વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આયુષ

આયુષ નો પરિચય અને અન્ય માહિતી આપવામાં આવી છે

પરિચય

ભારતમાં આયુષના ટૂંકા નામથી તબીબી પદ્ધતિની સારવાર કરવામાં આવી રહી છે આયુષમાં આર્યુવેદ, યોગ અને નિસર્ગોપચાર, યુનાની, સિધ્ધા અને હોમિયોપથીનો  સમાવેશ થાય છે.આ પદ્ધતિઓ દ્વારા તબીબી અને તત્વજ્ઞાન પર આધારિત રોગોને અટકાવવાં તંદૂરસ્ત જીવન જીવવાં અને સ્વાસ્થ્યની પ્રક્રિયાને આગવી રીતે પ્રસ્થાપિત કરવા માટે કામ કરે છે.આ બધા મૂળભૂત અભિગમો  અને વ્યવસ્થાઓ સ્વાસ્થ્ય,રોગ અને તેની સારવાર માટે જરૂરી છે.આ કારણોથી આયુષની પ્રક્રિયામાં રસ પડે છે.યોગ હવે વૈશ્વિક સ્વાસ્થ્યનું પ્રતિક બન્યું છે અને ઘણા દેશોમાં સ્વાસ્થ્ય સંભાળ રાખવા માટે યોગ કરવાનું શરૂ કર્યું છે.ખાસ કરીને મોટી જિજ્ઞાસા અને સિદ્ધાંતોને સમજવા માટે આર્યુવેદ,હોમિયોપથી,સિધ્ધા અને યુનાનીની પદ્ધતિ વડે બિનચેપી રોગો (એનસીડીસ)ના વધતા જતાં પડકારો સામે લડવા,જીવનશૈલીની વિકૃતિઓ,લાંબાગળાના રોગો,દવાના જુદા જુદા રોગ અવરોધકો,ઓચિંતા નવા રોગોનો વિકાસ વગેરે સમાવેશ થાય છે.

1995માં ભારતીય દવા સંબંધી અને હોમિયોપથી (આઈએસએમ &એચ)ના નામાભિધાન દ્વારા આ પદ્ધતિઓ અને તેના ઉદ્દેશોના વિકાસ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું.૨૦૦૩માં આ વિભાગને આયુષ ના નવા નામાંકન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

ભારત વેદ માંથી તારવેલી તબીબી શાણપણ અને સમૃદ્ધ વારસા માટે પ્રચલિત છે.સિધ્ધા પદ્ધતિ અને યોગ પદ્ધતિનો સમૃદ્ધ વારસો પ્રાચીન સંતો (ઋષિઓ)દ્વારા સમૃદ્ધ હતો.સદીઓથી દેશમાં આ મુખ્ય તબીબી સિદ્ધાંતો હતા.જે ભારતનું પ્રાકૃતિક લક્ષણ અને સંસ્કૃતિનો ભાગ રચે છે.યુનાનીની પદ્ધતિ 8મી સદીના સમયગાળા દરમ્યાન હિપ્પોક્રેટસ ભારત આવીને જાણી હતી.ત્યાર બાદ,વિદેશી દવાઓ બાયોમેડિકલ ખ્યાલ પર આધારિત હતી,જે સામાન્ય રીતે એલોપેથી તરીકે ઓળખાય છે,તે ભારત આવીને ભારતીય તબીબી પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા.હોમિયોપથી 18મી સદીમાં જર્મનીમાં વિકસેલી આ પદ્ધતિને ઝડપથી લોકપ્રિયતા મળી હતી અને તેના સાકલ્પવાદી તબીબી ફિલસૂફી અને સિદ્ધાંતોની સમાનતાને કારણે ભારતીય પરંપરાગત તબીબી પદ્ધતિઓ સાથે મિશ્રિતથઇ હતી.નિસર્ગોપચાર,દવા વગરની તંદૂરસ્ત રહેવા માટેની પદ્ધતિ દરેક સભ્યતાને સંગઠિત કરીને મળી અને દેશના તબીબી બહુમતીવાદે તેને ઉમળકાભેર વધાવી લીધી.આમ, જૈવિક ઔષધ સાથે પરંપરાગત પદ્ધતિઓ અને તબીબી ફેરફાર ત્યાં થયો હતો.સ્વતંત્રતા પછી,સરકારે તમામ તબીબી પદ્ધતિઓની વૃદ્ધિ માટે ટેકો આપવાનો શરૂ કર્યો,તેથી તેમના નિયમિત સ્વાસ્થ્ય સંભાળ અને જરૂરિયાત માટે સાર્વજનિક પસંદગી આપી.આ કારણે હવે બહોળા પ્રમાણમાં ઉપચારાત્મક છે,નિવારક છે,સ્વાસ્થ્ય સંભાળ માટે ઉપકારી પાસાઓ છે.

સ્વતંત્રતા પછી,સરકારે તમામ તબીબી પદ્ધતિઓના વિકાસ માટે સહાય કરવાની શરૂ કરી ,તેથી લોકોના દૈનિક સ્વાસ્થ્ય સંભાળ માટે જરૂરી સગવડો ઉપલબ્ધ થઈ.આ કારણોથી  હવે સાર્વજનિક  સંરક્ષણ અને સંસ્થાકીય આધાર બહોળા પ્રમાણમાં પ્રાપ્ત થયો છે.જેના થકી સારવાર,રોગ નિવારક,સ્વાસ્થ્ય સંભાળ માટે ઉપકારી પહેલુઓ છે.

જૈવિક ઔષધો પ્રાયોગિક ખ્યાલો સાથે નવીનતા લાવીને સતત સંશોધન અને સુધારણા  સાથે કામ કરે છે.કાર્યકારણ સંબંધના કારણે અને નોંધપાત્ર રોગોની જાણકારી માટે,તેમના કોર્સ,પૂર્વસૂચનો,નિદાન આદિનું  સંચાલન કરે છે.ઘણા બધા ચેપી રોગો કે ઉચ્ચ મૃત્યુ દર પર હવે વિજય મેળવ્યો છે, એ પણ મુખ્ય કારણ છે.ઘણા જોખમી કિસ્સાઓમાં વ્યવસ્થાપન,શસ્ત્રક્રિયાની દરમિયાનગીરી દ્વારા  સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રગતિકારકતા આવી છે જો કે, બિન ચેપી રોગોની ઘટનાઓમાં વધારો થયો છે.આયુષની  દવાઓ,અનુભવી ઔષધી શ્રેણી હેઠળ નજીવી કિંમતમાં ઉપયોગી છે સલામતીના મુદ્દાઓ અને ચકાસણીના સમય માટે પણ જાણીતી દવાઓ છે.આયુષ ની દવાઓ બહોળા વિકલ્પ તરીકે અથવા લાંબાગાળાના રોગો માટે ઉપયોગ કરવામાં આવે છે.તેથી હવે આયુષનું મહત્વ સ્વાસ્થ્યની અનુરૂપતા માટે નમૂનારૂપ અને પરિવર્તન સાથે જરૂરી બન્યું છે.આ હકીકતને ધ્યાન માં રાખીને સરકારે સ્વાસ્થ્ય સંભાળના અભિગમ પર બહુલક્ષી પ્રોત્સાહન કેન્દ્રિત કર્યું છે જ્યાં દરેક તબીબી વ્યવસ્થા અને બહોળી  તાકાતના આધારે સફળ બન્યું   છે.

  • આર્યુવેદ
  • યોગ અને નિસર્ગોપચાર
  • યુનાની
  • સિધ્ધા અને હોમિયોપથી
  • આયુષ સંસોધન પ્રવેશદ્વાર (બાહ્ય લિંક છે)
  • આયુષ મંત્રાલય (બાહ્ય લિંક છે)

સ્ત્રોત :રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રવેશદ્વારની રચના,વિકાસ અને યજમાન સ્વાસ્થ્ય સુચના કેન્દ્ર (CHI) દ્વારા થયું છે,આ પ્રવેશદ્વારની સ્થાપના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન (NIHFW) ખાતે થઈ,તે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય,(MoHFW) ભારત સરકાર દ્વારા કાર્યરત છે.

2.94545454545
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top