વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટામેટા કહો તાજામાજા રહો

ટામેટા કહો તાજામાજા રહો

શિયાળામાં ભરપૂર માત્રામાં મળતાં ટામેટાં અનેક રીતે ગુણકારી છે. ટામેટાંમાં સ્વાદ ઉપરાંત પોષક તત્ત્વોનો ભંડાર છે. ટામેટાં બીટા-કેરોટીન અને વિટામિન્સથી સમૃદ્ધ છે. ટામેટાંમાં ઉપલબ્ધ વિટામિન-એ તમારા વાળને મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે. આ ઉપરાંત આંખોની તેજસ્વી દ્રષ્ટિક્ષમતા માટે પણ વિટામિન-એ ઉપયોગી છે, જે ટામેટાંમાં ભરપૂર માત્રામાં છે. તેમાં વિટામિન-કે રહેલું છે, જે હાડકાંને મજબૂત બનાવે છે, જ્યારે તેમાં રહેલું વિટામિન-સી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. ટામેટાંમાં લાયકોપીન નામનું કુદરતી એન્ટિઓક્સિડન્ટ મળી આવે છે, જે કેન્સરના કોષોના વિકાસને અટકાવવામાં મદદ કરે છે. રોજ ટામેટાં ખાવાથી સ્તન કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર, પુરુષોને થતું પ્રોસ્ટેટનું કેન્સર કે ફેફસાંના કેન્સરના જોખમને પણ ઘટાડી શકાય છે..

હ્વદયને સાબૂત રાખવા માટે પણ ટામેટાં ગુણકારી છે, કેમકે તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, વિટામિન-બી અને નિયાસીન સામેલ છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર તો ઘટાડે છે જ, પણ તેની સાથે બ્લડપ્રેશરને પણ અંકુશમાં રાખે છે. શાક, સલાડ અને સૂપમાં ટામેટાંનો ઉપયોગ કરો અને તાજામાજા રહો..

સ્ત્રોત: ફેમીના નવગુજરાત સમય

2.84210526316
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top