હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / રોગો અને ઔષધો / ડાયાબિટીસ અને આયુર્વેદ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડાયાબિટીસ અને આયુર્વેદ

ડાયાબિટીસ અને આયુર્વેદ

 • આમલીના કિચૂકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે.
 • લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે.
 • કૂમળાં કારેલાંના નાના કડકા કરી છાંયડામાં સૂકવી, બારીક ભૂકી કરી, એક તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
 • સારાં, પાકાં જાંબુને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસ મટે છે.
 • લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે.
 • રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે.
 • આમળાંનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે.
 • હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી, સાકર મેળવી, રોજ ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે.
 • હરડે, બહેડાં, કડવા લીમડાની આંતરછાલ, મમેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
 • હળદર એક ચમચી અને આમળાનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.
 • ૫૦ ગ્રામ લીલી હળદર, કાળી તુલસીના પાન ૧૦, બીલીપત્રનાં પાન ૩૦ વાટી, ૧ ગ્‍લાસ પાણીમાં રાત્રે ભીંજવી, સવારે ખૂબ મસળી કપડાથી ગાળી, સવારે નરણે કોઠે પીવું. આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું-પીવું નહિ. ૨૧ દિવસ સુધી આ પ્રમાણે લેવાથી ચોક્કસ ડાયાબિટીસ મટે છે.

ભાટિયા કોમ્યુનીટી મિશન  ફાઉન્ડેશન

3.16
કિકાણી ધરત Feb 28, 2018 09:55 PM

દેસી દવા

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top