કમરનો દુઃખાવો, પગનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, ઢીંચણનો સોજો, વધેલું વજન, ઓસ્ટિઓપોરોસિસ, કેલ્શિયમની ઉણપ, વિટામીન ‘ડી’ની ઉણપ, સાયટિકા વગેરે ઘણાં કારણોથી તમારી ચાલવાની સ્ટાઈલમાં અજાણતાં જ ફેરફારો થવા માંડે છે.
હાડકાંની તંદુરસ્તી માટે જીવનભર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામીન ‘D’ લેવામાં આવે તે જરૂરી છે.પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ જીવન માટે જરૂરી એવું એક કુદરતી ખનીજ દવ્ય છે. હાડકાના વિકાસમાં અને તેને તંદુરસ્ત રાખવામાં કેલ્શિયમ મહત્વની ભૂમિકા ભજવે છે. તેનાથી આપના દાંતની તંદુરસ્તી પણ સારી રહે છે. લોહી ગંઠાઈ જવાની પ્રકિયામાં, મજજાતતુંઓ પણ સારી રહે છે. લોહી ગંઠાઈ જવાની પ્રકિયામાં, સ્નાયુઓના સંકોચનમાં અને શરીરમાં થતી અનેક મહત્વની ક્રિયાઓ કરવામાં કેલ્શિયમ મદદરૂપ બનેછે.
કેલ્શયિમનું લેવલ નોર્મલ રહે તો આપનું હૃદય પણ નોર્મલ રીતે જ કામ કરેછે. બીજા શબ્દોમાં કહીએ તો કેલ્શિયમનાં ઘટકો શરીરમાં શોષાઈ જાય અને દરેક અવયવ પહોંચે તે માટે વિટામીન ‘D’નું પ્રમાણ પણ શરીરમાં પૂરતું હોવું જોઇએ. બાળકોનાં હાડકાંના ઘડતરમાં વિટામીન ‘D’ મહત્વનું છે. વિટામીન-ડીના અભાવથી પણ હાડકાંની મજબૂતાઇ ઓછી થાયછે.
BONE DENSITY TEST- તમારાં હાડકાં નબળાં પડ્યાં છે કે નહીં તેની ખાતરી કરવા તમે બોનડેન્સિટી ટેસ્ટ કરાવી શકો છો. ૫૦ વર્ષ પછી કે પહેલાં પણ આ ટેસ્ટ કરાવી શકાય છે. આ પરીક્ષણને બોન માસમેઝરમેન્ટ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવેછે. આ ટેસ્ટમાં મશીનની મદદથી તમારાં હાડકાંની મજબૂતાઇનો તાગ મેળવવામાં આવે છે. થાપા, કરોડરજ્જુ અને કેટલીકવાર અન્ય હાડકાંની ચકાસણી કરીને નિર્ણય લેવામાં આવે છે.
કેલ્શિયમના અભાવથી હૃદયના ધબકારાની રિધમને અસર પડે છે અને હૃદયની કામગીરી નબળી પડેછે. કેલ્શિયમની ઉણપથી મજજાસેતુઓ થકી શરીરના એક અવયવથી બીજા અવયવ સુધી સંદેશાઓની આપ-લે કરવાની કામગીરી નબળી પડે છે. કેલ્શિયમની અછતથી શરીર માટે ઉપયોગી હોર્મોન્સ અને એન્ઝાઇમ્સના સ્રાવ પર તેની વિપરીત અસર થાય છે. કેલ્શિયમની અછતને કારણે આંગળીઓમાં કે અંગૂઠામાં ખાલી ચડવાની, સ્નાયુ ખેંચાઈ જવાની કે આંચકી આવવાની સમસ્યા થાય છે.
કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં ન લેવામાં આવે તો શરીરમાં સુસ્તી વધે છે. ભૂખ લાગતી નથી. માનવશરીરમાં રહેલા કેલ્શિયમની ઉણપનું પોષણ હાડકાંમાંથી મળે છે, માટે ખરતા વાળ એ કેલ્શિયમની ઉણપની નિશાની છે. તમારી ત્વચાના મૃત્યુ પામતા કોષો, વાળના ખરવાથી, નખ કપાવાથી, નખ બટકાઈ જવાથી, પરસેવામાં, પેશાબ અને નખના માધ્યમથી કેલ્શિયમ શરીરમાંથી નીકળતું જ રહે છે. આપણા શરીરમાં કેલ્શિયમ બનતું જ નથી.
આડેધડ લેવાતી કેલ્શિયમની ગોળીઓ કરતાં આહાર દ્વારા કેલ્શિયમ લેવામાં આવે તો જઠરના ખાસ પ્રકારના એસિડ પેદા થાયછે. જેનાથી કેલ્શિયમનું શરીરમાં અવશોષણ થાય છે.
વિટામીન ‘D’ મેળવવાના ત્રણ વિકલ્પો: સૂર્યના તડકામાંથી, આહારમાંથી અથવા બજારમાં મળતા પૂરકઆહાર-સપ્લિમેન્ટસમાંથી વિટામીન ‘ડી’ મળી શકે છે. તમારી ત્વચા વિટામિન-ડીની ફેકટરી છે.
સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિટામિન ‘D’માં રૂપાંતર અને જરૂર પડે તેનો ઉપયોગ કરે છે,
કસરત: વય વધતી જાય તેમ પાચન નબળું થતાં આહારમાંના કેલ્શિયમનું અવશોષણ ઘટતું જાય અને ત્વચા દ્વારા વિટામિન-ડી જનરેટ કરવાની શકિતમાં થોડો થોડો ઘટાડો થતો જાયછે, માટે હાડકાં-સ્નાયુઓને મજબૂત રાખવા, વૃદ્ધાવસ્થાની કઢંગી ચાલમાંથી બચવા માટે સ્નાયુઓને મજબૂત રાખવા, વૃદ્ધાવસ્થાની કઢંગી ચાલમાંથી બચવા માટે નિયમિત સવારે ૩૫ થી૪૫ મિનિટ ચાલવું જોઇએ. સવારની તાજી ઓકિસજનપ્રચૂર હવા, સૂર્યનો તડકો અને શ્રમ તમારા તમ અને મનને અનન્ય તાજગી બક્ષી શકે છે.
માહિતીભસ્મ- માહિતીભસ્મમાં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે, જેની કોઈ આડઅસર નથી. છતાં તેનો ડોઝ આયુર્વેદના નિષ્ણાત દ્વારા નક્કી કરવામાં આવે છે.
પટોલાદિઘૃત- આ ઔષધ વધારે પંચકર્મની પૂર્વક્રિયા માટે વપરાય છે. પરંતુ એના Ingredientsના કારણે ઓસ્ટીઓપોરોસિસ, ખરતા વાળ, તૂટતાં નખ વગેરેમાં પણ ખૂબ ઉપયોગી છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/12/2020