વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કેલ્શિયમની આપૂર્તિ માટે યોગ્ય આહાર જરૂરી

કેલ્શિયમની આપૂર્તિ માટે યોગ્ય આહાર જરૂરી

calcium


આ વિડીઓમાં કેલ્શિયમથી ભરપૂર ભોજન વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે

શરીરના  હાડકા  કેલ્શ્યમથી   જ બનેલા  હોય છે.  અને જો  શરીરમાં  કેલ્શ્યમની ખામી જણાય તો વ્યક્તિ  ચિંતા, તાણ, ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી  પીડાય  શકે  છે.

કેલ્શ્યિમ  આપણા  શરીર  માટે એક મહત્ત્વપૂર્ણ  પોષકતત્ત્વ  છે. આમ છતાં  મોટાભાગના લોકો કેલ્શિયમની ખામીને દૂર કરનાર પદાર્થોનું  રોજિંદા  ખોરાકમાં  સમાવેશ   કરવાનું ટાળે  છે. શરીરના  લગભગ  દરેક અંગો  જેવા કે તંત્રિકા  તંત્ર, માંસપેશી અને હૃદય સહિતના  મહત્ત્વપૂર્ણ  અંગો માટે  કેલ્શ્યિમ  જરૂરી  છે.

ઉપરાંત શરીરના  હાડકા  કેલ્શ્યિમથી   જ બનેલા  હોય છે.  અને જો  શરીરમાં  કેલ્શ્યિમની ખામી, જણાય તો વ્યક્તિ  ચિંતા, તાણગ્રસ્ત, ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી  પીડાય  શકે  છે. આથી જ દરેક ઉંમરના  લોકોએ  પર્યાપ્ત  માત્રામાં  કેલ્શ્યિમ  યુક્ત  ખાદ્ય પદાર્થનું  સેવન કરવું જોઈએ.

વય અને જુથ પ્રમાણે કેલ્શ્યિમની માત્રા

માનવશરીરની  પોતાનતી અલગ અલગ ક્ષમતા અને  જરૂરત હોય છે તેથી દરેક વય અને જુથ પ્રમાણે  કેલ્શ્યિમની માત્રા શરીરને મળે એ જરૂરી  છે.

 • નવજાત  શિશુ:  થી ૬ મહિના સુધી નવજાત શિશુને  પ્રતિદિન  નિયમિત રીતે ૨૦૦ મિલીગ્રામ કેલ્શ્યિમની  જરૂર પડે  છે.
 • ૬ થી ૧૨ મહિના સુધી:  આ  સમયગાળા  દરમિયાન શિશુને  ૨૬૦ મિલીગ્રામ  પ્રતદિન કેલ્શ્યિમની  આવશ્યક્તા  હોય છે.
 • ૦૧ થી ૦૩  વર્ષના બાળકો માટે: આ  ઉંમરમાં બાળકોને દરરોજ ૭૦૦  મિલીગ્રામ કેલ્શ્યિમયુક્ત  આહારનું સેવન  કરાવવું  જોઈએ.
 • ૦૪  થી ૦૮ વર્ષના બાળકોને  આ  ગાળા દરમિયાન  બાળકોએ  ૧૦૦૦ મિલીગ્રામ  કેલ્શ્યિમનું  પ્રતિદિન  સેવન કરવું જોઈએ.
 • ૦૯ થી ૧૮ વર્ષ  સુધી  આ  વયમાં  ૧૩૦૦ મિલીગ્રામ  કેલ્શ્યિમની  દૈનિક  જરૂરિયાત રહે છે.
 • ૧૯  થી ૫૦ વર્ષ સુધી આ વયના  પુરુષોને   અને મહિલાઓને ૧૦૦૦ મિલીગ્રામ  કેલ્શ્યિમની આવશ્યક્તા  રહે છે.
 • ૫૧થી   ૭૦  વર્ષ સુધી  ૫૦ વર્ષથી  વધુ ઉંમરના  પુરુષોને  ૧૦૦૦ મિલીગ્રામ  કેલ્શ્યિમ  જ્યારે મહિલાઓએને ૧૨૦૦ મિલીગ્રામ  કેલ્શ્યિમની  દરરોજ  જરૂર  પડે  છે.
 • ૭૧ થી વધુ ઉંમરના  લોકો માટે ૭૦ થી વધુ વયના લોકોને લગભગ  ૧૦૦૦ મિલીગ્રામ  દૈનિક  આધાર પર કેલશ્યિમની  આવશ્યક્તા  રહે   છે.

કેલ્શ્યિમ યુક્ત  આહારનો  નિયમિત રીતે   સેવન કરવાથી  શરીરનું  હાડકા અને દાંત મજબૂત  બને છે.  શરીરના  લગભગ ૯૯ ટકા કેલ્શ્યિમ  દાતમાં  જોવા મળે છે.  બાકીનું  કેલ્શ્યિમ રક્ત, માંસપેશી, અને  અન્ય અંગોમાં  જોવા મળે છે.  ૨૦ થી ૨૫ વર્ષની વય  સુધી કેલ્શ્યિમ  હાડકાને મજબૂત બનાવવાનું  કાર્ય  કરે છે.  ઉપરાંત હૃદયના  ધબકારાને નિયંત્રણમાં  રાખે છે.

ખાદ્યપદાર્થો

કેલ્શ્યિમની  ખામીને દવાની મદદથી  સરભર કરી શકાય છે. જો કે નીચે  આપેલા ખાદ્યપદાર્થોનો  રોજિંદા  આહારમાં  સમાવેશ   કરીને પણ તમે  કેલ્શ્યિમની ઉણપ પૂરી શકો છો.

 • સોયાબીન: એક કપ સોયાબીનમાં   લગભગ ૧૭૫ મિલીગ્રામ કેલ્શ્યિમ હોય છે.
 • ભીંડા: એક  કપ ભીંડાના શાકમાં પણ ૧૭૫ મિલીગ્રામ કેલ્શ્યિમ  હોય છે.
 • બદામ: ૧૦૦ ગ્રામ  બદામમાં  ૨૬૪ મિલીગ્રામ કેલ્શ્યિમ  મળે છે.  બદામની પૌષ્ટિકતાને વધારવા  માટે બદામના પાવડરને દૂધ સાથે  મિક્સ કરીને  લઈ શકાય છે.
 • સંતરા : સંતરા આમતો વિટામીન 'સી' નો  મૂખ્ય સ્ત્રોત છે. આમ છતાં તમે સંતરાની  મદદથી  કેલ્શ્યિમની  કમીને  પણ દૂર કરી શકો છો. અડધા કપ સંતરાના જ્યૂસમાં  ૫૦ મિલીગ્રામ  કેલ્શ્યિમ હોય છે.
 • પાલક : એક કપ પાલખમાં  ૨૫૦ મિલીગ્રામ  કેલ્શ્યિમ  રહેલું હોય છે.
 • આ  ઉપરાંત  તમે બ્રોકલી દૂધના ઉત્પાદનો, ટમેટા, ગાજર,  સીતાફળ, તુરિયા, લસણ, અનાનસ, પપૈયુ, લીચી,  દાડમ જેવા આહારમાંથી  કેલ્શ્યિમ  પ્રચૂર માત્રામાં   મળી રહે છે.
 • જો કે કેલ્શ્યિમનું  અધિક માત્રામાં  સેવન પણ હાનિકારક  સાબિત થઈ  શકે  છે. આથી,  જરૂરિયાત મુજબ કેલ્શ્યિમયુક્ત  આહારનો  રોજિંદા ભોજનમાં  સમાવેશ કરીને સ્વસ્થ  તંદુરસ્ત અને  તાજામાજા રહો.

સ્ત્રોત: રિદ્ધિ કાપડિયા,ગુજરાત સમાચાર

2.78571428571
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top