অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કડવા લીમડા વિશે જાણવા જેવું

કડવા લીમડા વિશે જાણવા જેવું

  • થોડા પાણીમાં લીમડાનાં પાન ઉકાળીને કડક "ચા" બનાવીને નાહવાના પાણીની બાલદીમાં ઉમેરીને (થોડાં ટીપાં રોઝ વોટરના ઉમેરવાં) નાહવાથી ચામડીના રોગો થતા નથી.
  • પગની પાની કે એડીઓના દુખાવામાં લીમડાનો કડક ઉકાળો બનાવીને હૂંફાળો થવા દઈને તેમાં પગ બોળવા.
  • નારિયેળ તેલમાં લીમડાનું તેલ ઉમેરીને વાળમાં નાખવાથી ખોડો, જૂ વગેરે વાળની સમસ્‍યા નાશ પામે છે. આ તેલ અઠવાડિયે એકવાર, એમ ત્રણ અઠવાડિયાં સુધી કે જરૂર લાગે ત્‍યાં સુધી નાખવું.
  • વેસેલીનમાં ૧:૫ના પ્રમાણમાં લીમડાનું તેલ ઉમેરીને શરીર પર લગાડવાથી મચ્‍છરો દૂર ભાગે છે. તે ઉપરાંત ચામડીનાં દર્દો, નાના-મોટા ઘા કે થોડું દાઝયા હોય તેના પર ફાયદાકારક છે.
  • ગળાનો સોજો કે શરદી હોય તો લીમડાનાં ૨ થી ૩ પાન નાખીને ઉકાળેલા હૂંફાળા પાણીથી કોગળા કરવા, એન્‍ટી બાયોટિક દવાની જરૂર નહીં પડે.
  • ખીલ-ફોડલીઓ પર લીમડાના પાઉડરને પાણીમાં કાલવીને લગાડવો.
  • સાઈનસની તકલીફમાં લીમડાનું તેલ નેઝલ ડ્રોપ્‍સ તરીકે વાપરી શકાય છે. (સવાર-સાંજ બે ટીપાં).
  • સારામાં સારી અને સસ્‍તી બાયોપેસ્ટિસાઈડ છે.
  • કાનમાં દુખાવો હોય તો ઉકાળેલા લીમડાનાં હૂંફાળા પાણીનાં ટીપાં કાનમાં નાખવાં લીમડાના તેલનાં ટીપાં પણ નાખી શકાય.
  • આજકાલ ફેલાતા ચિકનગુનિયા જેવા તાવમાં પણ લીમડો તથા ઘીલોયને વાટીને પીવાથી અકસીર ઈલાજ થાય છે. શ્રી રામદેવજી મહારાજ (યોગશાસ્‍ત્રી) પણ ચિકનગુનિયાના તાવમાં આ ઈલાજને અકસીર ગણાવે છે.
  • લીમડાની ડાળીઓનાં દાંતણ કરવાથી દાંતનો સડો અટકાવી શકાય છે.
  • સૂકા પાન અનાજમાં રાખવાથી અનાજમાં પડતી જીવાત અટકાવાય છે, પરંતુ દર ત્રણથી ચાર મહિને આ પાન બદલવાં જરૂરી છે.
  • લીમડાનો રસ ગૂડી પડવાને દિવસે પીવાનું માહાત્‍મ્‍ય છે. એનાથી તાવ-શરદી જેવા ચૈત્ર મહિનાના રોગોથી બચી શકાય છે.
  • લીમડાનાં પાંદડાનો ધૂપ કરીને મચ્‍છરો ભગાવી શકાય છે.
  • તેલનો દીવો કરો તો તે તેલમાં લીંબોળીનું તેલ થોડું ઉમેરવાથી પણ મચ્‍છરો દૂર ભાગે છે.
  • લાંબી માંદગીમાં સૂઈ રહેવાથી પડતાં ચામઠાંને લીમડાની પથારી દ્વારા અટકાવી શકાય છે. (ચાદરની નીચે લીમડાનાં પાન પાથરીને પથારી કરવી)

ભાટિયા કોમ્યુનીટી મિશન  ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/10/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate