વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નવરાત્રિ પછી કેવો આહાર લેશો?

નવરાત્રિ પછી કેવો આહાર લઇ શકાય તે વિશેની માહિતી આપવામાં આવી છે

નવરાત્રિ હવે પૂરી થવામાં છે. સતત નવરાત્રિમાં ગરબે રમ્યા પછી શરીર થાકે છે, સ્કિન ડલ થઈ જાય છે (મેક-અપ લગાવવાને કારણે) અને આંખોની આસપાસ કાળાં કૂંડાળાં થઈ જાય છે. હવે એ સ્કિનને રિજુવેનેટ કરવા આપણે એવો આહાર લેવો પડે જેમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય.

એન્ટિઓક્સિડન્ટ શું છે ?

એન્ટિઓક્સિડન્ટ્સ એ આપણા આહારમાં આવેલા એવા સબસ્ટન્સીઝ કે ન્યુટ્રિઅન્ટ્સ છે કે જે શરીરને ઓક્સિડેટિવ ડેમેજ થતું અટકાવે છે અથવા તો ઓછું કરે છે. જ્યારે આપણા શરીરના કોષો ઓક્સિજનનો ઉપયોગ કરે છે, તો કુદરતી રીતે બાયપ્રોડક્ટ તરીકે ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન થાય છે જેનાથી નુકસાન થઈ શકે છે. એન્ટિઓક્સિડન્ટ્સ આ ફ્રી રેડિકલ્સના શિકારી છે અને એથી આ ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને થતું જ અટકાવે છે અથવા થયેલા નુકસાનને રિપેર કરે છે. આપણા ચહેરા પર ઘણો મેક-અપ કરવાથી સ્કિન ડાર્ક થાય છે અને ગરબા-રાસ રમવાને કારણે ઘણો જ પરસેવો થાય છે એટલે સ્કિન પોર્સ (ત્વચાનાં છિદ્રો)માં ઘણી બધી ડસ્ટ જાય છે જે ઓક્સિડેટિવ ડેમેજમાં વધારો કરે છે. એન્ટિઓક્સિડન્ટ્સ ઇમ્યુન ડીફેન્સ પણ વધારે છે અને એ રીતે ઇન્ફેક્શનનું જોખમ ઘટાડે છે.

જાણીતા એન્ટિઓક્સિડેન્ટ્સઃ

વિટામીન A : આ વિટામીન આંખ, સ્કિન, હાડકાંની તંદુરસ્તી અને વિકાસ માટે તથા ઇમ્યુન સિસ્ટમ માટે બહુ જરૂરી છે. એક ઓક્સિડન્ટ તરીકે વિટામીન A સ્કિનને રિપેર કરવા, ભેજવાળી રાખવા, અને કોલેજનનું ઉત્પાદન સ્ટેબિલાઇઝ કરવા એન્ઝાઇમ્સનું ઉત્પાદન કરે છે. વિટામીન A ના અને કેરોટિનોઇડ્સના સારા સૉર્સ છે ગાજર, પપૈયું, બ્રોકોલી, શક્કરિયાં, ટામેટાં, સ્વીટ કૉર્ન, કેરી, પીચ, પાલક અને એપ્રિકોટ તથા શાકભાજી.

વિટામીન C: નારંગી, કિવી, પાઇનેપલ અને મોસંબી જેવા ફળો, વિવિધ રંગના બેલપેપર્સ (ઘોલર મરચાં), બ્રોકોલી, લીલી પત્તાંભાજી, સ્ટ્રોબેરીઝ, ટામેટાં, કોબીજ વગેરે વિટામીન C ના એક્સલન્ટ સૉર્સ છે –જે સ્ટ્રેસ બસ્ટિંગ વિટામીન છે. ઉપરાંત, વિટામીન C ખાટાં ફળોમાં હોય છે જે કોલેજનના પ્રોડક્શનમાં કામ કરે છે, એ તત્ત્વ સ્કિનને ફર્મ રાખવા અને કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે, જેથી સ્ટ્રેસની અસર છુપાવવામાં મળે છે.

વિટામીન E: વિટામીન E પણ ઇમ્યુન સિસ્ટમના કામમાં તેમ જ બ્લડવેસલ્સને હેલ્ધી રાખવામાં ભાગ ભજવે છે. વિટામીન E ફૂડ્સ કે સપ્લિમેન્ટ્સમાંથી મેળવવાનું હોય છે કેમ કે એ શરીરમાં બનતું નથી. વૈજ્ઞાનિકો હાલમાં એ સંશોધન કરી રહ્યા છે કે વિટામીન E ફ્રી રેડિકલ ડેમેજ સાથે સંકળાયેલા ક્રોનિક રોગોને પ્રિવેન્ટ કરે કે ડિલે કરી શકે કે કેમ. આ વિટામીન નટ્સ અને સનફ્લાવર સીડ્સ, પીનટ્સ, આવાકાડો, લીલી પત્તાંભાજીઓ, ઓલિવ ઓઇલ, તોફુ, વગેરેમાંથી મળી રહે છે.

3.10526315789
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top