অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કીટો ડાયેટ

કીટોજેનિક ડાયેટ (કીટો ડાયેટ તરીકે વધારે જાણીતું છે) હાલમાં બહુ ચાલતાં ડાયેટ્સ પૈકીનું એક ડાયેટ છે. હાલમાં, આપણે વારંવાર આપણા મિત્રો અને કુટુંબીજનો પાસેથી કીટો ડાયેટ ચાલુ કરવા અથવા તો ઓલરેડી કર્યું હોવા અંગે સાંભળીએ છીએ. ઉપરાંત, ઘણા લોકોએ એના ઘણા લાભો જેમ કે વજન ઊતરવું, સ્વાસ્થ્ય અને ઓવરઓલ પરફોર્મન્સનો અનુભવ કર્યો છે. પણ તેમ છતાં, શું આપણે કીટો ડાયેટ શું છે અને એનાં શરીરમાં કંપલીટ ઇમ્પ્લિકેશન્સ અંગે પૂરી વિગતો જાણીએ છીએ ? ના, તો ચાલો જાણીએ.
કીટો ડાયેટ એ એવો ઇટિંગ પ્લાન છે જેમાં મુખ્યત્વે ફેટ્સ અને થોડાકથી લઈને નહીંવત્ કાર્બોહાઇડ્રેટ્સ ખાવા અંગેનો પ્લાન છે. આ પ્રકારનો ઇટિંગ પ્લાન ખાસ તો ફેટ્સ વધુ અસરકારક રીતે બર્ન કરવા માટેના મુખ્ય ઉદ્દેશથી બનાવવામાં આવેલ. આ વાક્ય સમજવા માટે આપણે પહેલાં તો કીટો નક્કી શું છે એ સમજવું પડશે. કીટો શબ્દ ‘કીટોનેસ’ પરથી આવ્યો છે જે શરીરમાં જે લૉ બ્લડ સુગર(ગ્લુકોઝ) થવાના કિસ્સામાં એનર્જીના અલ્ટરનેટ સૉર્સ તરીકે ઉત્પન્ન થતા નાના ફ્યુઅલ મોલેક્યુલ્સ છે. કીટોનેસ કાર્બોહાઇડ્રેટ્સના ઓછા વપરાશના જવાબમાં પેદા થાય છે કે જેમાં લિવરમાંથી કીટોનેસ ઉત્પન્ન કરવા માટે ફેટ્સ તૂટે છે. ગ્લુકોઝને બદલે, કીટોનેસ તે પછી શરીરમાં ફ્યુઅલ સૉર્સ તરીકે કામ કરે છે. આમ, કીટોજેનિક ડાયેટ પર, આખું શરીર એનો ફ્યુઅલ સપ્લાય મોટે ભાગે ફેટ પરથી ચલાવે છે. આથી, ફેટ 24x7 બર્ન થાય છે. ઉપરાંત, ઇન્સ્યુલિન ડ્રોપ ઇન થવાથી (કારણ કે કાર્બ્સનો ઓછો વપરાશ), ડ્રામેટિકલી ફેટ બર્નિંગ વધે છે જેથી વજન ખાસ્સું ઊતરી જાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે તેમ જ એનર્જીનો સ્ટેડી સપ્લાય રહે છે.

કીટો ડાયેટમાં શું ખાવું ?

કીટો ડાયેટમાં તમારે કાર્બોહાઇડ્રેટ્સ ઓછા અથવા નહીંવત્ ખાવાના છે, છતાં 25% કાર્બોહાઇડ્રેટ્સ તમારા ફૂડમાં લઈ શકો. સામાન્ય રીતે, કીટો ડાયેટ પરની વ્યક્તિ નીચેના ફૂડ ગૃપ્સમાંથી ફૂડ્સ લઈ શકે છેઃ

ફેટ્સ અને ઓઇલ્સઃ કીટો ડાયેટમાં મોટા ભાગનો વપરાશ ફેટ્સનો થવાનો અને એને વધારે ટેસ્ટી બનાવવા માટે સૉસ, ડ્રેસિંગ અથવા સાદા ટોપિંગ્સ જેમ કે ચીઝનો પીસ, બટર કે નટ્સ સાથે કંબાઇન કરી શકાય. પણ ચીઝ અને નટ્સ જેવાં નેચરલ સૉર્સમાંથી ફેટ કંઝમ્પશન કરવું બહેતર રહેશે. તેમ છતાં, ટ્રાન્સફેટ્સ અવોઇડ કરવી પણ નેચરલી બનતાં સેચ્યુરેટેડ, મોનો અને પોલી સેચ્યુરેટેડ ફેટ્સનો ઉપયોગ થઈ શકે, જેમ કે બટર, ઘી, એવોકાડોઝ, નટ્સ વગેરે.

પ્રોટીનઃ કીટો ડાયેટમાં પ્રોટીનની વ્યાજબી માત્રા લેવી કેમ કે ઘણું બધું પ્રોટીન કીટો ડાયેટમાં બેનેફિશ્યલ નથી કેમ કે એનાથી કીટોનેસનું પ્રોડક્શન ઘટી જાય છે. પ્રોટીનનો મેજર સૉર્સ છે નટ્સ, લિગમ્સ વગેરે.

વેજિટેબલ્સ અને ફ્રૂટ્સઃ વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ કીટો ડાયેટ માટે બહુ જ એસેન્શિયલ છે. તેમ છતાં, સ્ટાર્ચી વેજિટેબલ્સ જેવાં કે બટાટા, અનિયન્સ, ગાર્લિક, બ્રિંજલ્સ (કાંદા, લસણ, રીંગણ) અને ચેરી, ટામેટાં, ઓરેન્જ જેવાં ફળો બને ત્યાં સુધી ન લેવાં અથવા લિમિટેડ લેવાં. કોઈ પણ લીફી અને ગ્રીન વેજિસ કીટો ડાયેટ માટે આઇડિયલ છે જેમ કે સ્પિનચ(પાલક),  કોબીજ, ફુલેવર, બ્રોકોલી, લેટ્યૂસ વગેરે. સામાન્ય રીતે કીટો ડાયેટમાં કોઈ પણ અંડરગ્રાઉંડ (જમીનમાં થતાં કંદ જેવાં) ફળો કે શાકભાજી લિમિટેડ જ લેવાં.

ડેરી પ્રોડક્ટસઃ ડેરી પ્રોડક્ટસ મોડરેટ ક્વોન્ટિટીમાં લેવી. પનીર, ચીઝ, યોગર્ટ, દૂધ વગેરે ડેરી પ્રોડક્ટ્સ ભોજનમાં એક્સ્ટ્રા ફેટ ઉમેરી દે છે.

પાણી અને ઠંડાં પીણાં (બેવરેજીસ): કીટો ડાયેટ એ નેચરલી ડીયુરેટિક છે, એટલે ડીહાઇડ્રેશન એ કીટો ડાયેટ લેનાર મોટા ભાગના લોકોને માટે કોમન છે. એટલે કીટો ડાયેટ દરમિયાન ઓછામાં ઓછું  2થી 3 લીટર પાણી પીવું જોઈએ. બેવરેજીસમાં કોફી, ચા, નારિયેળનું દૂધ વગેરે લઈ શકાય.

કીટો ડાયેટના હેલ્થ બેનીફિટ્સઃ

  • વજનમાં ઘટાડો
  • ભૂખ પર નિયંત્રણ
  • બ્લડ સુગર લેવલ કંટ્રોલ
  • હેલ્થ માર્કર્સમાં સુધારો
  • એનર્જી અને મેન્ટલ પરફોર્મન્સ બહેતર થાય
  • પેટમાં શાંતિઃ ગેસ ઓછો થાય અને દુખાવા કે ક્રેમ્પ્સ ઓછાં થાય

કીટો ડાયેટની મેજર સાઇડ-ઇફેક્ટ્સઃ

  • હાઇ ફેટ ઇન્ટેક્સને કારણે કોલેસ્ટ્રોલ વધે જેથી હાર્ટ ડિસીઝ થઈ શકે.
  • કીટો ડાયેટની લાંબા ગાળે અસર થાય તે સ્લગિશનેસ કે લેઝિનેસમાં પરિણમે કેમ કે બ્રેઇનને ઇફેક્ટિવલી કામ કરવા માટે સુગર જોઈએ.
  • કીટો ડાયેટ એથ્લીટ જેવા એક્ટિવ લાઇફસ્ટાઇલ જીવતાં લોકો માટે સ્યૂટેબલ નથી. વધુ એનર્જી અને બહેતર ફિઝિકલ એન્ડ્યુરન્સ માટે હાઇ કાર્બ ડાયેટ વધારે જરૂરી છે.
  • કીટો ડાયેટ સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી તેમ જ જ્યારે ડાયાબિટીસ અને હાઇબ્લડપ્રેશરની દવા ચાલતી હોય ત્યારે ન લેવું જોઈએ.
  • આહારમાં કાર્બ્સને ખાસ્સું કટ કરવાથી ક્યારેક ડાયેરિયા કે કબજિયાત/અપચન તરફ દોરી જાય છે.

ધ્યાનમાં રાખવાના પોઇન્ટ્સઃ

  • કીટો ડાયેટ એક્સપર્ટસની દેખરેખમાં બહુ જ કાળજીથી ફોલો કરવું જોઈએ.
  • કીટો ડાયેટ એ વેઇટ લોસ/વજન ઘટાડા માટે કાયમી ઉકેલ નથી.
  • આ ડાયેટ એ વજન ઘટાડા માટે એકમાત્ર ઉકેલ નથી.

સ્ત્રોત: સોનલ શાહ(stay healthy)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/19/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate