વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાત્રીનાં ભોજનમાં શું લેવું શું ન લેવું ?

રાત્રીનાં ભોજનમાં શું લેવું શું ન લેવું ?

વ્યક્તિએ શું લેવું ?

 • ઉનાળામાં ઠંડક આપે તેવાં ખોરાક, પીણાં કેલીલાં પાનવાળા શાકભાજી વધુ લેવાં.
 • શિયાળામાં ગરમી ને શકિત આપે તેવાં શાક અને ખોરાક લેવા.
 • ચોમાસામાં સાદો, સાત્ત્વિક અને હલકો ખોરાક લેવો.
 • ખોરાકમાં વિવિધ વિટામિનો, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેકવિધ ક્ષારો આપતા ખોરાક લેવા.
 • રાતના બને તો હળવો ખોરાક લેવો. દૂધ ઉત્તમ છે. કેમકે તે સમતોલ ખોરાક છે.
 • દરરોજ તુવેરની દાળ ન વાપરતાં મગ, ચણા, વટાણા, વાલ વગેરે દાળ વાપરવી.
 • રોજ અલગ – અલગ શાકભાજી કરવી, જેથી બધી જાતોનાં પૌષ્ટિક તત્‍વો મળી રહે.
 • ઋતુમાં આવતાં ફળો અને કાચાં શાકોનો કચુંબર – રાયતાં તરીકે ઉપયોગ કરવો.
 • વ્‍યકિતએ દરરોજ ૩ લિટર પાણી લેવું આવશ્‍યક છે.

વ્યક્તિએ શું ન લેવું ?

 • અતિ ઠંડા કે અતિ ગરમ પદાર્થો ન લેવા.
 • રાતના દહીં, છાશ, કઢી, મોગરી, મૂળા, ગાજર ન ખાવાં.
 • રાત્રે કઠોળ-વાલ, વટાણા, ચોળા, અડદ ન લેવાં.
 • દૂઘ સાથે મગ, અડદ, ખીચડી, કાંદા ન લેવાં.
 • મેંદાના લોટની વાનગી પ્રમાણમાં ઓછી ખાવી.
 • અતિ પાકેલા કે બગડેલી છાલવાળાં શાકભાજી કે ફળોનો ઉપયોગ ન કરવો.
 • વધુ પડતા મરી મસાલા, મરચાં, ખારાવાળો ખોરાક ન લેવો.
 • વાસી ખોરાકનો કોઈ દિવસ ઉપયોગ ન કરવો.
 • અતિ ખાંડ કે અતિ મીઠાનો ઉપયોગ ન કરવો.
 • ખોરાકમાં બને તો વનસ્‍પતિ ઘીનો ઉપયોગ ન કરવો, પરંતુ હ્રદયરોગ અટકાવવા કપાસિયાનું કે સૂર્યમુખીનું તેલ વાપરો.
 • ગીતામાં કહ્યું છેઃ વ્‍યકિત જેવો આહાર-સાત્વિક, રાજસી, તામસી લે છે તેવો તેનો સ્‍વભાવ થાય છે.
 • સાદો, સ્નિગ્‍ધ,શરીરને પોષણ આપનાર ખોરાક સાત્વિક આહાર છે.
 • તીખા, આટા, અતિ કડક, મસાલેદાર, ખારા, હ્રદયમાં દાહ કરનાર ખોરાક રાજ આહાર છે.
 • ટાઢો, વાસી, ઊતરી ગયેલ, વાસ મારતો અને અપવિત્ર ખોરાક તામસ આહાર છે.

ભાટિયા કોમ્યુનીટી મિશન  ફાઉન્ડેશન

2.9512195122
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top