વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉત્તમ ટોનિક ગાજર

ઉત્તમ ટોનિક ગાજર

 • શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે.
 • ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે.
 • ગાજરમાંથી અનેક વાનગીઓ બને છે.
 • ગાજરનો હલવો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ગાજરનું કચુંબર પણ ખૂબ જ સરસ લાગે છે. બિરિયાની પુલાવમાં પણ ગાજરનો ઉપયોગ થાય છે. આમ અનેક પ્રકારે ગાજર ઉત્તમ છે.
 • ગાજર શરીરને શક્તિ, ઉષ્મા અને પોષણ મળે છે.
 • લાંબા સમયથી માંદા રહેલા અશક્ત દર્દીઓ માટે ગાજર ઉત્તમ છે.
 • મંદ થઈ ગયેલી પાચનશક્તિને ફરીથી કાર્યશીલ બનાવવા અડધાથી માંડીને ચાર ગ્લાસ જેટલો ગાજરનો રસ દિવસમાં ત્રણથી ચાર વખત પીવડાવી શકાય છે. તેનાથી પાચકશક્તિ વધે છે.
 • લોહીબગાડને કારણે ચામડીના રોગ જેવા કે દાદર, ખસ, ખરજવું, શીળસમાં ગાજરનો રસ ઉત્તમ કામ આપે છે.
 • ગાજર પચવામાં હલકા અને ફાઈબ્રોઈડ હોવાને કારણે મળ અને વાયુને નીચે ધકેલે છે જેથી કબજિયાત પર ગાજર ઉત્તમ છે.
 • લાંબો સમય સુધી ગાજરના રસનું સેવન નિસ્તેજ, રુક્ષ ત્વચાને ચમક્દાર, સુંવાળી બનાવે છે.
 • જુના ખરજવા પર ગાજરને છીણીને તેની લુગદી બાંધવાથી ખરજવું મટે છે.
 • ગાજરનું સેવન સ્ત્રીનું માસિક નિયમિત બનાવે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે.
 • બાળકોનું પાચન સુધારી, ભૂખ ઉઘાડે છે. લોહનુ પ્રમાણ વધારે છે.
 • આંખો માટે ગાજર ઉત્તમ છે.
 • ગાજરના રસને આદુ-લીંબુના રસ સાથે લઈ શકાય છે.
 • તાજા ફળો જેવાંકે મોસંબી, નારંગી, આંબળા, દ્રાક્ષ, સફરજનનાં રસ સાથે ગાજરનાં રસને ભેળવીને પણ પી શકાય છે.
 • દિવસમાં બે કે ત્રણ વખત ગાજરનો રસ પીવાથી શરીરને નુકશાનકારી નથી પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે.

ભાટિયા કોમ્યુનીટી મિશન  ફાઉન્ડેશન

3.0
ચંદ્રકાંત ગોહીલ Mar 16, 2020 12:16 PM

ગાજરના મધ્ય(પીળો)ભાગ માટે લાભ-ગેરલાભનું જ્ઞાન આપવા કૃપા કરશો. આભાર...

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top