સંગ્રહણી, ઝાડા, ગોળો, ઉધરસ, અને ગળાના રોગો માટે શ્રેષ્ઠ
યોજના – સાચું વંશલોચન ૧ ભાગ,તજ, તમાલપત્ર, નાની એલચી અને નાગકેસર ૨-૨ ભાગ, અજમો, ધાણા, જીરું, પીપરીમૂળ, સૂંઠ, મરી, લીંડીપીપર, ૪-૪ ભાગ, દાડમનાં સૂકાં બી ૩૨ ભાગ અને સાકર ૩૨ ભાગ ખાંડી ચૂર્ણ બનાવવું.
સેવનવિધિ – આ ચૂર્ણ બને ત્યાં સુધી તાજું જ બનાવતાં રહેવું. ઘણું સ્વાદિષ્ટ હોવાથી મુખવાસરૂપે એકલું ખાઈ શકાય છે. છાશમાં, દહીમાં, મધમાં કે પાણીમાં પણ લઈ શકાય છે. માત્રા ૧ ગ્રામથી ૧૦ ગ્રામ સુધી.
ઉપયોગ
(૧) ગ્રહણી – દિવસમાં ત્રણ – ચાર વખત ૧૦-૧૦ ગ્રામ ચૂર્ણ છાશમાં લેવું.
(૨) ઝાડા – દિવસમાં ત્રણ વખત ચૂર્ણ છાશમાં લેવું
(૩) ગોળો – ગરમ પાણીમાં ૧ ચમચી ચૂર્ણ સવારે – સાંજે આપતાં રહેવું.
(૪) શ્વાસ – ૧-૧ ચમચી ચૂર્ણ મધ સાથે ચટાડવું.
(૫) ઉધરસ – મધ સાથે ૧-૧ ચમચી ચૂર્ણ ચાટવું. અથવા ચૂર્ણ મોંમા રાખ્યા કરવું.
(૬) ગળાના રોગો – મોંમા ચૂર્ણ રાખવું અથવા મધમાં ચાટતા રહેવું.
(૭) ક્ષય – ચૂર્ણ મોંમાં રાખવું અથવા મધ સાથે લેતાં રહેવું.
વૈદ્ય નિકુલ પટેલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020