વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફળોથી નિખારો સુંદરતા

ફળોથી નિખારો સુંદરતા વિશેની માહિતી

કુદરતે આપણને ફળો અને જડીબુટ્ટીઓનો એવો અણમોલ ખજાનો આપ્યો છે, જેનો ઉપયોગ કરીને આપણે ઘરે બેઠાં જ સૌંદર્યને નિખારી શકીએ છીએ અને ચહેરાને સ્વસ્થ, સુંદર, દમકતો બનાવી શકીએ છીએ. આવો, જાણીએ કેટલાંક ફ્રૂટ માસ્ક બનાવવાની રીત અને તેમના ફાયદા..

સ્ટ્રોબેરી ફેસ પેક: સ્ટ્રોબેરીમાં કુદરતી સેલીસિલીક એસિડ હોય છે, જે ત્વચા પરના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને રેશમ જેવી સુંવાળી અને ચમકતી બનાવે છે. તે ચહેરા પરના દાગ-ધબ્બાને પણ દૂર કરે છે..

રીત: બે-ત્રણ સ્ટ્રોબેરીને છૂંદીને તેની સ્મુધ પેસ્ટ બનાવો. તેમાં એક ચમચી ઓલિવ ઓઈલ અને બે ચમચી મધ ઉમેરો. સાફ ચહેરા પર આ માસ્ક લગાવો અને પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો. પછી ચહેરા પર લાઈટ મોઈશ્ચરાઈઝર લગાવી દો. જો તમારી ત્વચા ઓઈલી હોય તો એસ્ટ્રીજન્ટ કે ગુલાબજળ લગાવો..

પપૈયા માસ્ક: પપૈયા લગભગ તમામ ઋતુમાં મળે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. તે ત્વચા પરના મૃત કોષોને દૂર કરી ત્વચા પર ગ્લો લાવે છે..

રીત: પાકા પપૈયાના એક ટુકડાને મસળીને પેસ્ટ બનાવી લો. તેમાં બે ચમચી કાચું દૂધ, એક ચમચી મધ અને અડધી ચમચી ગ્લિસરીન ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. આ પેકને ચહેરા પર લગાવી પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો. આ માસ્ક સેન્સિટીવ સ્કીન ધરાવતી સ્ત્રીઓ પણ લગાવી શકે છે..

બનાના માસ્ક: કેળામાં પોટેશિયમનું ઊચું પ્રમાણ છે જે ત્વચાને સોફ્ટ અને સિલ્કી બનાવે છે. ખીલ-ફોડકી જેવી સમસ્યાને દૂર કરવામાં પણ તે ખૂબ ઉપયોગી છે..

રીત: પાકા કેળાંનો એક ટુકડો લઈ તેને હાથેથી બરાબર મસળી નાંખો. તેમાં એક દહીં અને અડધી ચમચી મધ ઉમેરી પેસ્ટ બનાવી લો અને ચહેરા પર લગાવો. આ પેસ્ટ સુકાઈ જાય પછી ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ નાંખો. આ માસ્ક તમારી ત્વચાના છિદ્વોમાં ઊંડે સુધી જઇ ત્વચાને સાફ કરે છે અને તેને નિખારે છે..

સ્ત્રોત બ્યૂટી કેર.

2.875
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top