વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અમુલ્ય અખરોટ

અમુલ્ય અખરોટ

અખરોટનાં સૂકાં ફળ કદમાં લીંબુ જેવડાં મોટાં હોય છે. તેની ઉપરનું કોચલું લાકડા જેવું એકદમ સખ્તસ હોય છે. જે બે ભાગમાં વહેચાતા સળંગ સાંધાવાળું હોય છે. ઉપરનું કોચલું તોડતા અંદરથી કથ્થાહઈ જેવા રંગનો મગજ જેવા અનિયમિત આકારનો મીઠો ગર્ભ (માવો) નીકળે છે. આ મગજની ઉપર પાતળી ફોતરી જેવું પડ હોય છે. એ દૂર કરતાં અંદર સફેદ-પીળા રંગનો મીઠો- રુચિકર ગર્ભ હોય છે. તેનો આ મગજ સૂકામેવા તરીકે ખવાય છે.
અખરોટનો મગજ (ગર્ભ) ખાડા – ટેકરાવાળો અને અનિયમિત હોય છે.

ગુણધર્મઃ

અખરોટનો મગજ (ગર્ભ, મીંજ) સ્વાબદે મધુર, જરાક ખાટો, સ્નિગ્ધત, શીતળ, ઉષ્માકપ્રદ, રુચિદાયક, ભારે, કફ તથા વીર્યવર્ધક, બળવર્ધક, વાયુ અને પિત્તદોષશામક, પ્રિય તથા ધાતુવૃધ્ધિકર છે. અખરોટ ક્ષય, હ્રદયરોગ, રક્તરોગ, રક્તવાત અને દાહનાશક છે. તે આમવાત અને વાતરોગોમાં પણ પથ્યઅ છે. અખરોટના બાકી ગુણો બદામ જેવા સમજવા.

ઔષધ પ્રયોગો

અડદિયો વા (ચહેરાનો લકવા): અખરોટના તેલનું રોજ ચહેરા પર માલીસ કરવું.

વાયુની પીડાઃ અખરોટના મગજને વાટી, પાણી નાખી ગરમ કરી, દુખાવા પર તેનો લેપ કરવો. પછી એક ઈંટ ગરમ કરી, તેની પર થોડું પાણી છાંટી, કપડાંમાં લપેટી, તે ઈંટ વડે દુખાવાની જગ્‍યાએ લેપ કરવાથી શીઘ્ર પીડા મટશે.

ગાંઠિયો વા (સંધિવા): રોજ અખરોટનું સેવન કરવાથી રકતશુધ્ધિ થઈ દર્દ મટે છે.

સોજાઃ અખરોટનું તેલ ૧૦ થી ૩૦ ગ્રામ જેટલું દરરોજ ગોમૂત્ર સાજે પીવાથી વાતદોષજન્‍ય આખા શરીરના સોજા મટે છે. તેલ ન મળે તો અખરોટના મગજના પાવડરને કાંજી સાથે વાટી ગરમ કરી સોજા પર લેપ કરવો.

ધાવણ વધારવાઃ અખરોટનો પાવડર કરી, ઘઉંના રવામાં ભેળવી, તેને ઘીમાં શેકી, દૂધ અને ખાંડ નાખી શીરો બનાવી રોજ ખાવાથી માતાને ધાવણ વધે અથવા અખરોટનાં પાન ચૂર્ણ અને ઘઉંના રવાની ઘીમાં પુરી બનાવી ખાવી.

મગજની નબળાઈઃ અખરોટના મગજનું દરરોજ નિયમિતપણે સેવન કરવાથી ચક્કર, અંધારાં, સ્‍નાયુની નબળાઈ સાથે મગજની નબળાઈ પણ દૂર થાય છે.

માસિક સાફ લાવવાઃ અખરોટનાં છોડાનો પાણીમાં ઉકાળો બનાવી તેમાં જૂનો ગોળ મેળવીને પીવાથી બહેનોને ચડી ગયેલું માસિક શરૂ થાય છે.

કોલેરાઃ ઝાડા-ઊલટીમાં દર્દીને અખરોટના તેલનું માલીસ કરવું.

વૃધ્દ્રોની શકિત વધારવાઃ અખરોટનાં મીંજ ૧૦ ગ્રામને સમભાગ દ્રાક્ષ સાથે નિત્‍ય ખાવાથી વૃધ્ધોના શરીરમાં શકિત વધે છે.

અખરોટનું તેલઃ અખરોટના તેલમાં એરંડિયા જેવા જ ગુણો હોય છે. આ તેલ ખાવાથી કૃમિ (ટેપ વર્મ) મટે છે, ઝાડો સાફ આવે છે અને વિકૃત પિત્ત નાશ પામે છે. અખરોટનું તેલ સ્‍વાદે મધુર અને પિત્ત પ્રકૃતિવાળાને ભારે પડે છે. પણ તે કફ અને આફરો દૂર કરે છે અને વાળને પુષ્ટિ આપે છે. દૃષ્ટિદોષ (ચશ્‍માં) દૂર કરવા અખરોટનું તેલ આંખો પર રોજ બહારથી માલીસ કરવું અને આ તેલ રોજ ખાવું. આ તેલની પીવાની માત્રા મોટી વ્‍યકિત માટે ૨૦ થી ૪૦ ગ્રામ સુધીની છે.

દંતમંજનઃ અખરોટનાં ઉપરનાં છોડાં (કાચલાં) ને બાળી તેના કોલસાનું ચૂર્ણ ૧૦૦ ગ્રામ, કાંટાળા માયુ ૧૦ ગ્રામ, જેઠીમધ ચૂર્ણ ૫૦ ગ્રામ, કાચી ફટકડી ૫ ગ્રામ, વાવડિંગ ૧૫ ગ્રામ – આ બધાનું બારીક ચૂર્ણ બનાવી લો. પછી તેમાં ૫ ગ્રામ બરાસ કપૂર થોડા પાવડરમાં વાટીને ભેળવી લો. આ મંજન મજબૂત ઢાંકણવાળી શીશીમાં ભરી લો. નિત્‍ય આ દંતમંજન દાંતે ઘસવાથી દાંત ઊજળા દૂધ જેવા થાય છે. દાંત-દાઢનો સડો કે તેની પીડા મટે છે. ખૌતમાંથી લોહી આવતું હોય તોપણ લાભ થાય છે. સસ્‍તું છતાં ઉત્તમ દંતમંજન હોઈ, કોઈપણ વ્‍યકિત તે ઘેર બનાવી તેના લાભ ઉઠાવી શકે છે.

સ્ત્રોત : ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન

2.8064516129
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top