વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અપનાવો આ મોટિવેશનલ ફૂડ

મોટિવેશનલ ફૂડ વિશેની માહિતી

આપણું ધ્યેય હાંસલ કરવું એ ક્યારેય સરળ કાર્ય હોતું નથી. એને માટે જોઈએ સખત મહેનત અને આપણી જાતને સતત મોટિવેશનની જરૂર પડે છે. જો તમે જંક ફૂડ ખાઓ છો, તો તમને બિનજરૂરી વિચારો વધારે આવશે. હકીકત એ છે કે મોટિવેટેડ થવું સરળ છે. પણ એવું રહેવું એ, શ્રેષ્ઠ સંજોગોમાં પણ બહુ અઘરું છે. આ કારણસર મેં કેટલાક આહારોનું લિસ્ટ બનાવ્યું છે જે ફોકસ, મેમરી અને રિએક્શન ટાઇમમાં વધારો કરે છે, ઉપરાંત સ્ટ્રેસને કંટ્રોલ કરે છે, ડિપ્રેશન અને એન્ઝાઇટી સામે લડે છે. તંદુરસ્ત મગજ ઝડપથી કામ કરી શકે છે, ડિસ્ટ્રેક્શનને એલિમિનેટ કરે છે અને જીતે છે. અને આ બધું થાય છે ખોરાકથી. એટલે હવે પછી કરિયાણું લાવો ત્યારે આ ખોરાક પર ભાર મૂકો અને જ્યારે જંકફૂડ ખાવાની ઇચ્છા થાય તો જંકફૂડના બદલે નીચે જણાવ્યા પૈકીની કોઈ વસ્તુ ખાવી.

હોલગ્રેઇન ઘઉં અને એની બનાવટો : ઘણા કાર્બોહાઇડ્રેટ ફૂડ્સને કમ્ફર્ટ ફૂડ તરીકે માની લેવાયા છે. પણ તમે જાણો છો કે આ જૂની પસંદીદા ચીજોનાં હોલગ્રેઇન વર્ઝન્સમાં પણ સારું એવું કાર્બોહાઇડ્રેટ રહેલ છે જે સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ કરતાં સેરોટોનિન (ફિલગુડ બ્રેઇન કેમિકલ)માં વધારો કરે છે! હોલ ગ્રેઇન પાસ્તા, હોલગ્રેઇન બ્રેડ, ઓટ મીલ, બ્રાઉન રાઇસ અથવા કમ્ફર્ટનો એક ડોઝ જોઈએ તો પોપકૉર્ન એ સારી ચોઈસ છે.

ચાઃ આ હૂંફાળું પીણું ફ્રેઝલ્ડ નર્વને ખાસ કરીને સુધ કરવા મદદ કરે છે. વયમાં વૃદ્ધિ કરતા કેફિનવાળી કોફી પીવા કરતાં ઇન્ડિયન ટીને પસંદ કરવી જોઈએ. એમાં કોફી કરતાં અડધું કેફિન છે. અને લાભદાયી ફ્લેવેનોઇડ કંપાઉન્ડ્સથી ભરપૂર હોય છે. ક્રીમ અને સુગર સ્કિપ કરવાં જેથી કેલરી-ફ્રી કપ મળે. .

ડાર્ક ગ્રીન વેજીટેબલ્સઃ મમ્મી શા માટે બ્રોકોલી અને બીજી લીલી લીફી ભાજીઓ ખાવા માટે કહે છે તેનું એક કારણ છે, એમાં વિટામીન Bના હાઈ લેવલ્સ છે જે સ્ટ્રેસ-રિલિવિંગ વિટામિન્સનું ગૃપ છે જેનાથી પણ એન્ઝાયટી અને ડિપ્રેશન ઓછાં થાય છે.

નટ્સ અને સીડ્સઃ નટ્સ જેમ કે અખરોટ, બદામ અને સીડ્સ જેવાં કે ફ્લેક્સ સીડ્સ, સૂરજમુખીનાં બી, પંપકિનનાં બી વગેરેમાં વિટામીન Bના હાઈ લેવલ્સ અને મેગ્નેશિયમ, હેલ્ધી ફેટ્સ અન્ય મીનરલ્સ આવેલ છે જે સેરોટોનિનના ઉત્પાદનમાં સામેલ છે જેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે, ડિપ્રેશન કે અનિદ્રા લાવનાર હોર્મોનને ઘટાડે છે. આમાંના ઘણી ટેસ્ટી સ્નેક્સ વધુ પડતા લેવાય તો તમારા ડાયેટમાં કેલરીઝ વધી જાય છે.

ખાટાં ફળો અને બેરીઝઃ સંતરાં, દ્રાક્ષ, કિવીઝ અને સ્ટ્રોબેરીઝ એ સ્ટ્રેસ દૂર કરનાર વિટામીન C નો એક્સલન્ટ સૉર્સ છે. ઉપરાંત ખાટાં ફળોમાંથી મળતું વિટામીન C કોલેજન કે જે તમારી સ્કિનને ફર્મ રાખવમાં મદદ કરે છે, કરચલી નથી પડવા દેતું.

પાણીઃ શરીરમાં 70%પાણી છે. એટલે એ બહુ જ અગત્યનું છે કે શરીરને યોગ્ય રીતે હાઇડ્રેટ રાખવું. જો સપ્લાય ઓછો હોય તો શરીર સારી રીતે કામ નથી કરી શકતું. ડિહાઇડ્રેશનનો માઇલ્ડ કેસ પણ કોગ્નિશન બગાડી મૂકે છે. જો તમે પૂરતું પાણી ન પીવો તો શરીરને શું થાય ?ચીડિયા, લેથાર્જિક, ડિસ્ટ્રેક્ટ થવાય. ફીટ રહેવા આપણે રોજ 2-3 લીટર પાણી પીવું જોઈએ.

ચોકલેટ્સઃ કોકો બીન, જે ચોકલેટમાં વપરાય છે તેમાં ફ્લેવેનોલ્સ કંપાઉંડ આવેલા હોય છે. સાયન્ટિસ્ટ્સના રિસર્ચ મુજબ ફ્લેવેનોલ્સ એ બ્લડ વેસલ્સને રિલેક્સ કરનાર નાઇટ્રિક ઓક્સાઇડના ઉત્પાદનને સ્ટિમ્યુલેટ કરે છે. એટલે વધારે કોકોવાળી ચોકલેટનો ઉપયોગ બ્લડપ્રેશર ઓછું કરે છે અને શાંતિનો અનુભવ કરાવે છે.

આવાકાડોઝઃ આ ક્રીમી ફળ શરીરને સ્ટ્રેસપ્રૂફ કરે છે. એમાં ગ્લુટાથિઓન ભરપૂર પ્રમાણમાં હોય છે (ઓક્સિડેટિવ ડેમેજ કરનાર કેટલીક ફેટ્સનું આંતરડાંમાં થતું શોષણ રોકે છે) આવાકાડોઝમાં વિટામીન E અને B, A ભરપૂર હોય છે. યાદ રાખો કે કોઈ હેલ્ધી ફેટ્સ જો વધુ પડતી ક્વોન્ટિટીમાં લેવાય તો કેલરીઝ હોય છે જ.

ગ્રીન ટીઃ ગ્રીન ટીમાં એલ-થિઆનાઇન એમિનો એસિડ આવેલ છે. એની યુનિક એબિલિટી એ છે કે એટેન્શન વધારે છે સાથે સાથે શરીરને ડ્રાઉઝી ફિલ થયા વગર શાંત રાખે છે. એ મૂડ, ફોકસ અને એલર્ટનેસ બૂસ્ટ કરનાર કેફિન તરીકે કામ કરે છે. એટલે દિવસના બે કપ લેવા. ગ્રીન ટી તમને પોઝિટિવ આઉટલુક જાળવવા, મેમરી વધારવા મદદ કરે છે અને થાક સામે લડે છે તથા ફોકસ બૂસ્ટ કરે છે.

કર્ડ (દહીં) દહીંમાં ટાયરોસિન આવેલ છે. આ એમિનો એસિડ ડોપામિન અને નોરએડ્રિનલીન- એ ન્યુરોટ્રાન્સમીટર જે મૂડ સ્વિંગ્ઝને મોબીલાઇઝ કરે છે અને મોટિવેશન ફેક્ટર હાઇ રાખનાર તત્ત્વ છે તેને બનાવે છે. .

ડાયેટમાં થોડાક ફેરફારો કરો અને નોંધ લેવા માંડો કે કેટલાક ફૂડ્સ મેન્ટલ ક્લેરિટીમાં સુધારો કરે છે, મૂડ બૂસ્ટ કરે છે, વધારે એનર્જી આપે છે અને જંકફૂડની ઝંખના ઓછી કરે છે. ડાયેટમાં આ સિમ્પલ ફેરફારોથી શરીર તમારી ખરાબ સ્થિતિમાં તમારી કેર કરે છે. .

કેટલાક ફૂડ્સ મૂડ બૂસ્ટ કરે છે, વધારે એનર્જી આપે છે અને જંકફૂડની ઝંખના ઓછી કરે છે.

સ્ત્રોત: Stay Healthy ,સોનલ શાહ (ફેમિના, નવગુજરાત સમય )

3.07692307692
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top