অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આયર્નથી સભર પૌંઆ ઉત્તમ નાસ્તો છે

આયર્નથી સભર પૌંઆ ઉત્તમ નાસ્તો છે

પૌંઆ અથવા પોહા બધાને માટે સૌથી વધુ પ્રિય ખોરાકમાંનો એક છે અને માત્ર ગુજરાતીઓ જ નહીં, પરંતુ તમામ ભારતીય લોકો પૌંઆની વિવિધ વાનગીઓ નાસ્તામાં ખાય છે. રાજસ્થાનમાં પૌંઆને ભજિયાના ટોપિંગ સાથે ખાવામાં આવે છે, જ્યારે ઘણી જગ્યાએ તેમાં મગફળી, કાકડી, વટાણા વગેરે ઉમેરવામાં આવે છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં પૌંઆમાં કાંદા ને બટાટા ઉમેરવામાં આવે છે સાથે સાથે કોઈપણ ચટણી અને કોપરાની છીણ-કોથમીર-તળેલી સેવ ભભરાવીને પીરસવામાં આવે છે.

પ્રાદેશિક ધોરણે બદલાતી અને વેરાઇટી ધરાવતી આ વાનગી સ્ટ્રોંગ ફ્લેવર્સ ધરાવે છે. પૌંઆનો નિયમિત વપરાશ, (મોટેભાગે સામાન્ય રીતે કાંદાપોહાના સ્વરૂપમાં ખવાય છે), આયર્નથી ભરપૂર હોવાથી એનેમિયા અને આયર્ન ડેફિસિયન્સી થતાં રોકે છે. પ્રતિ 100 ગ્રામ કાચા પૌંઆમાં 19 મિલિગ્રામ આયર્નનો સમાવેશ થાય છે. આપણા શરીરને હીમોગ્લોબિન બનાવવા માટે શરીરના સેલ્સમાં ઓક્સિજન લઈ જનાર અને ઇમ્યુનિટી બૂસ્ટ કરનાર આયર્ન જરૂરી છે. કાંદાપોહા પર લીંબુનો રસ ઉમેરો જે આયર્નના એબ્સોર્પ્શનમાં સુધારો કરે છે.

કાંદાપોહા સંપૂર્ણ ભોજન છે, કારણ કે એમાં વિવિધ શાકભાજીઓ ઉમેરી શકાય છે જેથી વિટામિન્સ, ખનિજો અને ફાઇબરથી સમૃદ્ધ વાનગી બને છે. પૌંઆમાં કાર્બોહાઇડ્રેટસ કરતાં ઓછું પ્રોટીન હોય છે. સોયા ચંક્સ, પીનટ્સ અને સ્પ્રાઉટ્સ ઉમેરીને અત્યંત ન્યુટ્રીટીવ અને પ્રોટીનથી ભરપૂર કાંદાપોહા તૈયાર કરો.

પૌંઆમાં તંદુરસ્તીને લગતા બીજા પણ અત્યંત ફાયદા રહેલા છે.

  1. ચોખામાંથી બનતા પૌંઆ નાસ્તા માટે પરફેક્ટ મીલ છે. કેમ કે 100 ગ્રામ પોહામાં 110 કેલરી, 23% ફેટ, 68% કાર્બ અને 8% પ્રોટીન છે..
  2. પૌંઆ લેક્ટોઝ અને ગ્લુટન-ફ્રી છે. તેથી, દૂધ અને ઘઉંની વાનગીની એલર્જી ધરાવતા લોકો દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે..
  3. આયર્ન, વિટામિન બી, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનનો સારો સ્રોત એવા પૌંઆમાં બીજી વિવિધ સામગ્રી ઉમેરીને ન્યુટ્રિઅન્ટ વેલ્યૂઝમાં વધુ વધારો કરી શકાય છે.
  4. પૌંઆમાં શાકભાજી ઉમેરીને કાર્બ્ઝ અને વટાણામાંથી થોડું પ્રોટીન અને પુષ્કળ ખનિજો અને વિટામિન્સ મળી શકે છે..
  5. પૌંઆમાં એનર્જીનો ખૂબ જ સારો પૂરવઠો હોય છે, તેથી મુખ્યત્વે તે નાસ્તામાં ખવાય છે.
  6. એક ગ્લાસ લસ્સી અથવા નાળિયેર પાણી પૌંઆ સાથે લેવાથી વધુ કેલ્શિયમ, પોટેશિયમ અને પ્રોટીન મળે છે જે તમને સંપૂર્ણપણે ફોર્ટિફાઇડ રાખે છે.
  7. પૌંઆ સ્વાદિષ્ટ અને ડાયજેસ્ટ કરવા માટે સરળ છે, એટલે જેની પાચનશક્તિ થોડી નબળી છે તેને માટે તે એક સંપૂર્ણ ભોજન છે..
  8. જ્યારે કોઈનું પેટ ખરાબ હોય, તાવ આવ્યો હોય તો એક બાઉલમાં ઠંડું પાણી લઈ પૌંઆ ભીંજવવા, એમાં સહેજ મીઠું, લીંબુનો રસ અને ચપટી મરી નાંખવા. થઈ ગયો ને સીધો સાદો ઘરેલુ ઉપાય!.
  9. પૌંઆ બનાવવા માટે વપરાય છે તે ચોખા વિટામિન B1 પણ પૂરું પાડે છે અને તેથી બ્લડસુગરને સ્થિર કરવામાં મદદ કરે છે..

પૌંઆમાંથી સંખ્યાબંધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. તો ચાલો, પૌંઆ કટલેટ બનાવીએ જે વધુ પ્રોટીનસમૃદ્ધ સ્રોત છે.

પૌંઆ કટલેટ

સામગ્રીઃ .

1 કપ પૌંઆ .

1 ટેબલસ્પૂન સમારેલા કાંદા.

½ કપ કિનવા (quinoa).

1 ટેબલસ્પૂન રોસ્ટેડ ઓટ્સ 100 ગ્રામ લૉ-ફેટ પનીર .

1 ટીસ્પૂન તેલ .

મીઠું સ્વાદ મુજબ .

ઓરેગાનો સ્વાદ મુજબ .

ચીલી ફ્લેક્સ સ્વાદ મુજબ.

રીત:

પાંચેક મિનિટ માટે પૌંઆ પલાળવા. પેનમાં તેલ ગરમ કરો અને સમારેલા કાંદા ઉમેરી સાંતળી લો.

1 કલાક માટે કિનવા પલાળો અને દોઢ કપ પાણી સાથે ચઢવા મૂકી દો. થઈ ગયા પછી વધારાનું પાણી કાઢી લેવું.

પૌંઆ, ઓટ, પનીર, સૉતે કરેલ કાંદા અને બાકીની બધી વસ્તુઓ ભેગી કરો. નાના વડાં બનાવો. વડાંને શેલો ફ્રાય કરી કોથમીરની ચટણી સાથે પીરસો.

સ્ત્રોત: નવગુજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/18/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate