વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શૈયામુત્ર

શૈયામુત્ર વિષે માહિતી

  1. કાળા તલ રાત્રે બાળકને ખવડાવવાથી પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે.
  2. આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલા ૧-૧ ચમચી ચુર્ણનું મધ સાથે બાળકને દીવસમાં ત્રણ વાર સેવન કરાવવાથી પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે.
  3. સુકાં આમળાંનું ચુર્ણ ૧૦૦ ગ્રામ અને ૫૦૦ ગ્રામ મધનું મીશ્રણ કરી સવાર-સાંજ ૧-૧ ચમચો બાળકને આપવાથી એની પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે.
  4. સાંજે પ્રવાહી બને તેટલું ઓછું આપવું અને સાંજના આહારમાં બટાટા આપવા. સાંજે બટાટા ખાવાથી રાત્રે પેશાબ કરવાની તકલીફ મટે છે.
  5. સવાર-સાંજ ભોજન પછી બબ્બે પાકાં કેળાં ખાવાથી વધુ પડતો પેશાબ થવાની તકલીફ મટે છે. (છાંટ પડેલાં કેળાં બરાબર પાકેલાં ગણાય.
  6. લોધરની છાલનો ૪૦-૪૦ ગ્રામ ઉકાળો સવાર-સાંજ પીવાથી પથારીમાં પેશાબ કરવાની ટેવ છુટી જાય છે.
  7. સાવ નાની ચમચી રાઈનું ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે આપવાથી નાનાં બાળખોની પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટી જાય છે. રાઈ ઘણી ગરમ હોવાથી એના ઉપયોગમાં સાવચેતી રાખવી. પીત્ત પ્રકૃતી હોય તો આ ઉપાય ન કરવો.
  8. એક એક ખજુર ગાયના દુધ સાથે ખુબ ચાવીને સવાર-સાંજ બાળકને ખાવા આપવાથી એની પથારીમાં પેશાબ કરવાની ટેવ દુર થાય છે.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
2.97777777778
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top