অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લોહીનુ દબાણ

લોહીનુ દબાણ

લોહીનુ દબાણ લોહીનુ દબાણ એ છે જે રક્તવાહિનીની દીવાર ઉપર લોહીને ક્રિયાશીલ કરે છે. લોહીના દબાણની માત્રા હૃદયની તાકાત ઉપર અને તેની સંકોચાઇ જવા ઉપર આધારીત છે, લોહીનો ધોધ તેની પરિભ્રમણની પધ્ધતી ઉપર અને તેની રક્તવાહિનીની લવચીકતા ઉપર આધારીત છે. બે માપ લેવામાં આવે છે, સૌથી ઉંચુ અને સૌથી નીચા દબાણની યોગ્યતા ઉપર જે આપણા હૃદયના બે મુખ્ય મુકામ ઉપર છે, જે હૃદયની શોષી લેવાની ક્રિયા છે.

એક તંદુરસ્ત (નિયમિત) લોહીના દબાણની નોંધમાં ઉમર પ્રમાણે, પ્રવૃત્તી, સપાટીથી ઉંચાઈ અને માણસથી માણસ પ્રમાણે બદલાય છે. આ અભ્યાસો ધ્યાનમાં લઈ જે યોગ્યતા ૧૦૦/૬૦ અને ૧૪૦/૯૦ની વચ્ચે રહે છે તેઓ સાધારણપણે સામાન્ય ગણાય છે. ફક્ત એક લોહીના દબાણની નોંધ જે બહુ ઉંચી ન હોય અથવા બહુ નીચી ન હોય તો તે અસામાન્ય ગણાતી નથી. એક સરેરાશ ઘણીબધી વારની નોંધ જુદાજુદા દિવસે લીધેલ સામાન્ય રીતે વપરાય છે. લોહીનુ અતિ ઊંચુ દબાણ અથવા લોહીનુ ઉંચુ દબાણ એ માણસની પરિસ્થિતી છે, જેમાં નિરંતર લોહીનુ દબાણ સામાન્ય કરતા વધારે રહે છે. તે છતા માણસ, માણસથી લોહીનુ દબાણ બદલાય છે અને સમય, સમયથી પણ. ૧૪૦/૯૦ અથવા વધારે એ અસામાન્ય ગણાય છે જ્યારે તેની નોંધ લેવાય જ્યારે માણસ આરામ કરતો હોય. લોહીનુ દબાણ સામાન્યપણે લગભગ ૧૨૦/૮૦ હોય છે.

લોહીના ઉંચા દબાણને Hypertension પણ કહેવાય છે, જે એક ગંભીર શારિરીક વિકાર ગણાય છે, જે ઉપચાર માગે છે. ઉપચાર ન કર્યો હોય તો, લોહીનુ દબાણ ઉંચુ થાય છે, અને તે કદાચ હદયને, લોહીની નળીઓને અને કિડનીને નુકશાન પહોચાડે છે. બીજા ગંભીર શારિરીક વિકારો જે લોહીના દબાણને વધારે છે અને સાધારણ કરતા વધારે ઉપર જાય છે, જે હૃદયને નિષ્ફળ બનાવે છે અને માથાને ઈજા પહોચાડે છે.

લોહીનુ અલ્પદબાણ અથવા લોહીનુ નીચુ દબાણ એ પરિસ્થિતી છે, જેમાં લોહીનુ દબાણ ઓછુ અથવા સાધારણ કરતા નીચે જાય છે. લોહીનુ અલ્પ દબાણ ઘણા દર્દીઓમાં એક શારિરીક વિકાર ગણાય છે જેના લક્ષણો - ઉદાસીનતા, થકાવટ અને નબળાઇ બતાવે છે.

લોહીના દબાણનુ માપ

લોહીનુ દબાણ એક સાધાન જેને sphygmomanometer કહેવાય છે, સાધારણ રીતે તેનાથી લેવાય છે. આ દબાણને માપવા માટે એક હવાથી ભરેલો ફુગ્ગો અથવા એક પહોળો બંધ દર્દીના હાથના ઉપરના ભાગ ઉપર મુકાય છે, stethoscope જે રક્તવાહિનીના સ્નાયુઓનો સમુહ ભાગ છે, ત્યાં બંધાય છે. નાડીના ધબકારામાં થતો બદલાવ સાંભળીને એક માણસને ખબર પડે છે કે તેણે લોહીનુ કેટલુ દબાણ ભરવુ જોઇએ, લોહીને હાથની રક્તવાહિનીમાં જતુ રોકવા માટે. સ્નાયુઓમાંથી ધીમેધીમે ભરાયેલી હવા ઓછી થાય છે, જ્યાં સુધી લોહી ફરીથી સ્ત્રાવ ચાલુ થાય. આ સ્થાને sphygmomanometer નોંધે છે, જેને હદયના સંકુચનના લોહીનુ દબાણ કહેવાય છે. વધારે પડતી હવા સ્નાયુના સમુહમાંથી કાઢી નાખવામાં આવે છે, જ્યાં સુધી તેનો અવાજ રુંધાય જાય છે. પછી આ સાધન Diastolic દબાણ બતાવે છે. હદયના સંકુચનને લગતુ દબાણ હદયના સ્નાયુને સંકોચાવા સરખુ કરે છે અને Diastolic દબાણ હદયને આરામ આપવા માટે સરખુ લાવે છે. આ બંને દબાણો નીચે પ્રમાણે જણાવેલ છે.

લોહીનુ અતિ ઉંચુ દબાણ

લોહીનુ દબાણ ખરી રીતે લોહીની રક્તવાહિનીની દિવાલો પરથી નીકળી જાય છે. એક દબાણના પ્રકાર એ છે, જે દબાણને કદયની ફેલાતી પદ્ધતીમાંથી ખેચી લ્યે છે અને બીજી રક્તવાહિનીની પ્રતિકારક શક્તિને આપે છે. સાધારણ સ્થિતીમાં રક્તવાહિનીઓ બહુ જ લવચીક હોય છે અને જે પરિસ્થિતી પ્રમાણે વધે છે અથવા ઘટે છે. લોહીનુ દબાણ દરેક મિનિટે બદલાય છે. તે જ્યારે વધે છે ત્યારે હદયમાં વધારે લોહી આવે છે અને ઓછુ આવે છે ત્યારે હૃદય આરામ કરે છે. તે આપણી અંગસ્થિતી, કસરત કરતી વખતની સ્થિતી અથવા જ્યારે માણસ સુવે છે. પણ તે સામાન્ય રીતે પુક્ત વય માટે ૧૪૦/૯૦ mm Hg હોય છે. લોહીનુ દબાણ જે નિયમિત રીતે આ સ્તર કરતા વધારે રહે છે, જે ઉંચુ કહેવાય છે. તમારો વેદ્ય ઘણી બધી નોંધો સમયના ગાળા પ્રમાણે કરશે, તે ચુકાદો આપતા પહેલા કે તમારૂ લોહીનુ દબાણ ઉચી સ્તરમાં છે કે નહી.

લોહીના દબાણના આંકડા બતાવે છે

  • ઉંચુ (systolic - હૃદયને સંકુચન કરતી વખતે)ની સંખ્યા એ બતાવે છે, જ્યારે હૃદય ધબકતુ હોય. . નીચલી (diastolic) ની સંખ્યા એ બતાવે છે જ્યારે હૃદય વચ્ચે ધબકારા મારતી વખતે આરામ કરે છે.
  • હૃદયને સંકુચન કરતુ દબાણ હંમેશા પહેલુ હોય છે અને Diastolic દબાણ બીજુ હોય છે. દા.ત. ૧૨૨/૭૬ (૧૨૨ ઉપર ૭૬) systolic = 122mm of Hg, diastolic = 76mm of Hg.
  • પુખ્ત વય માટે લોહીનુ દબાણ ૧૪૦ કરતા ઓછુ અને ૯૦ કરતા વધારે સામાન્ય ગણાય છે. એક systolic દબાણ ૧૩૦ થી ૧૩૯ અથવા અથવા diastolic દબાણ ૮૫ થી ૮૯ કાળજી લઈને ધ્યાનમાં લેવુ જોઇએ.
  • લોહીના દબાણની નોંધ ૧૪૦ (systolic) જેટલી હોય અથવા વધારે હોય અને ૯૦ (diastolic) કરતા વધારે હોય તો તે ઉંચી મનાય છે.

ઉંચુ લોહીનુ દબાણ (High Blood Pressure)

શ્રેષ્ઠ અથવા આદર્શ લોહીનુ દબાણ જે ૧૨૦/૮૦ કરતા ઓછુ છે તે ગણાય છે. સાધારણ લોહીનુ દબાણ ૧૩૦/૮૫ mm of Hg ગણાય છે. ઉંચુ સાધારણ ૧૩૦-૧૩૯/૮૫-૮૯mm of Hg ગણાય છે.

ઉંચુ લોહીનુ દબાણ અથવા લોહીનુ અતિ ઉંચુ દબાણ ત્રણ તબક્કામાં વહેચાયેલ છે.

  • તબક્કો ૧ - ૧૪૦-૧૫૯/૯૦-૯૯ mm of Hg.
  • તબક્કો ૨ - ૧૬૦-૧૭૯/૧૦૦-૧૦૯ mm of Hg.
  • તબક્કો ૩ - વધારે અથવા સમાન ૧૮૦/૧૧૦ mm of Hg.

લોહીનુ અતિ ઉંચા દબાણ બાબત વિશેષ

કારણો

ઘણા દાખલાઓમાં પ્રેરક ભાગ જાણીતો નથી અને તે પહેલાનુ અથવા જરૂરીયાતવાળુ લોહીનુ અતિ ઉંચુ દબાણ છે. જ્યારે આ અતિ ઉંચા દબાણનુ કારણ સ્થાપિત થયુ, ત્યારે તે બીજી પંક્તિનુ લોહીનુ અતિ ઉંચુ દબાણ તરીકે ઓળખાયુ.

લોહીના અતિ ઉંચા દબાણના, જે જુદાજુદા બહુવિધ જોખમના કારણો છે, જેવા કે

  • કુટુંબનો આ રોગનો ઇતિહાસ.
  • સ્થુળપણુ.
  • દબાણ
  • તંબાકુનુ ધ્રુમપાન
  • પુષ્ટ અને ઉંચી પ્રકારનો sodium નો આહાર
  • બહુ જ નબળા મનના અને બહુ ભાવનાશીલ લોકો
  • કિડનીનુ નિશ્ફળ થવુ એ એક લોહીના અતિ ઉંચા દબાણનુ કારણ અને અસર છે
  • રોગો જેવા કે કિડનીની રક્તવાહિનીનુ નિષ્ફળ થવુ, શરીરના પોષક દ્રવ્યની ચયાપચયની ક્રિયાની ગેરવ્યવસ્થા, મધ્યસ્થ સ્નાયુના પધ્ધતીની ગેરવ્યવસ્થા, અંત:સ્ત્રાવીની ગેરવ્યવસ્થા
  • મોઢેથી લેવાતી ગર્ભનિરોધક ગોળીઓ
  • Steroids
  • સગર્ભાવસ્થાની toxemia

નૈદાનિક રૂપકો

  • સાધારણપણે સવારે સખ્ત માથાનો દુ:ખાવો
  • ઉબકો આવવો અને ઉલ્ટી થવી
  • ચક્કર આવવા અને બેહોશ થવુ
  • નાકમાંથી લોહી નીકળવુ
  • સહેલી શ્રાંતિશીલતા
  • ધબકારા (હદયના ધબકારાની જાગૃતતા)

ગુંચવણો

Arteriosclerosis: લોહીનુ ઉંચુ દબાણ રક્તવાહિનીને નુકશાન પહોચાડે છે અને જાડી અને કડક બનાવી નાખે છે. આપણી લોહીની નસોમાં cholesterol ને ધીરેધીરે પ્રસ્થાપિત કરે છે, જેવી રીતે ધુળ અને કાટ એક નળીમાં ભેગા થાય છે. આ આપણા શરીરમાં લોહીના પ્રવાહને રોકે છે અને તેને લીધે હૃદયનો હુમલો અથવા અક્શ્મ બનાવનાર ઓચિંતો હુમલો આવે છે

હૃદયનો હુમલો ( Heart attack): શરીરમાં લોહી ઑક્સીજનને લઈ જાય છે, જ્યારે રક્તવાહિનીઓ જે હદયમાં લોહી લાવે છે, તે ઉપર અડટર આવે છે અને તેને લીધે હૃદયને જોઇએ તેટલો ઑક્સીજન મળતો નથી. લોહીનો ઓછો પ્રવાહ છાતીમાં દુ:ખાવાને (angina) કારણભુત થાય છે. છેવટે, આ પ્રવાહ બિલ્કુલ બંધ થઈ જાય છે અને તેને લીધે હૃદયનો હુમલો આવે છે. હૃદયનુ નિષ્ફળ જવુ: લોહીનુ ઉંચુ દબાણ હૃદયને સખત રીતે કામ કરવા પ્રેરિત કરે છે. સમય જતા આ હૃદયને જાડુ અને તંગ થતા નિમિત થશે અને છેવટે હૃદય સામાન્ય રીતે કામ કરતુ નિશ્ફળ થશે, તેને લીધે ફેફસામાં પ્રવાહી ભેગુ થશે. લોહીના દબાણને નિયંત્રણમાં લાવીને આ ઘટના રોકાઇ જશે

કિડનીને નુકશાન: શરીરમાંથી બગાડને કાઢવા માટે કિડની એક ચારણીનુ કામ કરે છે. ઘણા બધા વર્ષો પછી, કિડનીની લોહીની નળીઓને ઉંચા લોહીનુ દબાણ સાકડી અને કડક કરે છે. કિડની થોડા પ્રવાહીની ચારણી કરે છે અને લોહીમાં બગાડ ભેગો કરે છે. તેઓ બંને સાથે નિષ્ફળ જાય છે. આ જ્યારે બને છે, ત્યારે વૈદ્યકીય ઉપચાર (dialysis - લોહીને શુધ્ધ કરવાની એક પ્રક્રિયા) અથવા કિડની બદલવાની જરૂર પડે છે.

ઓચિંતો હુમલો (Stroke): રક્તવાહિનીને ઉંચા લોહીનુ દબાણ ઇજા પહોચાડે છે, જેથી જલ્દીથી તે સાકડી થઈ જાય છે અને તેને લીધે મગજમાં ઓછુ લોહી પહોચે છે. જો લોહીનુ ગંઠાઇ ગયેલુ ટીપુ સાંકડી રક્તવાહિનીને રોકે છે, ત્યારે હુમલો (thrombotic હુમલો) કદાચ આવે છે. જ્યારે મગજની નબળી પડેલ નસ લોહીનુ અતિ ઉંચુ દબાણ આવે છે, ત્યારે તે તુટી જાય છે, ત્યારે (hemorrhagic હુમલો) આવે છે. બીજી ગુંચવણ ભરેલી વસ્તુઓમાં વ્યાકુળ મગજની પરિસ્થિતી સામેલ થાય છે, નેત્રપટલને લગતો hemorrhage પણ પક્ષાઘાત કારણભુત બને.

રોગનુ નિદાન

લોહીના ઉંચા દબાણનુ નિદાન કરવા માટે ડૉકટરે પુષ્ટી આપવી જોઇએ. રોગનુ નિદાન કરવા અને ઘણીવાર લોહીનુ દબાણ જાણવા માટે ઓછામાં ઓછી ત્રણ મુલાકાત લેવી જોઇએ અને તે પણ ઘણા અઠવાડીયાના અંતર પછી.
લોહીના દબાણની તપાસ દરમ્યાન માણસે ઓછામાં ઓછી પાંચ મિનિટ સુધી આરામથી બેસવુ જોઇએ. શ્રેઠ પરિણામ માટે માણસે માપ લેવાના ૩૦ મિનિટ પહેલા ધ્રુમપાન ન કરવુ અથવા કોફી ન પીવી જોઇએ. ઘરમાં લોહીના નિયમિત દબાણની નોંધ, હાથવગુ અને વિજળીથી ચાલતા યંત્રો વાપરીને લોહીના દબાણને નિયંત્રિત કરવુ જોઇએ.

કરવુ અને નહી કરવુ

  • પૌષ્ટીક ખોરાક ખાવો જેમાં મીઠુ અને ચરબી ઓછી હોય
  • વજન ઓછુ કરવુ, જો તમારૂ વજન વધારે હોય
  • જો તમારે પીવુ હોય તો દરરોજ દારૂ પીવાની મર્યાદા બે પ્યાલી કરતા વધારે નહી હોવી જોઇએ (બીયર, વાઈન અથવા દારૂ)
  • શારિરીક રીતે વધારે ક્રિયાશીલ રહો
  • ધ્રુમપાન છોડી દયો
  • જો તમારા ડૉક્ટરે અમુક દવા, તમારા ઉંચા લોહીના દબાણ માટે, લેવાનુ કહ્યુ હોય તો તમે તે નિયમિત લ્યો અને કાળજીપુર્વક સુચનાનુ પાલન કરો
  • નિયમિત તમારા લોહીના દબાણની ચકાસણી કરાવો

ઉંચા જોખમનુ જુથ

ગમે તેને ઉંચા લોહીના દબાણની બિમારી થઈ શકે છે, પણ કોઇ લોકોમાં તે બીજા કરતા વધારે પ્રમાણમાં વિકસિત થવાની શક્યતા છે. નીચે બતાવેલ કેટલાક ઉંચા જોખમના જુથો છે

  • લોકોના કુંટુંબના સભ્યો જેને ઉંચુ લોહીનુ દબાણ છે
  • સ્ત્રીઓ જે સગર્ભા છે
  • સ્ત્રીઓ જે સગર્ભા નહી થવા માટે ગોળીઓ લ્યે છે
  • લોકો જેમની ઉમર ૩૫ વર્ષ કરતા વધારે છે
  • લોકો જેમનુ વજન વધારે છે
  • લોકો જે ક્રિયાશીલ નથી અને બેઠાડુ જીવન જીવે છે
  • લોકો જે ઘણો દારૂ પીવે છે
  • લોકો જે ખુબ ચરબીવાળો ખોરાક ખાય છે અથવા ખોરાક જેમાં મીઠુ વધારે હોય છે
  • લોકો જે ધ્રુમપાન કરે છે

ઉપચાર

  • લોહીના દબાણની નિયમિત રીતે નોંધ કરી તેનુ નિયંત્રણ કરવુ જોઇએ અને નિયમિત રીતે દવા લેવા વિશે પરામર્શ કરીને તેને મહત્વ આપવુ જોઇએ.
  • ઓછા મહત્વવાળા અતિ ઉંચા દબાણ પછી અંતગ્રત રોગનો ઉપચાર
  • ઓછામાં ઓછી ૩૦ મિનિટ, અઠવાડિયામાં ચાર વાર કસરત કરવી જોઇએ
  • તમારૂ વજન વધારે હોય તો કસરત કરો
  • ધ્રુમપાનથી દુર રહો
  • તમારા ખોરાકમાં મીઠુ વાપરવા વિષે નિયંત્રણ રાખો
  • ચરબીવાળો, સારી રીતે ભીજવેલ ખોરાક તમારા આહારમાં ઓછો કરો
  • દારૂ ઓછો પીવો
  • માનસિક તાણ ઓછી કરો

લોહીનુ અલ્પ દબાણ (Hypotension)

Hypotension, અથવા લોહીનુ અલ્પ દબાણ ખરી રીતે જે ઓળખાય છે, તે એક સર્વ સામાન્ય પરિસ્થિતી છે. તે કોઇ પણ લક્ષણો જાણાવ્યા વીના ઘણા બધા લોકોમાં હોય છે અને જ્યારે લોકોને ચક્કર આવે છે અથવા પલંગ કે ખુર્શીમાંથી અચાનક ઉઠવા કોશિશ કરે છે ત્યારે તેને ખબર પડે છે. Causes(કારણો) લોહીનુ અલ્પ દબાણ (Hypotension), માનસિક આઘાત અને કોઇ રોગને લીધે થાય છે અને તેને લીધે માણસ બેભાન પણ થઈ જાય છે.

પરિસ્થિતીઓ (Conditions) લોહીના ઉંચા દબાણની જેમ (High blood pressure), થોડુક અલ્પ લોહીનુ દબાણ પણ એક ચોક્કસ માણસનુ કદાચ સામાન્ય દબાણ હોય છે, જો બીજા કોઇ લક્ષણો ન હોય અને માણસને સારૂ લાગતુ હોય તો અલ્પ લોહીનુ એક સાધારણ દબાણ હોય, જે કદાચ વધારે આયુષ્યની અપેક્ષાથી હોય પણ જેનુ સાધારણ ઉંચુ દબાણ હોય અને તેને અલ્પ દબાણ થાય તો જે તાજેતરમાં થયેલ બિમારીને લીધે હોય. આ બનાવમાં તે ફક્ત થોડા સમય માટે હોય છે અને તે આપમેળે સુધરી જાય છે.

શારિરીક વિકાર જેવા કે diabetes mellitus, tabes dorsalis and Parkinson નો રોગ લોહીના અલ્પ દબાણને લીધે થાય છે, વધારામાં શારિરીક વલણમાં બદલાવ આવે છે. આપણી મજ્જાતંતુઓની પદ્ધતીમાં સમાવેશ થાય છે, જે આપણી મજ્જાતંતુઓ જે નસોને અસર કરે છે અને જે સંકોચાતી નથી અને તેના પરિણામમાં લોહી ભેગુ કરવામાં જલદ ઇલાજ કરે છે. દર્દીઓ જેને હૃદયનો હુમલો આવ્યો છે, તેમને પણ લોહીનુ ઓછુ દબાણ હોય છે.

લોહીના અલ્પ દબાણના લક્ષણો (Symptoms of Hypotension )

નિયમિતક્રમ પ્રમાણે શારિરીક ચકાસણી વખતે ઘણીવાર તેના લક્ષણો અને પરિસ્થિતી દેખાતા નથી. અચાનક સ્થિતી બદલવાથી માણસને કોઇવાર ચક્કર આવે છે, એવો આભાસ થાય છે, જેવુ કે જલ્દીથી ઉભા થવુ તેને લીધે પણ માણસ બેભાન થઈ જાય છે. ગંભીર લોહીના અલ્પ દબાણને લીધે શારિરીક આઘાત, ફીકાશ અને ઠંડી લાગે છે.

લોહીના અલ્પ દબાણનો ઉપચાર (Treatment of Hypotension)

ઘણી વ્યક્તીઓમાં આપોઆપ સુધારો થાય છે, તે છતા ઉપચારનુ કારણ પણ માણસને સાજા થવામાં મદદ કરે છે. બની શકે તો, ઔષધીય ઉપચાર, લોહીનુ અલ્પ દબાણ હોય તો, બંધ કરવો. ઓછા મહત્વના મજ્જતંતુઓના સોજાવાળા દર્દીઓનો ઉપચાર કરવો અઘરૂ પડે છે. આહારમાં વધારે મીઠુ આપવાથી લોહીનુ પ્રમાણ કદાચ વધે, કોઇકવાર corticosteroid દવાની સાથે.

લોહીનુ અલ્પ દબાણ (Low Blood Pressure)

લોહીનુ અલ્પ દબાણ એટલે શુ?

લોહીની નસોની દીવાલોમાંથી તેને ફરતુ કરીને, જોર આપીને વાપરવામાં આવે છે, અને તે આપણી જીંદગીના સૌથી મહત્વના આવશ્યક ચિન્હો સ્થાપિત કરે છે, જેમાં આપણા હૃદયના ધબકારા, શ્વાસ લેવાનો દર અને ઉષ્ણતામાનનો સમાવેશ છે. હદયમાં લોહી ચડાવતી વખતે લોહીનુ દબાણનુ નિર્માણ થઈને રકતવાહિનીમાં જાય છે અને રક્તવાહિનીના જવાબમાં લોહીનો પ્રવાહ નિયમિત થાય છે.

એક વ્યક્તીનુ લોહીનુ દબાણ systolic/diastolic લોહીના દબાણમાં સ્પષ્ટ રીતે થાય છે, દા.ત. ૧૨૦/૮૦.આ systolic લોહીનુ દબાણ (ઉંચો આકડો) રક્તવાહિનીમાં થતા દબાણને દર્શાવે છે અને હૃદયના સ્નાયુઓ સંકોચાય છે અને લોહીને તેમાં ખેચે છે. આ diastolic લોહીનુ દબાણ (નિચેનો આકડો) જ્યારે હૃદય આરામ કરે છે, જ્યારે તે સંકોચાય છે. લોહીનુ દબાણ હંમેશા ઉંચુ હોય છે જ્યારે હદય ચડાવે છે (નીચવે), જ્યારે તે આરામ કરતુ હોય તેના કરતા.

systolic લોહીનુ દબાણ તંદુરસ્ત પુખ્ત વયના લોકોમાં ૯૦ અને ૧૨૦ millimeters of mercury (mm Hg)ની વચમાં હોય છે. સામાન્ય diastolic લોહીનુ દબાણ ૬૦ અને ૮૦ mm Hg ની વચમાં હોય છે. વર્તમાન માર્ગદર્શન સામાન્ય લોહીનુ દબાણ ૧૨૦/૮૦ કરતા ઓછુ દર્શાવે છે. લોહીનુ દબાણ ૧૩૦/૮૦ કરતા વધારે હોય તો તેને ઉંચુ દર્શાવે છે. ઉંચુ લોહીનુ દબાણ હૃદયનો હુમલો, કિડનીનો રોગ, રક્તવાહિનીનુ જાડુ થવુ, (atherosclerosis or arteriosclerosis), આંખોને નુકશાન અને ઓચિંતો હુમલો વગેરે લાવે છે.

લોહીનુ અલ્પ દબાણ (hypotension) એક એવુ દબાણ છે જે એવા લક્ષણો અથવા ચિન્હો બતાવે છે કે જેને લીધે લોહીનો પ્રવાહ રક્તવાહિનીમાંથી અને નસમાંથી ઓછો થઈ જાય છે. જ્યારે લોહીનો પ્રવાહ બહુ ઓછો અને ઑક્સીજન ઓછો થાય ત્યારે પોષ્ટીક પદાર્થો જીવન માટે આવશ્યક અને શરીરની ઇન્દ્રીયો માટે જેવી કે મગજ, હૃદય અને કિડની બરોબર રીતે કામ કરતા નથી અને કદાચ કાયમી રીતે તેને ઈજા પહોચાડે છે.

ઉંચા લોહીના દબાણની જેમ નહી પણ અલ્પ લોહીના દબાણના લક્ષણો અને ચિન્હો નીચા લોહીના પ્રવાહમાં બતાવે છે નહી કે એક નિશ્ચિત લોહીના દબાણનો આકડો. કેટલીક વ્યક્તીમાં લોહીનુ દબાણ ૯૦/૫૦ બતાવે છે, કોઇ અલ્પ લોહીના દબાણના લક્ષણો બતાવ્યા વીના અને એટલે તેમને લોહીનુ અલ્પ દબાણ નથી. તેમ છતા જેમને સાધારણપણે ઉંચુ લોહીનુ દબાણ હોય તેઓ કદાચ અલ્પ લોહીના દબાણના ચિન્હો દર્શાવે જો તેમનુ દબાણ ૧૦૦/૬૦ જેટલુ હોય.

લોહીના દબાણનુ નિર્માણ કેવી રીતે થાય છે ?

હૃદયમાં વિશ્રાંતી લેતી વખતે (diastole -હૃદયપ્રસરણ) ફેફસામાંથી આવતુ લોહી હૃદયના ડાબા પોલાણમાં ભરાઈ જાય છે. હૃદયનો ડાબો પોલાણવાળો ભાગ સંકોચાય છે અને લોહીને રક્તવાહિનીમાં પહોચાડે છે (systole હૃદયનુ સંકુચન થવુ.) હૃદયનો પોલાણવાળો ભાગ લોહીના દબાણ દરમ્યાન સંકોચાય છે. (systolic pressure -હૃદયના સંકુચનનુ દબાણ) જ્યારે લોહી સક્રીય રીતે રક્તવાહિનીમાંથી બહાર કઢાય છે જે હૃદયના પોલાણની (diastolic -દબાણ) વિશ્રાંતી લેતી વખતની સરખામણીમાં વધારે છે. જ્યારે આપણી રક્તવાહિની ઉપર આંગળી રાખીને નાડીના ધબકારાને અનુભવીયે છીયે જે આપણા ડાબા હૃદયના પોલાણને સંકોચાઈ જવાને લીધે થાય છે.

લોહીનુ દબાણ બે કારણોને લીધે નક્કી થાય છે. ૧) લોહીનુ પ્રમાણ જે ડાબા હૃદયના પોલાણવાળા ભાગથી હૃદયની રક્તવાહિનીમાં જાય છે. ૨) લોહીના પ્રવાહની પ્રતિરોધક શક્તિ જે આ પ્રવાહને arterioles (smaller arteries -નાનકડી રક્તવાહિની)ની દિવાલને લીધે થાય છે.

સાધારણપણે લોહીનુ દબાણ વધારે હોય છે, જો રક્તવાહિનીમાં વધારે લોહી મોકલાય છે, અથવા arterioles સાંકડી અને કડક હોય છે. (સાંકડી અને કડક arterioles ઓછા લોહીના પ્રવાહને રોકે છે જેને લીધે લોહીનુ દબાણ વધે છે.) આ ઘણીવાર પુક્ત વયના લોકોમાં atherosclerosis વિકસિત થાય છે

લોહીનુ દબાણ નીચે જાય છે જ્યારે ઓછુ લોહી રક્તવાહિનીમાં મોકલાય છે અથવા arterioles મોટી હોય અને સહેજે વળી જાય છે અને તેથી લોહીના પ્રવાહને ઓછી પ્રતિરોધક શક્તી મળે છે.

Low Blood Pressure - Body Maintain Normal Blood Pressure (લોહીનુ અલ્પ દબાણ - આપણુ શરીર સામાન્ય લોહીનુ દબાણ જાળવે છે.)

આપણુ શરીર સામાન્ય લોહીનુ દબાણ કેવી રીતે જાળવે છે ?

આપણા શરીર પાસે એવી વિવિધ ભાગોની રચના છે જે ફેરફાર કરે છે અથવા લોહીનુ દબાણ અને લોહીના પ્રવાહને દુરસ્ત રાખે છે. ત્યા માપવાના સાધનો છે જે લોહીના દબાણને રક્તવાહિનીની દીવાલોને માપે છે અને હૃદયને સુચના મોકલે છે, the arterioles, રક્તવાહિની અને કિડની જે લોહીના દબાણને વધારે છે અથવા ઓછુ કરે છે. લોહીના દબાણને વ્યવસ્થિત કરવા માટે ત્યા ઘણા રસ્તાઓ છે - લોહીના પ્રમાણને હૃદયમાંથી રક્તવાહિનીમાં (cardiac output - હૃદયની નીપજ) લોહીનુ પ્રમાણ નસોમાં, arteriolar પ્રતિરોધક શક્તિ અને લોહીનો વિસ્તાર.

હૃદય જલ્દી ભાગે અને ઘણીવાર સંકોચાઇ જાય અને વધારે લોહીને દરેક સંકોચાઇ જતી વખતે મોકલે. આ બંને પ્રતિક્રિયા લોહીના પ્રવાહને રક્તવાહિનીમાં વધારે અને લોહીનુ દબાણ વધારે.

નસો સાંકડી અને ફેલાઇ જાય. જ્યારે નસો ફેલાય ત્યારે નસોમાં વધારે લોહી ભરાય છે અને રક્તવાહિનીમાં મોકલવા માટે હદયમાં લોહી પાછુ ફરે છે. આના પરિણામમાં હૃદય ઓછુ લોહી મોકલે છે જ્યારે લોહીનુ દબાણ ઓછુ હોય છે. બીજી બાજુ જ્યારે નસો સાંકડી થાય છે, ત્યારે નસોમાં ઓછુ લોહી ભરાય છે. હૃદયમાં વધારે લોહી રક્તવાહિનીમાં મોકલવા માટે પાછુ આવે છે અને લોહીનુ દબાણ વધારે હોય છે.

arterioles ફેલાય છે અને સાંકડી થાય છે. ફેલાયેલી arterioles લોહીના પ્રવાહની પ્રતિકારક શક્તિ ઓછી કરે છે અને લોહીના દબાણને ઓછુ કરે છે. જ્યારે સાંકડી arterioles વધારે પ્રતિકારક શક્તિ આપે છે અને લોહીનુ દબાણ વધારે છે.

ગુરદો લોહીના બદલાતા દબાણને પ્રત્યુત્તર આપે છે, પેશાબની માત્રા જે વધી અથવા ઘટી રહી છે અને જે બની રહ્યો છે તે ધ્યાનમાં રાખીને. પેશાબ મુખ્યત્વ પાણી છે, જે લોહીમાંથી બહાર કઢાય છે જ્યારે ગુરદો વધારે પેશાબ તૈયાર કરે છે. લોહીની માત્રા (volume વિસ્તાર)જે રક્તવાહિનીમાં ભરાય છે અને નસોમાં ઓછી થાય છે, અને એથી લોહીનુ દબાણ ઓછુ કરે છે. જો ગુરદો ઓછો પેશાબ બનાવે, તો લોહીની માત્રા જે રકતવાહિનીમાં ભરાય છે તે નસોમાં વધે છે અને તેથી લોહીનુ દબાણ વધે છે. બીજી કાર્યપદ્ધતીની સરખામણીમાં લોહીના દબાણને વ્યવસ્થિત કરવા, પેશાબના ઉત્પન્ન થતી વખતના બદલાવ, લોહીના દબાણને અસર કરે છે, ધીમેધીમે કલાકોમાં અને દિવસોમાં (બીજી કાર્યપદ્ધતીઓ સેંકડમાં થાય છે.)

દા.ત. લોહીની ઓછી માત્રા રક્તસ્ત્રાવને લીધે (જેવા કે પેટમાં ચાઠાને લીધે રક્તસ્ત્રાવ અથવા એક ખરાબ જખમ ઈજાને લીધે) ઓછુ લોહીનુ દબાણ કરે છે. શરીર જલ્દીથી ઓછા લોહીની માત્રાને પ્રતિક્રિયા આપે છે અને દબાણને જે નીચે જણાવેલ વ્યવસ્થા કરે છે, જે લોહીના દબાણને વધારે છે.

  • હૃદયનો દર વધારે છે અને હૃદયની અસરકારક સંકોચતા વધારે છે, તેથી હૃદયમાંથી વધારે લોહી જાય છે
  • સાંકડી નસો વધારે લોહી હૃદયમાં ધકેલે છે
  • લોહીનો પ્રવાહ કિડનીમાં જતો ઓછો થાય છે, પેશાબ ઓછુ બનવવા માટે અને તેથી લોહીનો પ્રવાહ રક્તવાહિનીમાં અને નસોમાં વધે છે. arterioles સાંકડી થાય છે, લોહીના પ્રવાહને પ્રતિકારક શક્તિ વધારવા
  • આ ગ્રહણશીલ પ્રત્યુતરો લોહીના દબાણને સામાન્ય સ્થિતીની હારમાં લાવે છે, જ્યા સુધી લોહીની ખોટ બહુ ગંભીર ન થાય જે આ પ્રત્યુતરોને દબાવી દયે છે.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate