অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યોગ મુદ્રાસન

સંસ્કૃત શબ્દ યોગનો અર્થ છે જોડાવું અને મુદ્રા એટલે મેન્ટલ બ્લોકેજ ખોલવાં. એટલે યોગમુદ્રાસન જ્યારે કરવામાં આવે, તો શારીરિક અને માનસિક બ્લોકેજિસ દૂર થાય છે. યોગમુદ્રાસન એ ઇનર ફિલિંગનું એક્સપ્રેશન છે અને એ જ્યારે મેન્ટલ સેલ્ફ રિઅલાઇઝેશનના એટિટ્યૂડથી કરવામાં આવે ત્યારે એ સેલ્ફ સરેન્ડરન્સ (સ્વયંની શરણાગતિ)ની સેન્સ આપે છે.
આ સેન્સ ત્યારે આવે છે જ્યારે યોગમુદ્રાસન આંખો બંધ કરીને કરવામાં આવે અને તમે એવું ફિલ કરો કે તમે તમામ સ્નેહ, લાગણીઓ, એટેચમેન્ટ્સ, દર્દ, તકલીફો વગેરે ધરતીમાતાને સમર્પિત કરો છો. એવું લાગે છે જાણે તમે તમારી પોતાની માતાના ખોળામાં સૂતા છો અને માતાના એ સ્નેહ, એ હૂંફનો અનુભવ કરો. યોગમુદ્રાસન એ ફિલિંગ અને સરેન્ડરન્સ સાથે કરો.

રીત:

 • વજ્રાસન અથવા કોઈ અન્ય પલાંઠીવાળી સ્થિતિમાં બેસો. જો તમને ઢીંચણનો દુખાવો કે નબળી સ્પાઇન હોય તો બ્લોસ્ટર પર બેસો અથવા ઢીંચણ નીચે સપોર્ટ લો.
 • જો કરી શકતા હોવ તો આઇડિયલી, વજ્રાસન બેસવા માટે બેસ્ટ પોશ્ચર છે. વજ્રાસનમાં જો તમે બેસો તો આસનની ઇફેક્ટ બેસ્ટ મળે છે.
 • બંને હાથ પીઠ પાછળ ઇન્ટરલોક કરો અને હાથ સીધા તાણો જેથી કોણીથી સીધા રહે. એ જોવું કે હાથની ગ્રીપ સારી અને ટાઇટ હોય.
 • પૂર્ણ રીતે ઉચ્છવાસ કાઢો અને પાછળથી હિપ્સ ઊંચા કર્યા વિના  આગળ ઝૂકો. હિપ્સ એડીને ટચ કરતા હોવા જોઈએ. અને જ્યારે આગળ ઝૂકો ત્યારે બે વચ્ચે કોઈ ગેપ ન હોવો જોઈએ.
 • આગળ ઝૂકો અને શક્ય એટલું નીચે જવા પ્રયત્ન કરો. આંખો બંધ રાખીને અને મધર અર્થને સરેન્ડરન્સની ફિલિંગ સાથે થોડી વાર એ જ સ્થિતિમાં રહો.
 • માનસિક રીતે ધરતીમાતાનાં સ્નેહ, કાળજી અને હૂંફનો અનુભવ કરો. જો વધુ નીચે ન જઈ શકો તો કંઈ વાંધો નહીં. ઉચ્છવાસ કાઢવાનું ચાલુ રાખો અને ધરતીમાતા તમને એની તરફ ખેંચશે.
 • તમે તમારી ઇચ્છા હોય તેટલી વાર આસનમાં રહી શકો છો. જો તમને કંઈ અનકમ્ફર્ટેબલ લાગે તો પાછા આવો અને વજ્રાસનમાં થોડી વાર આરામ કરો. તમારા આખાય અસ્તિત્વમાં એનર્જી અને સ્ટ્રેન્ગ્થ ફિલ કરો.

લાભ:

 • આ આસન રિલેક્સ થવા, સ્ટ્રેસ અને એન્ઝાઇટી ઓછાં કરવા માટે બેસ્ટ આસન છે.
 • પાચન માટે અને ગેસ તથા એસિડિટીથી પીડાતા લોકો માટે બહુ સારું આસન છે.
 • અનાહત ચક્ર ખોલનાર છે એટલે જો તમારું અનાહત ચક્ર ખુલે તો ઘણી બધી પોઝિટિવિટી અને સ્નેહ વધે છે.
 • એ આપણા અહંકાર અને એટેચમેન્ટ્સની ફિલિંગ આપે છે કેમ કે આપણે મધર અર્થનો સ્નેહ ફિલ કરીએ છીએ.
 • જ્યારે સાચી શરણાગતિથી આસન કરવામાં આવે તો સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
 • સાવચેતી:
 • જો તમને કોઈ દુખાવો કે ડિસ્કમ્ફર્ટ હોય તો આ આસન લાંબો સમય ધારણ કરવા માટે બળ વાપરશો નહીં.
 • આસનનો મહત્તમ લાભ મેળવવા કાઉન્ટર પોઝ બહુ જ જરૂરી છે એટલે યોગશિક્ષકની હાજરીમાં પ્રેક્ટિસ કરવી.
 • પ્રેક્ટિસ દરમિયાન શ્વાસ લેવા-મૂકવાનું સ્મૂધ અને નોર્મલ રાખવું. શ્વાસ રોકવો કે બંધ કરવો નહીં.
 • યોગમુદ્રાસન બને તો ખાલી પેટે કરવું અથવા જમ્યા પછી કલાકેકનો ગેપ રાખીને કરવું.

ટીચર્સ ટિપ્સઃ

મેં જોયું છે કે જ્યારે ફોરવર્ડ બેન્ડિંગ આસનો કરવામાં આવે છે, ત્યારે પુરુષો કરતાં મહિલાઓ વધુ સારી રીતે રિસ્પોન્સ આપે છે. આસનો એ કેવળ પોશ્ચર નથી, પણ એ જીવન અંગે વિચારવાની અને જીવવાની પદ્ધતિ છે. આટલાં બધાં વર્ષોથી શીખવ્યા પછી જ્યારે કોઈ સ્ટુડન્ટ આસન કરે છે, ત્યારે હું કહી શકું છું કે તે ક્યા પ્રકારની વ્યક્તિ છે. બોડી લેન્ગ્વેજ અને બ્રિધિંગથી તમે વ્યક્તિનો સ્વભાવ જાણી શકો છો. સામાન્ય રીતે મહિલાઓ વધુ આપનારી અને વધુ સરેન્ડર થનારી હોય છે એથી એ પુરુષો કરતાં વધુ સારી રીતે બેન્ડ થઈ શકે છે. મારું કહેવું એવું નથી કે પુરુષો સરેન્ડર નથી થતા, પણ મહિલાઓની સરખામણીએ એ હંમેશ ઓછું હોય છે. ઇશ્વરે આપણને એ રીતે બનાવ્યા છે. રોજ પ્રેક્ટિસ કરવાથી ઇગો લેવલ નીચું આવે છે અને લાઇફમાં સરેન્ડરન્સ સુધરે છે.

સ્ત્રોત: પૂર્વી શાહ (yoga for you)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate