વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિવિધ પ્રકારના બટર અને તેના ગુણો

વિવિધ પ્રકારના બટર અને તેના ગુણો વિશેની માહિતી આપવામાં આવી છે

આપણે બધાં જાણીએ છીએ કે બટર (માખણ) એ ફેટ(ચરબી) ફેમિલીમાં ગણાય છે. પણ ફેટ બે પ્રકારની હોય છેઃ સારી ફેટ અને ખરાબ ફેટ. બટર ભારતીય વાનગીઓ સહિત કેટલીક ક્યુસિન્સનું બેકબોન છે. એ ક્રીમમાંથી બને છે અને સોલિડ બને ત્યાં સુધી ચર્ન કરવામાં આવે છે તેવું બટર કેટલાક આરોગ્યપ્રદ લાભ ધરાવે છે. બટરને લીધે શરીરમાં મિનરલ્સ, એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટેરોન જેવા હોર્મોન્સ એબ્સોર્બ થવામાં મદદ મળે છે અને ફેટ સોલ્યુબલ વિટામિન જેવા કે A, D, E અને K પૂરાં પાડે છે. તેમ છતાં, બટરની ફેટ કેટલાકને આરોગ્ય માટે જોખમરૂપ બને છે. એટલે જ્યારે પણ તમે એને તમારા ભોજનમાં ઉમેરવા ચાહો ત્યારે કોઈના માર્ગદર્શનમાં ઉમેરો કરજો. આજકાલ તો બટર યુનિવર્સલ ટર્મ તરીકે વપરાય છે જેમ કે ક્લેરિફાઇડ બટર(ઘી), અનસોલ્ટેડ બટર અને પીનટ, આલમંડ, વોલનટ બટર વગેરે. ચાલો, તો આપણે દૂધની મલાઈ અને નટ્સમાંથી બનતા કેટલાંક બટર અંગે ટૂંકમાં જોઈએ.
બટર એ ડેરી પ્રોડક્ટ છે જેમાં 80% બટરફેટ (કોમર્શિયલ પ્રોડક્ટ્સમાં) હોય છે જે ઠંડું હોય ત્યારે સોલિડ હોય છે અને કેટલાંક સ્થળે રૂમ ટેમ્પરેચરમાં તો ગરમ કરવામાં આવે તો લિક્વિડ સ્વરૂપમાં હોય છે. તે છાશમાંથી બટરફેટ જુદી કરવા માટે તાજા અથવા ફર્મેન્ટેડ ક્રીમ કે દૂધને ચર્ન કરીને બનાવવામાં આવે છે. મોટા ભાગે ગાયના દૂધમાંથી બનતું બટર અન્ય મેમ્મલ્સ જેમ કે ઘેટી, બકરી, ભેંસના દૂધમાંથી પણ બનાવવામાં આવે છે.
કોઈ પણ નટ્સમાંથી બનતું બટર ફૂડ પેસ્ટ હોય છે અથવા ગ્રાઉંડ રોસ્ટેડ નટ્સમાંથી બનતું સ્પ્રેડ હોય છે. એમાં મોટેભાગે સ્વાદ અથવા ટેક્સ્ચર બદલવા માટે કેટલાંક પદાર્થ જેમ કે મીઠું, સ્વીટનર અથવા ઇમલ્સીફાયર્સ ઉમેરેલા હોય છે. મોટા ભાગનાં નટ્સ બટર ઘણા દેશોમાં પોપ્યુલર થઈ રહ્યાં છે.

સોલ્ટેડ બટર:

સોલ્ટેડ બટર સામાન્ય રીતે ઘણી બધી રેસિપિઝમાં યમ્મી સ્વાદ અને તે લાંબો સમય ટકી રહે તે માટે વપરાય છે. બટર બનાવતી વખતે, જે તે વાનગીને તે સોલ્ટેડ (ખારો) સ્વાદ આપે એટલા માટે તેમાં મીઠું ઉમેરવામાં આવે છે.

ક્લેરિફાઇડ બટર (ઘી):

ક્લેરિફાઇડ બટર અથવા ઘી એ દૂધની ચરબીમાંથી બને છે જેમાં દૂધનો સોલિડ ભાગ અને પાણીને બટરફેટથી જુદાં પાડવામાં આવે છે. ટિપીકલી, એ બટરને એટલે કે માખણને તાવીને અને ઘટ્ટ બનાવીને કંપોનન્ટ્સ જુદા કરીને બનાવવામાં આવે છે. જ્યારે બટરફેટ (જે પછીથી ઉપર આવી જાય છે) જુદી પડે ત્યારે પાણી વરાળ થઈને ઊડી જાય, કેટલાંક સોલિડ્સ સપાટી પર આવી જાય અને સ્કીમ ઓફ થાય અને મિલ્ક સોલિડ્સ વાસણમાં નીચે જમા રહે અને પાછળ છૂટે છે. આ રહેલી બટરફેટ એ ઘી એટલે કે ક્લેરિફાઇડ બટર છે.

વ્હાઇટ બટરઃ

વ્હાઇટ બટર તાજા દૂધ અને ક્રીમમાંથી બને છે. આની સૌથી સારી વાત એ છે કે એમાં મીઠું હોતું નથી (અનસોલ્ટેડ), જ્યારે યલો બટરમાં ઘણું બધું સોલ્ટ(મીઠું) હોય છે. વ્હાઇટ બટર એ નેચરલ છે અને અનપ્રોસેસ્ડ હોય છે અને એ યલો બટર કરતાં ઘણું ન્યુટ્રિશિયસ હોય છે. વ્હાઇટ બટરને બહેતર બનાવતું બીજું કારણ છે એમાં હાનિકારક ટ્રાન્સ-ફેટ નથી હોતી જે જુદા જુદા ક્રોનિક રોગો જેમ હાર્ટ ડિસિઝ, ઓબેસિટી અને ડાયાબિટીસ સાથે સંકળાયેલ છે.

આલમંડ બટરઃ

આજે એ સૌથી વધારે મળતું બટર છે. એની માઇલ્ડ ફ્લેવર એને મીઠી અને તીખી બંને પ્રકારની વાનગીઓમાં વર્સેટાઇલ ઉમેરો બનાવે છે. આલમંડ બટરના થોડાક પણ ભાગમાં મેગ્નેશિયમ- જે બ્લડના ફ્લો, ઓક્સિજન અને ન્યુટ્રિટ્સને પ્રમોટ કરીને હૃદયની તંદુરસ્તીમાં વધારો કરે છે- અને પોટેશિયમ જે સારા બ્લડપ્રેશર અને હૃદયની તંદુરસ્તી માટે અગત્યનું છે તેનું ખાસું પ્રમાણ હોય છે. આલમંડ બટર પ્રોટીનનો પહેલો અને સૌથી વધુ આઇડીયલ સૉર્સ છે. પ્રોટીન એ ટિસ્યૂ રિજનરેશન અને રિપેર માટે જરૂરી છે. આલમંડ બટર દ્વારા પ્રોટીન ખાવું એ એથ્લેટ્સ અને સ્પોર્ટ્સના ઉત્સાહી લોકો માટે બહુ સારું છે કેમ કે પ્રોટીનને પચતાં વાર લાગે છે અને એથી એ ટ્રેઇનિંગ અને વર્કઆઉટ્સમાં દમ નીકળી જતો હોય ત્યારે એનર્જીનો સ્ટેડી સૉર્સ બની રહે છે.

પીનટ બટરઃ

જો તમે એમ વિચારતા હોવ કે પીનટ બટર સેન્ડવિચીઝ માત્ર બાળકો માટે છે તો તમારે આ કેટલીક બાબતો જાણવી રહી. પીનટ બટરમાં કેટલાક આરોગ્યપ્રદ લાભો રહેલાં છે- એમાં ફાઈબર અને પ્રોટીનનું અદ્ભુત કોમ્બિનેશન રહેલું છે જે એને ફીલિંગ બનાવે છે. એનાથી તમને લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે, જેથી એકંદરે તમે ઓછું ખાવ છો. એ ન્યુટ્રિશન સાથે પેક છે કેમ કે પીનટ બટરના એક ચમચો સર્વિંગમાં પણ પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ વિટામિન E, બોન-બિલ્ડીંગ મેગ્નેશિયમ, સ્નાયુઓનો દોસ્ત પોટેશિયમ અને ઇમ્યુનિટી બૂસ્ટિંગ વિટામિન B6 આવેલ છે.
મઝાની વાત એ છે કે તમામ બટરમાં ફેટ્સનું ઘણું પ્રમાણ હોય છે. એટલે એના પોષક લાભો સાથે એમાં હાઈ કેલરી પણ રહેલી છે. અહીં પણ એ જ વાત છે- કોઈ પણ વસ્તુ વધુ પડતા પ્રમાણમાં અને એ પણ કસરત વિના શરીરના કામને નુકસાન પહોંચાડે છે. બટરને અને અન્ય હેલ્ધી એનિમલ સૉર્સ ફેટ સંપૂર્ણપણે બાદ કરીએ તો તે શરીરને માટે નુકસાનકારક છે. રોજ તમારે કેટલું ખાવું એ આપણા પૂર્વજોએ નક્કી કરેલ નથી કે કુદરતની ઇચ્છા પ્રમાણે પણ નથી. એ બેઝિક પ્રશ્ન છે. જો તમને કોઈ પણ હાઇકેલરી ફૂડ ખાવાની બહુ ઇચ્છા થાય તો જરૂર ખાવ પણ શરીરના વજન અને જરૂરિયાત પ્રમાણે ખાવ. તેમ છતાં મૂંઝવણ લાગે તો ચોક્કસપણે ન્યુટ્રિશનિસ્ટની મદદ લો.

સ્ત્રોત :સોનલ શાહ ,Stay Healthy, ફેમિના. નવગુજરાત સમય

2.90909090909
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top