-C, કેલ્શિયમ, મેગ્નેશ્યમ અને પોટેશ્યમથી ભરપૂર છે, જે આપણી સ્કીન, વાળ અને નખની કંડીશનને ઈમ્પ્રુવ કરે છે.

સ્કીન કેર માટે લીંબુ

  • રોજ સવારે કાચા દૂધમાં લીંબુ નીચોવી ચહેરા પર લગાવવું. સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખવો. આનાથી સ્કીન કલીન અને સોફટ થશે.
  • લીંબુમાં ખાંડ અને ચોખાનો લોટ ભેળવી ચહેરા પર ૫-૭ મિનીટ મસાજ કરવો. પછી ૧૫ મિનીટ રહેવા દેવું. ત્યારબાદ હૂંકાળા પાણીથી ચહેરો ધોઈ નાખવો. આ ઉપાયથી ચહેરા પરના કાળા ડાઘા ધીરે ધીરે જતા રહેશે. (અઠવાડીયામાં બે વાર આ પ્રયોગ કરી શકાય.).
  • ખીલવાળી સ્કીન પર લીંબુના રસમાં ગુલાબ જળ મીક્સ કરી અફેકટેડ એરીયા પર લીંબુની છાલની મદદથી પાંચ મિનીટ હળવા હાથે ઘસવું. દિવસમાં બે વાર આ રીતે કરવાથી ખીલ પણ ઓછા થશે અને ડાઘા પણ જશે.

દાંતની સારવારમાં લીંબુ

લીંબુના રસમાં ગ્લીસરીન અને મીઠું ભેળવી દાંત પર ઘસવાથી દાંત ચોખ્ખા, સફેદ અને મજબૂત થાય છે.

વાળની સંભાળમાં લીંબુ

  • લીંબુમાં દહીં ભેળવી વાળમાં પાંથીએ પાંથીએ લગાવવાથી ખોડો દૂર થાય છે. અઠવાડીયામાં બે વાર આ પ્રયોગ કરવો.
  • વાળમાં શેમ્પુ કર્યા પછી બે કે ત્રણ લીંબુનો રસ એક કપ પાણીમાં ભેળવી વાળ પર લગાવવો. પછી ૫થી ૧૦ મિનીટ રહેવા દેવું. ત્યારબાદ વાળ પાણીથી ફરી ધોઈ નાખવા. આ એક નેચરલ ક્ન્ડીશનીંગનું કામ કરે છે અને વાળને સુંવાળા, ચમકતા અને મેનેજેબલ બનાવે છે.

સ્ત્રોત : હિરલ જાની (બ્યૂટીશિયન), ફેમિના

2.88235294118
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top