હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / આહાર સંબંધિત લેખો / ગરમીની ઋતુમાં પાણીની કમી દૂર કરવા માટે ખાઓ આ બધા ફળ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગરમીની ઋતુમાં પાણીની કમી દૂર કરવા માટે ખાઓ આ બધા ફળ

સમરની સિઝનમાં લિક્વિડનું પ્રમાણ શરીર માટે ખૂબ જ જરૂરી છે જેના વિષેની માહિતી આપેલ છે

ગરમીમાં ડિહાઇડ્રેશન થવાને કારણે કેટલીય બિમારીઓ થઇ શકે છે. એટલા માટે પાણી પીવા ઉપરાંત એવા ફ્રૂટ્સ ખાવા જોઇએ જેનાથી પાણીની કમી દૂર કરી શકાય. સમરની સિઝનમાં લિક્વિડનું પ્રમાણ શરીરમાં વધારે હોવું જોઇએ. ભોજનમાં પણ એવી શાકભાજી અને સલાડ લો જેનાથી શરીરને ગરમી ન લાગે. કાકડીમાં 90 ટકા પાણી હોય છે જે શરીરને એકદમ સ્વસ્થ રાખે છે. ટામેટું સૂર્યપ્રકાશના કિરણોથી બચાવે છે. આ ઉપરાંત જો તમે ચહેરા પર ગ્લો લાવવા માંગો છો તો ટામેટું ફાયદાકારક છે
લીલા મરચામાં એન્ટીઑક્સિડેન્ટ હોવા ઉપરાંત પાણી ભરપૂર પ્રમાણમાં હોય છે. ગરમીમાં લીલા મરચા ખાવાથી ક્યારેય પણ પાણીની ઉણપ સર્જાતી નથી. તરબૂચ ઘરમાં બધા લોકોને પસંદ હોય છે. તરબૂચ બાળકો તેમજ વડીલો બધા માટેનું મનપસંદ ફ્રૂટ હોય છે. ગરમીમાં તરબૂચ ખાવાથી ઠંડક મળે છે. તરબૂચ સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં પાણી સૌથી વધારે પ્રમાણમાં હોય છે. ત્યારબાદ ગરમીમાં બીજું ફેવરિટ ફળ છે દ્રાક્ષ. મીઠી-મીઠી દ્રાક્ષ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે.
બ્રોકલીમાં વિટામિન A અને વિટામિન K પૂરતા પ્રમાણમાં હોય છે. ગરમીમાં પાણીની ઉણપને પૂરી કરવામાં બ્રોકલી ખૂબ જ લાભદાયી હોય છે. તરબૂચ ઉપરાંત ટેટી વિટામોન સી અને એથી ભરપૂર હોય છે. જે શરીરમાં હંમેશા કોમળતા જાળવી રાખે છે. ગરમીની ઋતુમાં રસભર્યા ફળોથી ફ્રીઝ ભરાઇ જાય છે. એવામાં સૌથી વધારે ટેટીને પસંદ કરવામાં આવે છે. તેમાં પાણીનું પ્રમાણ ખૂબ જ હોય છે જે ગરમીમાં ફાયદાકારક હોય છે. આ ગરમીમાં સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.
ટેટીમાં રહેલ ઑર્ગેનિક પિગ્મેન્ટ કેરોટેન્વાઇડ કેન્સરનું જોખમ ઓછું કરે છે. ટેટી બ્લડનું કન્સનટ્રેશન ઓછું કરે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. ટેટીમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે. ટેટીમાં ફાયબર હોય છે જે કબજિયાતની ફરિયાદને દૂર કરે છે. પાચન સંબંધી સમસ્યાઓમાં ટેટી લાભદાયી નિવડે છે. કાકડી કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે. તેનો સલાડ તરીકે ઉપયોગમાં લઇ શકીએ છીએ. તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે.

સ્ત્રોત : હેલ્થ, ગુજરાત સમાચાર

3.03846153846
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top