অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તમાકુ અને સિગરેટના બંધાણીઓ ખાસ આટલું વાંચે

તમાકુ અને સિગરેટના બંધાણીઓ ખાસ આટલું વાંચે

પહેલાં દેખાદેખીમાં પછી શોખમાં અને પછી વ્યસનમાં તમને ખેંચી જાય તેવી બે જ વસ્તુ છે એક દારૂ અને બીજી તમાકુ. સિગરેટ અને તમાકુના બંધાણીનું મન મહાભારતના દુર્યોધન જેવું છે. તે ચોક્કસ જાણતો હતો કે ધર્મ શું છે અને ધર્મના આચરણથી સુખ જ મળે છે પણ છતાં તે ધર્મનું આચરણ કરી શકતો નહોતો તેમ સિગરેટ પિનાર કે તમાકુના ગુટકા ખાનાર જાણે છે કે આનાથી શરીરના કોઇપણ અંગની કેન્સર જેવી ભયાનક અને અસાઘ્ય જેનાથી મૃત્યુ થવાનું છે તેવી બિમારી થવાની છે. આર્થિક રીતે તો પાયમાલ થવાનો છે. ઘરના લોકોને તેમની મુશ્કેલી વખતે મદદ કરવાને બદલે તેમની પરેશાની વધારવાનો છે. સમાજમાં અને મિત્રોમાં અપ્રિય થવાનો છે. આમ છતાં તે આ ખરાબ આદત સામે લાચાર છે. આના બે કારણો છે.

  1. બાળપણનો ઇન્સ્ટીકટ (યાદ). જયારે માનવી જન્મ્યા પછી માતાનું સ્તનપાન કરે છે ત્યારે માતાના દુધની ગરમ ધાર તેના તાળવામાં પડે છે અને તે વખતની સુખદ યાદ હવે જયારે તે સિગરેટનો એક કશ લે છે ત્યારે તેના તાળવામાં માતાના દુધની ધાર જેવી જ લાગણી ઉત્પન્ન કરનારી સિગરેટની તમાકુવાળી હવાની અસર થાય છે એટલે કદાચ જુની યાદ ફરી તાજી થાય છે અને તે સિગરેટ પીવાનું છોડી શકતો નથી.
  2. બીજુ જાણીતું કારણ કે તમાકુમાં રહેલ નિકોટીન ફકત છ સેકન્ડમાં મગજ સુધી પહોંચી જાય છે અને તેને લીધે તેને થએલ ચિંતા અને તનાવ તો દુર થાય છે પણ શારીરિક અને માનસિક દુખાવાને તે તાત્કાલીક ભુલી જાય છે. આ બે કારણ સિવાયના કોઈ કારણ આ વ્યસન માટે નથી પણ તમાકુ ખાનારા કે પિનારાને નુકસાન થાય છે એ વાત વિગતે કરવાનો અર્થ નથી કારણ તે બધી તેને ખબર છે. હું આ વ્યસનથી મુકત થવાના રસ્તા બતાવું અને જો તેનો તમે અમલ કરો તો તે વ્યસનથી તમે મુકત થઇ શકશો.
  • તમારા ગામમાં કે શહેરમાં (અમદાવાદમાં છે) એવી હોસ્પિટલ હોય જયાં તમને ૧૫ દિવસ દાખલ કરી દવા અને મેડીટેશનથી તમાકુ તમે છોડી શકો. તેવી સારવાર આપે.
  • તમાકુના એડ હેસીવ પેચ આવે છે જેનાથી ધીરે ધીરે સિગરેટ કે તમાકુનું પ્રમાણ ઓછું થાય.
  • જરૂર લાગે તો સંપર્ક કરશો. વિના મૂલ્યે સલાહ મળશે.

સ્ત્રોત : ગુજરાત સમાચાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/1/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate