વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉપવાસ દરમિયાન આહારનું આયોજન

ઉપવાસ દરમિયાન આહારનું આયોજન વિશેની માહિતી આપવામાં આવી છે

શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને આ મહિનામાં મોટા ભાગના હિંદુ લોકો ઉપવાસ કરતા હોય છે. બધા દિવસોમાં સૌથી વધુ શુભ દિવસ સોમવારને માનવામાં આવે છે જેને “શ્રાવણી સોમવારના વ્રત” કહે છે. આ ઉપવાસ મુખ્યત્વે નીચેનાં કારણોસર કરવામાં આવે છે.

 1. ધાર્મિક કારણ માટે.
 2. વજનમાં ઘટાડો કરવા માટે.
 3. તંદુરસ્તીના લાભો.

એવું કહેવાય છે કે જે લોકો શ્રાવણી સોમવારના ઉપવાસ કરે છે તેઓની ઇચ્છા પૂર્ણ થાય છે અને શિવની કૃપાથી આશીર્વાદ મળે છે. ઉપવાસનું કારણ ગમે તે હોઈ શકે છે, પણ તે શરીરને રિચાર્જ અને ફરીથી કાયાકલ્પ કરે છે. પરંતુ તે ખૂબ જ અગત્યનું છે કે ઉપવાસ કરતી વખતે પોતાના ભોજનનું આયોજન એવી રીતે કરવાની જરૂર છે કે જેથી તે દિવસભરમાં શરીરને જરૂરી એનર્જી પ્રદાન કરે અને છતાં અનિચ્છનીય વજન ટાળે. આ ઉપરાંત, તંદુરસ્ત ખોરાકની પસંદગી કરવી જરૂરી છે કારણ કે આ મોસમમાં આપણા શરીરમાં વિવિધ ઇન્ફેક્શન લાગે છે અને ભેજવાળા હવામાનને લીધે ડાયજેસ્ટિવ સિસ્ટમ ખૂબ ધીમી બની જાય છે.

આ સમયગાળા દરમિયાન જુદા જુદા લોકો જુદા જુદા પ્રકારે નિયમો પાળે છે. થોડા લોકો એક વાર જ જમે છે અને તે પણ મીઠા (નમક) વગર તો ઘણા મીઠા સાથે ખાય છે. ઘણા લોકો ઉપવાસ દરમિયાન માત્ર ફળો જ પસંદ કરે છે. ઘણા લોકો માટે આ સમયગાળામાં તંદુરસ્ત, સંતુલિત આહાર મુશ્કેલ હોય છે, તેથી દિવસ દરમિયાન તેમને ઊર્જા ઓછી પડે છે. પણ ચિંતા ન કરો, અહીં હું એક આહાર યોજનાનું સેમ્પલ શેર કરું છું જે વજન વધાર્યા વગર તમારા શ્રાવણના ઉપવાસમાં મદદ કરશે.

મહત્વની ટિપ્સ:

 1. પૂરતું પાણી પીઓ.
 2. તમારી કસરત બંધ ન કરો. જો તમને એનર્જી લેવલ થોડું ઓછું લાગે તો તમે કસરતનો સમય થોડો ઘટાડી શકો છો.
 3. ખૂબ ફળો ન ખાશો, કારણ કે ફળોમાં કુદરતી ખાંડ પણ હોય છે જે વજન વધારી શકે છે.

ઉપવાસનો મહિનો પૂરો થયા પછી સંભાળ કેવી રીતે લેવી ?

ઉપવાસ પૂરા થાય અને બીજા દિવસથી જ ઉપવાસી લોકો આખો દિવસ એ બધું જ ખાવું શરૂ કરે છે. જે આ મહિનામાં છોડી દીધું હતું અને અયોગ્ય આહારથી પૂરું કરે છે. સામાન્ય રીતે ઉપવાસના સમયગાળા દરમિયાન તેઓ માત્ર એક જ વાર ભોજન લે છે અને તે પણ મીઠા સાથે અથવા મીઠા વગર હોઈ શકે છે તેથી તે જાણવા માટે ખૂબ જ મહત્વનું છે કે ઉપવાસ પતી ગયા પછી કેવા ખોરાકની પસંદગી કરવી જોઈએ.

ઉપવાસ બાદ કેટલીક ટીપ્સને અનુસરવાની જરૂર છે:

 1. દૈનિક ધોરણે ધીમે ધીમે ખાવાની વાનગીઓ ઉમેરવાનું શરૂ કરો..
 2. તાત્કાલિક બહારનું ખાવાનું શરૂ ન કરવું. 2 થી 3 દિવસ સુધી રાહ જોવી અને એ પછી ખાવું અને તે પણ ખૂબ ઓછી માત્રામાં ખાવું
 3. લંચ અથવા ડિનર, એ કોઈ પણ મીલમાં મીઠાનું પ્રમાણ ઓછું લેવું. એક અઠવાડિયા પછી ભોજનની જરૂરિયાત મુજબ મીઠું ઉમેરી શકો છો.
 4. બે ભોજન વચ્ચે ફળ અથવા સૂપ લેવાનું પસંદ કરો.
 5. જો તમે કોઈ કારણસર કસરત બંધ કરી હોય તો તરત જ ધીરે ધીરે શરૂ કરો.

થોડીક કાળજી અને ધ્યાનથી તમારું વજન ઘટાડેલું અને તમારી એનર્જીનું લેવલ ઊંચું રાખવા માટે ઉપરની ટિપ્સથી તમને મદદ મળશે.

સેમ્પલ પ્લાન

સમય

મીલ પ્લાન

ક્વોન્ટિટી .

સવારે

સામાન્ય પાણી

300ml

 

બદામ(રાતભર પલાળેલી)

6 નંગ

બ્રેકફાસ્ટ

ગાયનું દૂધ

300ml

 

કેળાં

1 નંગ

 

ખજૂર

2 નંગ

મિડ-મોર્નિંગ

કોકોનટ વોટર(લીંબુ સ્ક્વિઝ કરીને)

1 ગ્લાસ

 

એલમન્ડ + અખરોટ + અંજીર + કાજુ

8+3+1

લંચ

રાજગરાની રોટી

2 નંગ.

 

દહીં

150ml.

મિડ આફ્ટરનૂન

ચા / છાશ

1 કપ / 1 ગ્લાસ.

મિડ-ઇવનિંગ

ફળ.

કશું પણ સહાયક

ડિનર

રોટલી

2 નંગ.

 

શાક

1 બાઉલ.

 

દાળ

1 બાઉલ.

સોનલ શાહ . Stay Healthy.

3.33333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top