હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / આહાર સંબંધિત લેખો / શિયાળામાં ગાજરનું સેવન કરવાથી થશે કેટલાય સ્વાસ્થ્યવર્ધક ફાયદા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શિયાળામાં ગાજરનું સેવન કરવાથી થશે કેટલાય સ્વાસ્થ્યવર્ધક ફાયદા

જાણો, ગાજર તથા ગાજરના જ્યુસથી થતા લાભ વિશે...

શિયાળામાં દરરોજ ગાજર અથવા તેના જ્યુસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી રહે છે. તે આપણા શરીરેને અંદરથી ગરમાવો આપે છે. ગાજરના રસમાં કાળા મરી મિક્સ કરીને પીવાથી શરદી-ખાંસી અને કફની સમસ્યાથી છૂટકારો મળે છે. જાણો, ગાજરના કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે...

  • કેલ્શિયમ પેક્ટીન ફાઇબર, વિટામિન A, B અને Cના ગુણોથી ભરપૂર ગાજરના સેવનથી કૉલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલમાં રહે છે. આ સાથે જ ગાજરના સેવનથી ગેસ, ચૂંક, બળતરા, પેટમાં અલ્સર, અપચો અથવા પેટના આફરાની સમસ્યામાંથી છૂટકારો મળે છે.
  • ગાજરના રસમાં લીંબૂ અને પાલકનો રસ મિક્સ કરીને પીવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. ઇમ્યૂન સિસ્ટમ ઠીક રાખવા માટે દરરોજ ગાજરના રસમાં મધ નાંખીને પીઓ. તેનાથી પાચા તંત્ર ઠીક રહેવાની સાથે પેટની બીજી કેટલીય બીમારીઓમાં રાહત મળે છે.

ગાજરના રસમાં આંમળનો રસ અને સંચળ મિક્સ કરીને ખાવાથી યૂરિનમાં ઇન્ફેક્શન અને બળતરાની સમસ્યાથી છૂટકારો મળી જાય છે. બીટ, પાલક અને ગાજરને દૂધમાં સારી રીતે ઉકાળીને દરરોજ પીઓ, તેનાથી શરીરમાં લોહીની ઉણપની સમસ્યા દૂર થાય છે.

3.11111111111
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top