શરદી, ઉધરસ, તાવ, મંદાગ્નિ, અરુચિ, શૂળ, સ્વરભેદ, મૂર્છા, અને કૃમિ માટે શ્રેષ્ઠ
યોજના – સ્વચ્છ – સારી સૂંઠ, મરી અને પીપરનું ચૂર્ણ સમાનભાગે મેળવવાથી ત્રિકટુ ચૂર્ણ બને છે.
સેવનવિધિ – ૧/૪ ગ્રામથી ૪ ગ્રામ સુધી માત્રમાં દવસમાં ત્રણ વખત મધમાં લઈ શકાય. આ ચૂર્ણ લાંબા સમય સુધી બગડતું નથી. છતાં જેમ તાજું તેમ વધુ સારું.
ઉપયોગ –
(૧) શરદી – સવારે, સાંજે અને રાત્રે મધમાં અથવા ગરમ પાણીમાં લેવું.
(૨) ઉધરસ – સવારે, રાત્રે, ૨-૨ ગ્રામ મધમાં ચાટવું.
(૩) તાવ (ફ્લૂ-કફવાતજ્વર) – સવારે – સાંજે ૨-૨ ગ્રામ મધ સાથે ચાટવું.
(૪) મંદાગ્નિ – મધ જૂનો ગોળ છાશ અથવા લીંબુના રસમાં જમ્યા પહેલાં ૧-૧ ચમચી લેવુ.
(૫) અરુચિ – મધમાં અથવા લીંબુના રસમાં મીઠું મેળવીને લેવું. મધમાં તેની ગોળી વાળીને ચૂસવી.
(૬) શૂળ – છાતી પેટ, પડખાં, સાંધા, કાન વગેરેમાં સણકા આવતા હોય તો દિવસમાં બેત્ર્ણ વખત મધમાં ચાટવું.
(૭) સ્વરભેદ – મધમાં વાળેલી ગોળી ચૂસવી. અથવા મધમાં ચાટવું.
(૮) કૃમિ – મધ સાથે ૧-૧ ગ્રામ ચટાડવું કે દૂધમાં પિવરાવવું.
(૯) મૂર્ચ્છા – નસ્ય આપવું, અથવા નાકે ચૂર્ણ સુંઘાડવું. અથવા ભૂંગળી વડે નાકમાં ચૂર્ણ ફૂંકવું તેમજ આંખમાં સહેજ આંજવું તેથી દરદી ભાનમાં આવી જશે. (નાક કે આંખમાં બળે તો ઘી લગાડવું. અને પાણી છાંટવું.)
વૈદ્ય નિકુલ પટેલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020