অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફૂડ ફોર ફર્ટિલિટી

આજકાલ પ્રેન્ગન્સી બાદ અનેક સ્ત્રીઓને જાતજાતની શારીરિક તકલીફો આવી પડતી હોય છે. અનેક બાળકોના પોષણના પ્રોબ્લેમ્સ પણ સર્જાતા હોય છે. સવાલ આમાં પ્રેગ્નન્સી દરમિયાનની સંભાળનો છે. એ દરમિયાન જો હેલ્ધી –પોષણક્ષમ અને ભવિષ્યમાં ઉપયોગી બની રહે એવો ખોરાક ખાવામાં આવે તો પ્રેગ્નન્સી દરમિયાન અને પ્રેગ્નન્સી પછી તેમજ બાળકને માટે કોઇ સમસ્યાઓ સર્જાતી નથી. આવી જ વાત પ્રેગ્નન્સી ઈચ્છતી મહિલાઓના ખોરાકની પણ છે. આજકાલ મોટાભાગના લોકો લગભગ દરેસ સ્થિતિમાં જંક ફૂડ, ચરબીયુક્ત આહાર લેતા હોય છે. શરીરને શું જોઇએ છે, તે નહીં, મારી જીભને શું પસંદ છે તેને જ ધ્યાનમાં રાખીને કોરાક લેવાય છે, પરિણામે અનેક સમસ્યાઓ સર્જા છે. પ્રેગ્નન્સી ઈચ્છતી મહિલાઓએ કયા પ્રકારના ખોરાક ખાવા જોઈએ તેની રજૂઆત અહીં કરવી છે.
કેટલાક પ્રકારના ખોરાક ખાવાથી તે શરીરમાં હોર્મોન્સને બેલેન્સ કરે છે. ચરબી ઉતારે છે તથા ગર્ભધારણ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરે છે. આયુર્વેદ એ પ્રાચીન કાળનું વિજ્ઞાન છે અને તેમાં પણ મહદઅંશે વિટામીન્સ – મિનરલ્સની વાત અલગ પ્રકારે કરેલી છે.

ઝિન્ક

ઝિન્કનું શુક્રાણુઓનો ગતિ Motility માટે ખૂબ સારું યોગદાન રહેલું છે. જે શુક્રાણુઓ નિષ્ક્રીય કે Sluggish આળસ બનીને ચીટકી જતાં હોય છે, તેને સરસ તરવૈયા બનાવે છે, અર્થાત શુક્રાણુઓની ગતિ વધારે છે. અમુક પ્રકારનાં તેલીબીયાં જેવાં કે, તલ, તડબૂચનાં બીયાં, તલમાંથી બનતું બટર જેવા શાકાહારી તથા અનેક માંસાહારી ખોરાકમાંથી પર્યાપ્ત માત્રામાં ઝિન્ક મળી રહે છે, આયુર્વેદની ઔષધિઓ – લઘુવસંત માલતી પણ ઝિન્ક પર્યાપ્ત માત્રામાં પૂરું પાડે છે. સુવર્ણ વસંત માલતીમાં ઝિન્ક ઉપરાંત સુવર્ણ હોવાથી શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા ઝડપથી વધે છે.

વિટામીન – C :

શુક્રાણુઓની ક્વોલિટી સુધારે છે અને એકમેકને ચીટકી જતાં અટકાવે છે. કિવી, બ્રોકોલી, પાલક તથા મોટાભાગનાં ફળોમાં વિટામીન-C રહેલું છે. આયુર્વેદિક ઔષધિઓ જેવી કે આમલકી રસાયન, ચ્યવન પ્રાશ, બ્રાહ્મરસાયન વગેરેમાં વિટામીન-સી ભરપૂર માત્રામાં રહેલું છે.

ફાઈટો – ઈસ્ટ્રોજન :

સ્ત્રીઓનાં ઈસ્ટ્રોજન લેવલને સ્થાયી થવામાં તે મદદરૂપ બને છે. ફેટ Cells એ ઈસ્ટ્રોજન નામક હોર્મોનને ઉત્પન્ન કરે છે. જેથી વધુ પડતી મેદસ્વી સ્ત્રીઓમાં ઈસ્ટ્રોજનનું પ્રમાણ વધારે છે અને જે FSH – ફેલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોનને અસર કરે છે. તલ, જવ (ઓપ્સ), સફરજન, અખરોટ, દાડમ, રાઈસબ્રાન (ચોખાનો બહારનો ભાગ) વગેરેમાં પર્યાપ્ત માત્રામાં મળે છે.

વિટામીન – E

સ્ત્રીઓ અને પુરુષોમાં ફર્ટિલિટી વધારે છે. લીલાં શાકભાજી, એવોકાડો, છડ્યા વિનાનું અનાજ – આ બધામાં વિટામીન- E પર્યાપ્ત માત્રામાં રહેલું છે. ગાયના ઘીમાં પણ અમુક માત્રામાં વિટામીન-E રહેલું છે.

ફોલિક એસિડ

આવનાર બાળકમાં જન્મજાત ખોડખાંપણ ન રહે (સ્પાઈના બાઈફીડા) તે માટે ખૂબ અગત્યનું છે, જેનાથી કરોડરજ્જુ સશક્ત બને છે. લીલાં શાકભાજી, સુકોમેવો, નારંગીનો રસ, લેવાથી ફોલિક એસિડ મળે છે, તો ઉપરાંત શતાવરીમાં પણ ફોલિક એસિડ રહેલું છે. વિટામીન – A : દૂધ, ગાજર, રતાળું, નારંગી, પીચ, પપૈયું, કેરીમાં ભરપૂર માત્રામાં વિટામીન A મળે છે. જેથી ગર્ભધારણની પ્રક્રિયા ઝડપી બને છે. ડોડી નામની વનસ્પતિમાં પણ વિટામીન A રહેલું છે. આયુર્વેદમાં તે વનસ્પતિમાંથી પણ ઔષધિઓ તૈયાર કરવામાં આવે છે.

શ્રેષ્ઠ – ફલઘૃત :

ગાયના ઘીમાંથી આ ફલઘૃત બનાવવામાં આવે છે. ફલ એટલે બાળક – બાળકની ઈચ્છા ધરાવનારની ઈચ્છાપૂર્તિ માટે આ ફલઘૃત બનાવ્યું છે. જેમાં મંજીઠ, બલા, ત્રિફલા, અશ્વગંધા, શતાવટી, બલા વગેરે ઔષધિઓને ગાયના ઘીમાં પકાવીને બનાવવામાં આવે છે. રોજ સવારે ગરમ દૂધ સાથે એક ચમચી ફલઘૃત (આશરે ૧૦થી ૧૨ ml) લેવાથી ચમત્કારિક પરિણામો જોવા મળે છે.
ગાયના ઘીમાંથી બનાવાતું ફલઘૃત, વિટામીન-એ, સી, ઈ, ફોલિક એસિડ વગેરે લેવાથી સ્ત્રી-પુરુષની ફર્ટિલિટી સારી રહે છે, આવનાર બાળક સશક્ત રહે છે
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate