વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉનાળાની ઋતુમાં આ ફળોનું સેવન છે લાભદાયી

ઉનાળાની ઋતુમાં આ ફળોનું સેવન છે લાભદાયી

ઉનાળો શરૂ થઈ ગયો છે અને તેથી હીટ વેવ્ઝ ચાલુ થઈ ગયા છે. દરરોજ પારો નવી ઊંચાઈ સુધી વધી રહ્યો છે, ત્યારે લાગે છે કે આપણને ઉનાળો સંપૂર્ણપણે શોષી લેશે. મોટાભાગના લોકોને આ પ્રકારના વાતાવરણમાં ડિહાઇડ્રેટ અને લૉ એનર્જી ફીલ થાય છે અને આપણે ઠંડક થાય તેની રીતો શોધીએ છીએ. આપણા શરીરને ઠંડક કરાવે તેવા ખોરાકની જરૂર પડે છે જેથી ખોરાકને સંતુલિત કરી શકાય અને એનર્જી લેવલ સ્ટેબલ રહે. ગરમી આપણે ધારીએ તે કરતાં આપણને, ખાસ કરીને જો કોઈ માર્કેટિંગ જોબ કરતા હોય અથવા સ્પોર્ટ્સપ્લેયર જે મોટાભાગનો સમય બહાર રહેતા હોય છે એવા લોકોને તો વધારે પ્રમાણમાં ડ્રેઇન કરી શકે છે. તેથી મેં અહીં ઉનાળામાં મળતાં કેટલાંક ફળોની યાદી આપી છે જે એનર્જી લેવલને ઇન્સ્ટન્ટલી બૂસ્ટ કરી શકે.

કાકડી

કાકડી ઠંડક આપે છે. તેમાં ઠંડકનું પ્રમાણ વધારે, ઓછી કેલરી, હાઈ ફાઇબર, એન્ટિ ઑક્સીડેન્ટ, વધારે પ્રમાણમાં પાણી હોય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પોટેશિયમનો સારો સ્રોત, વિટામિન C, A અને K વધુ પ્રમાણમાં ધરાવે છે..

તેનો કેવી રીતે ઉપયોગ કરશો ?

 • દહીંમાં ઉમેરીને રાયતું બનાવી શકો છો. બ્લેક સોલ્ટ અને બ્લેક પીપર ઉમેરવાં.
 • કાકડીનો જ્યૂસ અથવા ઠંડો સૂપ બનાવવો.
 • સામાન્ય પાણીમાં પણ મૂકી શકાય છે અને તે પછી આખા દિવસ દરમિયાન તે પાણી પીવું.
 • હવેના સમયમાં તેને ફેસ માસ્કના ફોર્મમાં અથવા ડાર્ક સર્કલ માટે પણ ઉપયોગમાં લેવાય છે. કાકડીની છીણને તેની કૂલીંગ અસરને લીધે આંખોની નીચેના ડાર્ક કુંડાળા પર મૂકવાથી કુંડાળા ઓછા કરવામાં મદદ કરે છે.

દ્રાક્ષ

એવું કહેવામાં આવ્યું છે કે દ્રાક્ષ (ખાસ કરીને લીલી દ્રાક્ષ) માઇગ્રેન અને ઇન્ડાઇજેશનનો ઇલાજ કરવામાં મદદ કરે છે. અને તે વિઝન, અસ્થમા અને સ્કિન માટે સારી છે, અને તે સનબર્ન સામે રક્ષણ પણ આપે છે ઉપરાંત, કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. એ એન્ટિ-એજિંગ એજન્ટ પણ છે. એમાં લો કોલેસ્ટ્રોલ, સેચ્યુરેટેડ ફેટ્સ અને સોડિયમ હોય છે. તે વિટામીન C અને K નો સારો સ્રોત છે.

તેનો કેવી રીતે ઉપયોગ કરશો ?.

 • કચુંબર અને દહીંમાં ઉમેરી શકાય છે. તે ટેન્જી અને સ્વીટ ટેસ્ટ આપે છે.
 • દ્રાક્ષનો રસ પાર્ટીમાં સૌથી વધારે ફેવરેબલ છે. દ્રાક્ષ સાથે સફરજન પણ ઉમેરી શકાય. આ રીતે આપણે સુગર ઓછી કરી શકીએ છીએ.

નારંગી(ઓરેંજ)

ટેન્જી અને મીઠી ઓરેંજ, શરીરની ઇમ્યુનિટી વધારવા, કેન્સર અને કિડની સંબંધિત રોગો અટકાવે છે, યકૃતના કેન્સરનું જોખમ ઘટાડે છે, ચામડી અને બ્લડપ્રેશર માટે સારી છે. શરીરને આલ્કલાઇઝ કરે છે, અને સારા કાર્બ્સ ધરાવે છે. ઓરેંજમાં સોલ્યુબલ ફાયબરનો સારો સ્રોત છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ફાયદાકારક છે. વિટામિન C નો સમૃદ્ધ સ્ત્રોત છે, વિટામીન A પ્રીકર્સર્સ કે જે વિટામિન Aમાં સુધારો કરવા માટે છે, કેલ્શિયમ અને પોટેશિયમનો સારો સ્રોત છે કે જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલિત કરવામાં અને પેક્ટીન સુધારવા માટે મદદ કરે છે.

તેનો કેવી રીતે ઉપયોગ કરશો ?

 • ઝેસ્ટી ટેસ્ટ અને હેલ્ધી ડાયેટ માટે તમારા રેગ્યુલર સલાડમાં ઓરેંજના થોડાક ટુકડાઓ ઉમેરો.
 • જ્યુસ તરીકે પી શકાય.
  • ઓરેન્જની છાલ બ્યુટી સેક્ટરમાં સૌથી પ્રસિદ્ધ છે.

તરબૂચ

બધા ફળોમાં સૌથી વધુ મનપસંદ ફળ એવું તરબૂચ હાડકાં માટે સારું છે. શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે, નર્વ્ઝ અને સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે, વિઝન સુધારે છે અને કોષોના નુકસાન અને બ્લડ સર્ક્યુલેશન તંત્રને લગતી બીમારીઓને અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝીસ થતાં અટકાવે છે. તે પોટેશિયમ, વિટામીન A અને Cનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. સ્પોર્ટસ પ્લેયર અને માર્કેટીંગની વ્યકિતઓ કે જેઓ ગરમીમાં વધારે રહે છે, તેમને માટે માટે શ્રેષ્ઠ છે. .

તેનો કેવી રીતે ઉપયોગ કરશો ?

 • તરબૂચની ચીરીઓ કરી ચેડર ચીઝ સાથે ખાવી સરળ અને હેલ્થી રીત છે.
 • આ સુંદર ફળનો ઉપયોગ કરવા માટે જ્યૂસ એ બીજી શ્રેષ્ઠ રીત છે.
 • સલાડમાં ઉમેરીને એને રસદાર બનાવો.

કેરી

ફળોનો રાજા અને વર્ષનું સૌથી વધુ રાહ જોવાયેલું ફળ એટલે કેરી. તે નાના-મોટા સૌને ગમે છે. તેના આલ્ફાન્સો, કાચી કેરી, પોપટ કેરી વગેરે જેવા વિવિધ પ્રકાર છે. તે એન્ટીઑકિસડન્ટનો સારો સ્રોત છે જે કેન્સરથી બચવા માટે મદદ કરે છે. તેમાં રહેલ હાઇ લેવલનાં ફાઇબર, પેક્ટીન અને વિટામિન C વડે સીરમ કોલેસ્ટ્રોલના, ખાસ કરીને લૉ ડેન્સિટી લિપોપ્રોટીન (ખરાબ કોલેસ્ટ્રોલ) લેવલને ઘટાડવામાં અને શરીરને આલ્કલાઇન કરવા માટે મદદ કરે છે..

તેનો કેવી રીતે ઉપયોગ કરશો ?.

 • ઉનાળામાં કેરીનો રસ સૌથી પ્રસિદ્ધ ડીશ છે જે લંચમાં હોય તો તમામને ખુશ કરે છે.
 • લીલી કેરીનો અથાણાં માટે ઉપયોગ થાય છે.
 • સલાડમાં પણ ઉમેરી શકાય છે.
સ્ત્રોત :  ફેમીન્સ, સ્ટે હેલ્થી
3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top