অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બીમારીની શરદ ઋતુથી સંભાળજો

બીમારીની શરદ ઋતુથી સંભાળજો

માનવ શરીરમાં આતંક ફેલાવનારી ઉગ્રવાદી ઋતુ શરદ હવે બારણું ખટખટાવી રહી છે. માથાના દુ:ખાવા ઉપરાંત તાવ, ખાટા ઓડકાર, ઉલટી, ચક્કર આવવા, નસકોરી ફૂટવી, દાદર, ખરજવું જેવા દર્દી જવા થાય છે અને પહેલાંથી હોય તો તેમાં વધારો થાય છે. શરદ ઋતુ હેમખેમ કાઢી નાખનારનું આરોગ્ય આખું વર્ષ સારું રહે છે. આ ઋતુમાં તાવ, શરદી, ઉધરસ, માથાનો દુ:ખાવો, શરીર તૂટવું, ગળામાં બળતરા જેવી તકલીફો તો જાણે સામાન્ય હોય છે.
આ એ જ ઋતુ છે જેમાં કેટલાક જીવલેણ રોગોના પાયા પણ નંખાય છે.
આચાર્ય ભાવપ્રકાશ કહે છે દિનચર્યા, રાત્રિચર્યા અને ઋતુચર્યા પ્રમાણે આચરણ કરનાર વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહી શકે છે અને એ પ્રમાણે આચરણ ન કરનાર વ્યક્તિ ક્યારેય સ્વસ્થ રહી શકતી નથી.

શરદ ઋતુચર્યા

શરદઋતુનું ૬૦ દિવસ દરમિયાન સ્વાસ્થ્ય જાળવવા જીવનશૈલી અને ખોરાકમાં કેવો અને કેટલો ફેરફાર કરવો જોઈએ એ જાણીએ.

  • શરદ ઋતુમાં બપોરના ઉગ્ર તાપથી બચવું જોઈએ કારણ એનાથી પિત્તદોષ વધુ ઉગ્ર બને છે.
  • આ ઋતુમાં બપોરે ઊંઘવું નહીં. એનાથી શરીરમાં કફ, વાયુ, મેદ અને રક્તનું સંતુલ ખોરવાય છે.

ચાંદની : રાત્રિના પ્રથમ પ્રહરની ચાંદની કોઈ ઔષધ ન કરી શકે તેટલી ઝડપથી પિત્તદોષની ઉગ્રતાને ઘટાડીને તેને શાંત કરી દે છે. એટલે શરદઋતુની ચર્યામાં રાત્રે ચાંદનીમાં વિહાર કરવો જોઇએ. શરદ પૂર્ણિમાએ ચાંદનીમાં વિહાર કરવાની પ્રથા પાછળ કદાચ આ જ કારણ છે.

શ્વેત-સફેદ રંગ મનની ઉગ્રતાને, વિહવહળતાને ઘટાડી મનને શાંત કરી દે છે. અને શાંત થયેલું મન રોગગ્રસ્ત પરિબળોનો સહેલાઇથી સામનો કરી શકે છે.

મિત્ર સંગોષ્ઠિ : Friends meet : મિત્રોની સાથે સંગોષ્ઠિ કરવી. ઋષિમુનિઓ કહે છે શરદ ઋતુમાં મનના મળેલા મિત્રોની સાથે વિચારોની આપ-લે કરવી. ઋતુના પ્રભાવથી તાણ અનુભવતું મન સંગોષ્ઠિથી હળવું પ્રફુલ્લિત બને છે.

ગુસ્સો : શરદ ઋતુના પ્રભાવથી શરીરમાં પિત્ત ઉગ્ર બને છે. જેનાથી માણસ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. ગુસ્સે થયેલાનું પિત બમણું જોર કરે છે. આમ, આ ઋતુમાં પિત્ત અને ક્રોધને ગુણકાર થાય છે. થયે રાખે છે. શરદઋતુ ચર્યાને આચરણમાં મૂકવાથી ક્રોધ પર આપોઆપ નિયંત્રણ આવી જાય છે.

શ્રાદ્ધ : ભાદરવા મહિનામાં શ્રાદ્ધના દિવસો આવે છે. આ દિવસોમાં ખીર બનાવીને તેનું શ્રાદ્ધ કરાય છે. આપણી કેટલીક સાંસ્કૃતિક પરંપરાઓને સ્વાસ્થ્ય સાથે વણી લેવામાં આવે છે. ખીર પિત્તને શાંત કરે છે. એટલે શરદઋતુમાં ખીરખાવી જોઈએ.

શરદપૂનમ : આસો મહિનાની પૂનમ - શરદપૂનમના નામે ઓળખાય છે. શરદપૂનમને દિવસે દૂધ-પૌંઆ ખાવાનું ખાસ મહત્ત્વ છે. દૂધ-પૌંઆ અને ચાંદની શરીરની શીતળતામાં વધારો કરે છે.

શું ના જ ખાવું ?

ટામેટા : ટામેટા ન જ ખાવાં. ટામેટાંમાંથી બનતા સૂપ, સલાડ, સોસ ન ખાવાં. ટામેટામાંથી બનતી ગ્રેવીવાળાં શાક, ભાજીપાવ, પીત્ઝા વગેરે ખાવાં ન જોઇએ.

સ્પાઈસીફૂડ- સ્ટેલ ફુડ : બર્ગર, દાબેલી, પાણીપુરી, ખમણ, ઢોંસા વગેરે ન ખાવાં જોઇ. વાસી ખીરૂ અને વાસી ચટણીઓથી આમ પિત્ત થાય છે, જે આખરે વિષની જેમ કામ કરે છે. પરિણામે પેટમાં દાહ, બળતરા, ખાટા ઓડકાર, માથું દુ:ખવું જેવી સમસ્યાઓ થાય છે.

દહીં : દહીંથી પિત્તની વૃદ્ધિ થાય છે. પરંતુ આ ઋતુમાં દૂધ વધારે પીવું. દૂધ અને એમાંથી બનતી ચીજો અવારનવાર ખાવી જોઇએ.

અન્ય : બાજરી, લસણ, ડુંગળી, રીંગણ, પપૈયું, સરગવો, સૂરણ, સૂંઠ, મરી, વગેરેના ગુણ ઉષ્ણ - તીક્ષ્ણ હોવાથી તેનું પ્રમાણ ઘટાડવું અથવા યુક્તિપૂર્વક સેવન કરવું. કેપ્સિકમ પણ ન ખાવાં જોઇએ.

ફળો : સીતાફળ, કેળાં, વિલિયમ પેર, ચીકુ, દાડમ ફળો આ ઋતુમાં લઈ શકાય.

કડવો રસ : મેથીની ભાજી, કારેલાં, કંકોડા વગેરે કડવા રસવાળાં શાકભાજીને શરદઋતુના આ ૬૦ દિવસ દરમિયાન આહારમાં અવારનવાર સ્થાન આપવું. શક્ય હોય તો કડવા શાકભાજીમાં ગાયના ઘીનો વઘાર કરવો.

शतम् जीव शरदः માટે જ, આપણા પૂર્વજો આશીર્વાદ આપતા કે સો શરદઋતુ તું હેમખેમ પાર પડી શકે તેવું આયુષ્ય ભોગવ.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate