વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ક્રૂસિફેરસ શાકભાજી અને તેના લાભ

ક્રૂસિફેરસ શાકભાજી અને તેના લાભ વિશેની માહિતી

આપણે સૌ જાણીએ છીએ કે પૂરતાં શાકભાજી ખાવાં એ કેટલું અગત્યનું છે કેમ કે તેમાં ભરપૂર વિટામન્સ, મિનરલ્સ અને ફાઇબર્સ હોય છે. નવા સંશોધનો મુજબ કોબીજ, કોલિફ્લાવર, બ્રોકોલી, મૂળા વગેરે ક્રૂસિફેરસ શાકભાજીમાં કેન્સર સામે લડવા માટેનાં વિશેષ પાવર્સ હોય છે. એક અભ્યાસમાં મળી આવ્યું છે તેમ આયસોથિયોસાયનેટ્સ (આઇસીટી) જે ક્રૂસિફેરસ શાકભાજીમાં આવેલ કંપાઉંડ છે તેનાથી ભરપૂર ભોજન ખાવાથી બ્લેડર કેન્સર થતું અટકે છે.

ક્રૂસિફેરસ શાકભાજી છે શું?

કોલિફ્લાવર અથવા ફૂલેવર, કોબીજ, ચાઇનીઝ કોબીજ, બ્રોકોલી, મૂળા વગેરે ક્રૂસીફેરસ એટલે પાનભાજી કુળનાં, દળવાળાં શાકો છે. ક્રૂસિફેરસ શાકભાજી ઠંડા વાતાવરણમાં ઊગે છે અને એનાં ચાર પાંખડીવાળાં ફૂલો હોય છે. ઘણા કિસ્સાઓમાં આ શાકોમાં પાન કે ફૂલોની કળી ખવાતી હોય છે પણ સંશોધકોએ તો ઘણાં શાકોમાં મૂળિયાં કે બિયાં પણ ફાયદાકારક હોય છે એવું પણ શોધી કાઢ્યું છે.

ભરપૂર લાભો ધરાવતાં શાકઃ

 • આ શાક ઓછી કેલરીવાળાં પણ ભરપૂર ન્યુટ્રિઅન્ટસ ધરાવતાં હોય છે. દરેક શાકમાં એનું પ્રમાણ જુદું જુદું હોઈ શકે પણ ક્રૂસિફેરસ શાકભાજીમાં વિટામીન  A, વિટામીન C અને વિટામીન K ભરપૂર હોય છે.
 • લેબોરેટરીના કેટલાક અભ્યાસોએ સૂચન કર્યું છે કે ક્રૂસિફેરસ શાકભાજી શરીરના પાચકરસો-એન્ઝાઇમ્સની કોમ્પ્લેક્સ સિસ્ટમ-જે કેન્સર સામે રક્ષણ આપે છે તેને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. આ શાકના કોમ્પોનન્ટ્સે બ્રેસ્ટ, એન્ડોમેટ્રિયમ, લંગ, કોલોન, લિવર અને સર્વિક્સના ટ્યૂમરસહિત વિવિધ સેલ્સ, ટિસ્યૂઝ અને પ્રાણી મોડેલોમાં, કેન્સર કોષોની વૃદ્ધિને અટકાવવાની તેમની ક્ષમતા દર્શાવી છે. ક્રૂસિફેરસ શાકભાજીમાં બીટા કેરોટિન (જેમાંથી વિટામીન A બને છે) અને વિટામીન C ભરપૂર હોવા ઉપરાંત કેલ્શિયમ, આયર્ન અને ફોલેટનું જુદું જુદું પ્રમાણ જોવા મળે છે.
 • ક્રૂસિફેરસ શાકભાજી દરેક સર્વિંગમાં સારું એવું ડાયેટરી ફાઇબર આપે છે. ફાઇબરના કારણે લોહીમાં સાકરનું શોષણ થતાં વાર લાગે છે, સ્પાઇક્સ રોકે છે અને બ્લડસુગર ઘટાડે છે.
 • આ શાકભાજી એમાં ફાઇબર હોવાના કારણે વજનઘટાડામાં પણ મદદ કરે છે.

ભોજનમાં ઉમેરો કરો:

 • જો આ શાકમાંથી ભરપૂર પોષણ મેળવવા ઇચ્છતાં હોવ તો એ પૂરતો સમય લઈને ખાવ. તેમને વ્યવસ્થિત રીતે કાપીને અને ચાવીને ખાવાથી  તેમની પ્રોટેક્ટિવ અસરોનો લાભ મળે છે.
 • તાજાં શાક અને યોગ્ય રીતે રાંધવાથી તેમની સોડમ વધે છે. એટલે ખરીદ્યા પછી તરત ખાવાનું રાખો અને જો એને રાંધવાના હોય તો જલદી રાંધો જેથી એમની કુમાશ જળવાઈ રહે.
 • સ્ટર-ફ્રાય ડિશિસમાં એ ખાવ અથવા સલાડમાં કાચાં જ ટોસ કરી લો. એને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં સહેજ લીંબુ કે લસણ ભેળવો.

સાઇડ ઇફેક્ટ્સઃ

 • આ શાક વધુ પડતાં ખાવાથી બ્લોટેડ કે ગેસ થયા જેવું લાગે છે. જો એવી કોઈ તકલીફ લાગતી હોય તો કાચાં ખાવાને બદલે રાંધીને ખાવ, રાંધીને ખાવાથી તે પચી શકે.
 • હાઇપોથાઇરોઇડના દર્દીઓએ આ શાક ન ખાવાં. ક્રૂસિફેરસ શાકભાજી કાચાં ખાવાથી આંતરડાંમાં ગોઇટ્રોજન્સ છોડે છે, જેનાથી આયોડિનની જરૂર પડે છે અને થાઇરોઇડ ગ્રંથિને નુકસાન થઈ શકે.

આ શાકના સૌથી વધારે હેલ્ધી લાભ મેળવવા માટે તેમની વેરાયટી ભોજનમાં ઉમેરો. દરેક શાક પોષક તત્ત્વોનું અનોખું પેકેજ પૂરું પાડે છે. અહીં એક સરસ મજાની રેસિપી આપવામાં આવી છે તેની મજા લો.

કોલિફ્લાવર રાયતું

સામગ્રી: 50 ગ્રામ કોલિફ્લાવરનાં નાનાં ફૂલો, 100 ગ્રામ દહીં, 1 ચપટી બ્લેક સૉલ્ટ

રીતઃ

 1. કોલિફ્લાવર બાફી લો અને ઠંડું થવા એક બાજુ મૂકો. એનો કડક ભાગ કાપી લો.
 2. દહીં વલોવી લો અને ચપટીક સૉલ્ટ અને સહેજ ખાંડ નાંખો.
 3. એક બાઉલ લો. એમાં કોલિફ્લાવર મૂકો. એની પર દહીં રેડો. દહીંથી ભરાય એટલે કોથમીર-ફુદીનાથી ગાર્નિશ કરો. મસ્ત મજાનું રાયતું ખાવ.

સ્ત્રોત: સોનલ શાહ(stay healthy)

2.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top