વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાઈનસ

સાઈનસ વિષે માહિતી

આપણા ચેહરા પર નાકની આજુબાજુ કેટલાક છિદ્ર હોય છે. જેને સાઈનસ કહે છે. તેમા સંક્રમણને સાઈનોસાઈટિસ કે સાઈંસ જ કહેવામાં આવે છે. જ્યારે સાઈનસનુ સંક્રમણ થાય છે તો તેના લક્ષણ આંખો પર અને માથા પર અનુભવાય છે. માથાના દુખાવો થતા નમવાથી અને સૂવાથી વધે છે.

 • ચહેરા પર દુખાવાનો અહેસાસ
 • સાયનસમાં દબાણ અને દુખાવાનો અહેસાસ
 • નાક જામ થવાનો અહેસાસ-કફ-ગળામાં ખારાશ
 • માથાનો દુખાવો અને ક્યારેક ક્યારેક તાવ પણ

સાયનસ માટે થનારો સૌથી સરળ ઉપાય ઓપરેશન છે. પણ મોટાભાગના બાબતોમાં આ સફળ થતુ નથી. તેથી ચાલો આજે અમે તમને સાઈનસ સંક્રમણને દૂર કરવાના ઘરેલુ નુસ્ખા..

સાઈનસ ભરાઈ ન જાય તે માટે અઠવાડીયામાં ચાર-પાંચ વાર ગરમ પાણીની વરાળનો નાસ લો. સાધારણ ગરમ પાણી નાક વાટે ચડાવી મોં દ્વારા બહાર પણ કાઢી શકાય.

 1. એક ચમચી મેથી દાણાને એક કપ પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ આ પાણીને ગાળી લો. ચા ની જેમ પાણી પીવો ફાયદો થશે.
 2. અડધો કપ પાણીમાં થોડા ટીપા યુકેલિપ્સ તેલના નાખો. આ પાણીને ઢાંકીને ઉકાળો. ફરી સ્ટીમ લો. આ સાઈનસ માથાના દુખાવાથી તરત રાહત આપવાનો નુસખો છે.
 3. જ્યારે સાઈનસની સમસ્યા વધી જાય તો સરગવાની સિંગોનુ સૂપ, ડુંગળી. લસણ કાળા મરી અને આદુ નાખીને બનાવો.  આ સૂપને ગરમ ગરમ પીવાથી ખૂબ લાભ થાય છે.
 4. ડુંગળીનો રસ નાકમાં નાખવાથી સાઈનસના માથાના દુખાવામાં તરત રાહત મળે છે.
 5. કમળ જડ. આદુ અને લોટને મિક્સ કરી લેપ બનાવો. આ લેપને રાત્રે સૂતા પહેલા નાક અને માથા પર લગાવો. સવાર થતા જ તેને ગરમ પાણીથી ધોઈ લો.
 6. રોજ કાચા લસણની એક કળી ખાવાથી પણ સાઈનસ ઈફેક્શનથી રાહત મળે છે.
 7. 7 રોજ સવારે નિયમિત રૂપે મઘ જરૂર ખાવ. તેનાથી સાઈનસથી થનારી પરેશાનીઓમાં રાહત મળશે.
 8. એક કપ પાણી ગરમ કરી લો. આ પાણીમાં આદુને ઝીણો સમારીને નાખી દો. થોડીવાર પછી ગાળીને ધીરે ધીરે આ પાણીને પી જાવ. રાહત મળશે.
 9. એક કપ ચોખ્ખા કુણા પાણીમાં એક ચમચી મધ અને એક ચોથાઈ ચમચી મીઠુ નાખો. આ મિશ્રણને ડ્રોપરની મદદથી બે ટીપા નાકમાં નાખો. તેનાથી સાઈનસમાં રાહત મળે છે.
 10. એક લસણ અને એક ડુંગળી એક સાથે પાણીમાં ઉકાળી તેની વરાળ લેવાથી સાઈનસના માથાના દુખાવામાં લાભ થાય છે.
 11. ગરમ કપડુ કે પછી ગરમ પાણીની બોટ ગાલ ઉપર મુકીને સેક કરવો જોઈએ. તેનાથી સાઈનસના રોગીઓને ખૂબ રાહત મળે છે
  ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
  સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
3.07317073171
આશિષ રાવલ Jun 13, 2020 08:46 AM

સાઈનસ ની આર્યુવેદીક દવા હોય તો જણાવો.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top