অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આરોગ્ય માટે નવા વર્ષનો સંકલ્પ

આરોગ્ય માટે નવા વર્ષનો સંકલ્પ

નવા વર્ષનો સંકલ્પ આપણી જાત માટે એક મોટું કમિટમેન્ટ છે, પરંતુ તે હાંસલ કરવા અથવા જાળવી રાખવા માટે ખૂબ જ મુશ્કેલ છે. જાન્યુઆરીના પ્રથમ દિવસે આપણે હંમેશા બેટરમેન્ટ માટે જાતને વચન આપીએ છીએ, પરંતુ બહુ જ ઓછા ટકા લોકો તેમના રિઝોલ્યૂશનને વળગી રહેવા સક્ષમ છે. જ્યારે કેટલાક અડધે રસ્તે પહોંચીને નિષ્ફળ જાય છે, ત્યારે અન્ય કેટલાક લોકો તેને સંપૂર્ણપણે હાંસલ કરી શકે છે.
નવું વર્ષ એ આગામી 12 મહિનાનું મૂલ્યાંકન કરવા, અને આગામી વર્ષોમાં કઈ ટેવો આપણે પાડવી જોઈએ અને શું આપણે પાછળ છોડવું છે તે નક્કી કરવા માટેનો યોગ્ય સમય છે. જ્યારે એક રીઝોલ્યુશન તરીકે તંદુરસ્ત જીવનશૈલી પસંદ કરવાનું આવે છે, ત્યારે ઘણા નિષ્ફળ જાય છે; એનું સરળ કારણ એ છે કે હાંસલ ન થઈ શકે તેવા ગોલ નક્કી કરી નાખીએ છીએ અને પછી કમિટમેન્ટનો અભાવ રહે છે.
‘કમિટમેન્ટ' અહીં ચાવીરૂપ શબ્દ છે. રોજ એક નવો દિવસ ઊગે છે જ્યાં આપણે એક નવું રીઝોલ્યુશન બનાવી શકીએ છીએ અને ફરીથી શરૂઆત કરી શકીએ છીએ. તેથી, ચાલો ઘણા નવા તંદુરસ્ત રીઝોલ્યુશન(સંકલ્પો) સાથે 2018 નું સ્વાગત કરીએ જે વધુ તંદુરસ્ત શરીર અને મન તરફ દોરી જાય:
  1. તમારા દિવસની શરૂઆત ગરમ અથવા સામાન્ય પાણીથી કરો. તંદુરસ્ત રહેવા માટે યોગ્ય પ્રમાણમાં પાણી પીવું એ હેલ્ધી રહેવાનું મુખ્ય તત્ત્વ છે. જો તમે વધુ પાણી પીતા હોવ તો સારું જેથી તમે ખાંડવાળા પીણા ઓછા પીશો, જે સારી વાત છે. .
  2. વજન ઘટાડવાનું ધ્યેય બહુ ઊંચું ન રાખવું. એક વાસ્તવિક ધ્યેય રાખો જે સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે..
  3. અઠવાડિયામાં પાંચ દિવસ એક કલાક માટે કોઈ પણ એક કસરત કરવાનું શરૂ કરો..
  4. તમારું વજન ઓછું કરો અને તમારા BMI સુધી પહોંચો.
  5. આપણે એ હકીકત સ્વીકારવાની જરૂર છે કે આપણે એક જ જીવનશૈલીને ખૂબ જ લાંબા સમય સુધી ફોલો કર્યે રાખી. તેથી, તેને બદલવી એ ખૂબ જ પડકારરૂપ છે. અને યાદ રાખો કે, ક્યારેક ક્યારેક સ્લિપ અપ ઠીક છે. માત્ર ટ્રેક પર પાછા આવવાનું યાદ રાખો અને તમે જે પણ કરો છો તેમાં તમારી જાતમાં ધીરજ અને વિશ્વાસ રાખો.
  6. તમારા ફ્રિઝરને મોસમી શાકભાજી અને ફળથી ભરી દો. તમારા રોજિંદા ભોજનમાં એ લેવાનો પ્રયાસ કરો..
  7. એક દિવસ ચાટનો રાખો જેથી તમે બધા બિનઆરોગ્યપ્રદ ખોરાકથી વંચિત ન થાઓ. પરંતુ તમે કેટલીવાર ખાવ છો અને કેટલા પ્રમાણમાં ખાવ છો તેનું ધ્યાન રાખજો..
  8. તમારા હેલ્ધી ભોજનમાં વધુ પ્રમાણમાં ફાઇબર ઉમેરવાનો પ્રયાસ કરો. આનાથી હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદ મળશે. અનાજ ફાઇબરથી ભરપૂર હોય છે, જેથી સહેલાઈથી પાચન થાય છે અને જ્યારે તમે ખાવ ત્યારે પેટ ધરાયેલું લાગે છે –બંને વેઇટ મેનેજમેન્ટનાં મુખ્ય પરિબળો છે..
  9. બીસ્કીટ, કેક જેવા પ્રોસેસ્ડ ફૂડ ઓછા કરી નાખો. .
  10. મિત્રો અને પરિવાર સાથે બહાર જાઓ અને કોફી/ચા/ ગ્રીન ટી પીઓ. સામાજિકકરણ પણ મોટિવેશન ફેક્ટરને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.
  11. આપણે બધા જાણીએ છીએ કે રાતનો આરામ સારી રીતે થાય તો એ મૂડ અને દેખાવમાં જાદુ કરી શકે છે. પરંતુ હેલ્ધી વેલબીઇઁગ માટે ઊંઘ વધુ ફાયદાકારક છે. ઊંઘનો અભાવ ઓબેસિટી અને ડાયાબિટીસ ટાઇપ ટુના વધુ જોખમ સાથે સંકળાયેલો છે. પૂરતી ઊંઘ યાદદાસ્તમાં વધારો કરવામાં મદદ કરે છે. તેથી ઝોકું ખાઈ લેવું અને ગિલ્ટી ફીલ કરશો નહીં..
  12. વર્ષે એકવાર તમારી દિનચર્યામાંથી વિરામ લેવો અને કુટુંબ અને મિત્રો સાથે મુસાફરી કરો. તે તમને રિજુવેનેટ અને રિપ્લેનિશ કરે છે.
  13. તમારા સપ્લિમેન્ટ્સ અને દવાઓનું ધ્યાન રાખવું, જો પ્રિસ્ક્રાઇબ કરેલ હોય તો નિયમિત રીતે લેવી. .

મેં કહ્યું તે કરતાં ઘણી બાબતો વધુ હોઈ શકે છે. તેની યાદી બનાવો અને 2018 માટે તમારા પોતાના રિઝોલ્યુશન બનાવો. ચાલો, આપણે બધા નવાં વર્ષની શરૂઆત હેલ્ધી અને વેલ્ધી બનીને કરીએ..

લેખક : સોનલ શાહ , નવગુજરાત સમય, ફેમિના

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate