વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગાજરના ગુણો

ગાજરના ગુણો વિશેની માહિતી આપવામાં આવી છે

ગાજર એ બીટા કેરોટિનથી સમૃદ્ધ છે, જે શરીરમાં વિટામિન A બનાવે છે. માત્ર 100 ગ્રામ ગાજર આપણી રોજની વિટામિન A ની જરૂરિયાતને 100% જેટલી પૂરી કરી દે છે! આંખોને સ્વસ્થ અને નીરોગી રાખવા માટે વિટામિન A ખૂબ જરૂરી છે અને તેના માટે ગાજર ખાવા ખૂબ જરૂરી છે.

વળી તેમાં આવેલ લ્યૂટિન નામનું ઘટક વાર્ધક્યમાં થતા મેક્યુલર ડિજનરેશન નામના રેટિનાના પ્રોબ્લેમને રોકવામાં સહાયભૂત થાય છે. આ ઉપરાંત ગાજરમાં વિટામિન K અને વિટામિન B-6 પણ સારા એવા પ્રમાણમાં રહેલાં છે.

શિયાળો આવતાં જ બજારમાં લાલચટક ગાજર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ગાજર એ કંદમૂળ છે, જેનો અનેક રીતે ભોજનમાં સમાવેશ થઈ શકે છે. ગાજરને તમે સલાડ કે રાઈતામાં કાચું ખાઈ શકો છો, તેનો સૂપ બનાવી શકો છો કે પછી શાક, પુલાવ જેવી વાનગીઓમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.
તેનો હલવો કે કેક પણ બનાવી શકો છો.

શિયાળામાં ગાજરનો જ્યુસ પીવાથી ત્વચા અને આંખો સ્વસ્થ રહે છે અને શરીર નિરોગી બને છે.

સ્ત્રોત: ફેમિના, નવગુજરાત સમય

4.25
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top