વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કાજૂ અને જુઓ પછી સ્વાસ્થ્ય પર તેનો જાદુ

કાજૂ અને જુઓ પછી સ્વાસ્થ્ય પર તેનો જાદુ

ઠંડીની ઋતુમાં સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવા ડ્રાયફ્રુટ્સના ફાયદા, ઉપયોગ રીત, કેટલી માત્રામાં ખાવા કાજૂને ડ્રાયફ્રુટ્સનો રાજા માનવામાં આવે છે. સ્વાદ અને સ્વાસ્થ્ય જાળવી રાખવામાં કાજૂ નો તો જવાબ જ નથી. જો દરરોજ કાજૂ ખાવામાં આવે તો તેના અનેક શારીરિક અને માનસિક ફાયદા છે. થોડાક કાજૂ ખાવાથી શરીરને પુષ્કળ ઊર્જા તો મળે જ છે સાથે કેટલીક બીમારીઓ આપણી આસપાસ પણ નથી ફરકતી. જેથી આજે અમે તમને આવા કેટલાક કાજૂના બેજોડ ફાયદા બતાવવા જઈ રહ્યા છે. જે જાણી તમે પણ રોજ કાજૂ ખાતા થઈ જશો.

  • પચવામાં હળવાં, મધુર, સ્નિગ્ધ અને ગરમ એવાં કાજૂ પેશાબ લાવનાર, લોહી શુદ્ધ કરનાર, વીર્યવર્ધક, તથા ભુખ ઉઘાડનાર છે. કીડની આકારનાં કાજૂનાં ફળો કીડનીનાં દર્દોમાં પણ ઉપયોગી છે.
  • કહેવાય છે કે મેવાનું રાજ કાજૂમાં છે અને ખરેખર કાજૂનો કોઇ જવાબ નથી. આને ખાવાથી જ્યાં તમને ઊર્જા મળે છે ત્યાંજ તમને સુંદર પણ બનાવે છે. કાજૂમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હાડકાઓને મજબૂત બનાવે છે. કાજૂ મસૂડા અને દાંતોને સ્વસ્થ રાખે છે.
  • તમને ખબર છે કે કાજૂમાં મોનો સૈચુરેટડ ફેટ હોય છે જે હ્રદયને સ્વસ્થ રાખે છે અને હ્રદયના રોગોથી દુર રાખે છે. કાજૂમાં એન્ટી ઓક્સિડેંટ પણ હોય છે જે કેન્સરથી ચાવે છે. કાજૂમાં વઘારે પડતી ઊર્જા હોય છે અને તેમાં dietry fibre ની માત્રા પણ વઘારે હોય છે તેના લીઘે તેને ખાવાથી શરીરનું વજન સંતુલિત રહે છે.
  • રોજ સવારે 4-5 કાજૂનો નિયમિત સેવન કરવાથી વાળ ઉતરતા બંઘ થાય છે. અને સ્ક્રિન માટે પણ ઘણો ફાયદાકારક છે. કાજૂને દૂધમાં ભેળવી રગડવાથી સ્ક્રિન સુંદર અને મુલાયમ બને છે.સાથે કાજૂ તમારી રંગત પણ નિખારે છે. હા, એ સાચું છે કે કાજૂ ઘણો મોંઘો છે પણ સૌ દવાઓ ખાવાથી સારું છે કે કાજૂનો સેવન કરો. જે તમને સુંદર અને સેહતમંદ બનવા છે.

કાજૂનાં ફળ જઠરના વિવિધ રોગો જેવા કે મંદાગ્ની, કબજીયાત, આફરો, ઝાડા, અપચો, અજીર્ણમાં ફાયદાકારક છે.

નળવિકારમાં ૮થી ૧૦ કાજૂ ઘીમાં શેકીને મરી-મીઠું ભભરાવીને નરણા કોઠે ખાવાથી ખુબ ફાયદો કરે છે.

મગજની નબળાઈ અને મંદસ્મૃતીમાં રોજ સવારે ૪થી ૮ કાજૂ ખાઈ ઉપર ૧ ચમચી મધ કે ૧ કપ દૂધ પીવાથી મગજની નબળાઈ દુર થાય છે.

થાકને દૂર કરે છે.

કાજૂને ઊર્જા માટેનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. કાજૂ ખાવાથી શરીરને શક્તિ પણ મળે છે. કાજૂની કોઈપણ આડઅસર હોતી નથી અને દરેક ઉંમરના લોકો તેને ખાઈ શકે છે. જ્યારે તમે કોઈ કામ કર્યા વિના થાક અનુભવો અથવા તમારો મુડ અપસેટ હોય તો બે-ત્રણ કાજૂ ચાવીને ખાઈ લેવા.

હાડકાને મજબૂત બનાવે છે.

કાજૂમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી હાડકા મજબૂત બને છે. કાજૂ પેઢા અને દાંતને પણ સ્વાસ્થ રાખે છે. કાજૂમાં મોનો ફેચુરેટેડ ફેટ હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખે છે. કાજૂમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જે કેંસર જેવા જીવલેણ રોગો સામે રક્ષણ આપે છે. કાજૂ ખાવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે.

મગજને તેજ બનાવે છે.

કાજૂમાં એક પ્રકારનું તેલ હોય છે. કાજૂ વિટામિન બીનો ખજાનો છે. એટલે જ તેને તાત્કાલિક શક્તિ આપતું શક્તિવર્ધક પદાર્થ માનવામાં આવે છે. ભૂખ્યા પેટે કાજૂ ખાઈને મધ ખાવાથી યાદશક્તિમાં ઝડપથી વધારો થાય છે. કાજૂ ખાવાથી યૂરિક અમ્લ બનતું નથી. કાજૂનું તેલ સફેદ ડાઘા પર લગાવવાથી તે સફેદ ડાઘા દૂર થઈ જાય છે. કાજૂ ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે.

કાજૂમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે પાચનમાં પણ પ્રબળ હોય છે. કાજૂ મૂત્રપિંડને તાકાત આપે છે. કાજૂમાં લોહ વધુ માત્રામાં હોય છે. જેથી જે લોકોમાં લોહીની ઉણપ હોય તે લોકોને શિયાળામાં અચૂક કાજૂ ખાવા જ જોઈએ. કાજૂ પાચન શક્તિમાં વધારો કરે છે. કાજૂ ખાવાથી ભૂખ વધુ લાગે છે. આંતરડામાં ભરેલી ગેસ બહાર નિકળે છે. કાજૂ ખાવાથી નબળાઈ દૂર થાય છે.

ત્વચા માટે વરદાન છે.

કાજૂને પાણીમાં પલાળી અને પીસીને મસાજ અને રંગ નિખરવા માટે કરવામાં આવે છે. કાજૂ ઓઈલી, શુષ્ક એમ બધી જાતની ત્વચા માટે લાભકારી છે. જો તમારી ત્વચા ઓઈલી હોય તો કાજૂને આખી રાત દૂધમાં પલાળી રાખવી અને સવારે તેને પીસીને તેમાં મુલતાની માટી, લીંબૂ અથવા દહીં મિક્ષ કરી ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે.

તંદુરસ્ત અને સુંદર બનાવે છે

કાજૂને દૂધ સાથે ઘસીને લગાવવાથી ત્વચા સુંદર અને મુલાયમ બને છે. નિયમિત કાજૂ ખાવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.

ગોડ્ઝ ઓન કન્ટ્રીનો પ્રસિદ્ધ સૂકો મેવો,  કાજૂના કોચલાનો ગર કાચો કે શેકીને કે મીઠાવાળો કરીને ખવાય છે. સૈકાઓથી કેરલાની વાણિજ્યિક નિકાસની વસ્તુ કાજૂ, પરંપરાગત રીતે આ પ્રદેશની રસોઈને મીઠી લહેજતદાર બનાવવા માટે વપરાય છે. એવું કહેવાય છે કે પોર્ટુગિઝ વેપારીઓ કાજૂને કેરલામાં લઈ આવ્યા હતાં.

કાજૂના વૃક્ષને (એનાકાર્ડિયમ ઓક્સિડેન્ટલ) મલયાલમમાં લોકો પરાંગી મવુ કહે છે અને મોટાભાગના કાજૂ પ્રક્રિયા એકમો કોલ્લમ જિલ્લાઓમાં કેન્દ્રિત થયા છે.

કાજૂના વૃક્ષો 12 મીટર ઊંચા ઊગે છે અને મોટેભાગે વિશ્વના ઉષ્ણકટિબંધવાળા પ્રદેશોમાં-ભારત, શ્રીલંકા, મલેશિયા, ફિલિપાઈન્સ, બ્રાઝિલ, તથા આફ્રિકામાં તે થાય છે. વાવેતર પછી ત્રણ વર્ષે વૃક્ષ ઉપજ આપે છે. આંઠથી દશમાં વર્ષ દરમિયાન ફળ થવાની ક્ષમતા અધિકતમ પર પહોંચે છે અને વૃક્ષ 30 થી 40 વર્ષ ટકે છે.

કાજૂ પ્રક્રિયામાં શેકવુ, કોચલાં દૂર કરવાં, કોચલામાંથી તેલ કાઢવું, માવા પરથી છાલ કાઢવી, ગુણવત્તા પ્રમાણે કાજૂ પસંદ કરીને પેક કરવાનો સમાવેશ થાય છે. આ કાજૂ બજારમાં, ગુણવત્તા અને બ્રાન્ડ નામો પ્રમાણે જુદા જુદા ભાવે મળે છે.

કાજૂ (એનાકાર્ડિયમ ઑસિડેન્ટાલે એલ, એનાકાર્ડિએસિ ) ઉષ્ણ કટિબંધ સદાબહાર વૃક્ષ છે. ફોતરાંવાળા ખાઈ શકાઈ તેવા ઝાડના ફળોમાં કાજૂનું વેશ્વિક ઉત્પાદનમાં ત્રીજે ક્રમે છે. વિશ્વમાં કાજૂનો વેપાર ફક્ત 20મી સદીના મધ્ય ભાગથી જ વધવા માંડ્યો છે અને તેના વિકાસના પાછલાં વર્ષોમાં વેપારમાં ધરખમ ફેરફારો નોંધાયા છે. વિવિધ સમયગાળાઓમાં પ્રત્યેક દેશોના મહત્ત્વમાં વધારો અને ઘટાડો નોંધાયો છે. કાજૂમાં તેના મીંજનો વેપાર તેના કદ, રંગ અને ગુણવત્તાના અન્ય માપદંડોને આધારે થાય છે.

2.75
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top